હાર્ટ એટેક આવવો એની પાછળ અનેક કારણો હોય છે એ વાત સાચી પરંતુ તે અઠવાડિયાના કોઈ એક ચોક્કસ દિવસે જ વધુ પ્રમાણમાં આવતા હોય છે તેની જાણ છે તમને ? નહીં ને ? તમે પણ જાણીને ચોંકી જશો !
દુનિયામાં રોજે રોજ કોઈને કોઈ નવા રિસર્ચ થતાં રહે છે આવા રિસર્ચના કેટલાક પરિણામ ઘણી વખત હાસ્ય પણ ઉતપન્ન કરતાં હોય છે તો ઘણી વખત દુઃખ તો ઘણી વખત વિચારમાં પાડી દેતાં હોય છે. તાજેતરમાં જ વિદેશી રિસર્ચ સંસ્થા એ હાર્ટ એટેકને સંબંધિત એક રિસર્ચ હાથ ધર્યું હતું. જેમાં જે જાણવાં મળ્યું છે તેને વાંચીને તમે પણ વિચાર કરતાં થઈ જશો.
વાત એવી છે કે, અમેરિકાની એક રિસર્ચ કંપનીએ તાજેતરમાં હાથ ધરેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે સૌથી વધુ હાર્ટએટેકના બનાવો સોમવારે જ થયા હોવાનું નોંધાયું છે. આ ઉપરાંત મોટાભાગના હાર્ટ એટેક આવવાના કેસ સવારે 4 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ છે. જોકે, આ વાતમાં કેટલું તથ્ય છે તે તો જેને એટેક આવ્યો હશે તેને ખબર હશે.
સ્ત્રીઓની બાબતમાં પણ હાર્ટ એટેક સંબંધે રસપ્રદ માહિતી જાણવા મળી છે જેમાં એવું તારણ આવ્યું છે કે હાઈ બી.પી. ધરાવતી સ્ત્રીઓને તેઓના જન્મદિવસની તારીખની આસપાસ હાર્ટ એટેક આવતા હોય છે. અમેરિકન હાર્ટ એસોસિએશનના પ્રમાણે, હાર્ટ એટેકથી મરનાર સંખ્યા પુરુષો કરતાં સ્ત્રીઓની વધુ હોય છે.
હાર્ટ એટેકની સાથે બીજી ઘણી રસપ્રદ બાબતો પણ જાણવા મળી છે જેમ કે સામાન્ય માનવીના જીવન કાળ દરમિયાન તેનું હ્ર્દય 2.5 બિલિયન કરતાં વધુ વખત ધબકે છે. એક દિવસમાં હાર્ટ 2,000 ગેલન જેટલું લોહી પમ્પ કરે છે. આ ઉપરાંત માતાના ગર્ભમાં આકાર લઈ રહેલા બાળકના શરીરમાં સૌ પ્રથમ પૂર્ણ વિકાસ હૃદયનો જ થતો હતો. જેથી આઠમા સપ્તાહથી જ હૃદયના ધબકારા ડૉક્ટર સાંભળી શકે છે.
ઘણી વખત સાયલન્ટ એટેક પણ આવે છે. જ્યારે વ્યક્તિને ખબર પણ નથી પડતી કે તેને એટેક આવ્યો છે. સાયલન્ટ એટેકનું પ્રમાણ મહિલાઓમાં અધિક જોવાયું છે અને તેમાં પણ 75 વર્ષ કરતાં વધુ ઉંમરની સ્ત્રીઓમાં આવા પ્રકારના એટેક વધુ જોવાય છે.
લેખિકા : દર્શિની વશી
બીજા મિત્રો સુધી પણ આ માહિતી અચૂક શેર કરો.