આ લૉ બજેટ ‘LUMIA’ પરફોર્મન્સમાં ખાસ છે

HD display, 8MP camera, this low-budget special performances 'LUMIA'

ગયા વર્ષ સુધી નોકીયાના સ્માર્ટફોન ‘Nokia Lumia’થી આપણી આજુબાજુ દેખાતા હતા, પરંતુ હવે માઇક્રોસોફ્ટે તેને ખરીદી લીધા ‘Nokia Lumia’ હવે ‘Microsoft Lumia’ બન્યું છે. હમણાં જ 6 મહિના પહેલા માઇક્રોસોફ્ટે ‘નોકિયા રહિત’ પોતાના પહેલા સ્માર્ટફોનને માર્કેટમાં ઉતાર્યો હતો, અને હવે માઇક્રોસોફ્ટે પોતાના બીજા Lumia ફોનને પણ બજારમાં ઉતારી દીધો છે.

બેક પેનલ પર માઇક્રોસોફ્ટના લોગો લગાડેલો Lumia 540 શું સારો સ્માર્ટફોન છે? 10,199 રૂપિયાની કિંમતમાં શું તે લેવાલાયક છે? તે જાણો.

Design

HD display, 8MP camera, this low-budget special performances 'LUMIA'

HD display, 8MP camera, this low-budget special performances ‘LUMIA’

Lumia સીરિઝના દરેક ફોન દેખવામાં અલગ જ તરી આવે છે. ડિઝાઇનમાં ભલે કર્વ્ડ સોફ્ટ એજવાળી ‘કેન્ડીબાર ડિઝાઇનમાં હોય. પરંતુ પોતાના રંગબેરંગી પોલીકાર્બોનેટ બોડીવાળા લુમિયા ફોન હંમેશા જરા હટકે જ દેખાય છે.

દેખવામાં Lumia 540, આગળના Lumia ફોનના જેવા છે ખાસ કરીને Lumia 535ના જેવા જ છે. કર્વ્ડ સોફ્ટ એજવાળી કેન્ડિબાર ડિઝાઇન જેની બેકપેનલને બદલાવવામાં આવી શકે છે. માઇક્રોસોફ્ટે Lumia 540ની બેકપેનલના એજેસની ચારેબાજુ ગ્લોસી ફિનીસ આપ્યું છે. જે જોવામાં ખુબ જ આકર્ષક લાગે છે.

Lumia 540ની ખાસ વાત એ છે કે 8-10 હજાર રૂપિયાની કિંમતની સરખામણીએ ફોનની બિલ્ડ ક્વૉલિટી ખુબ જ સારી છે. એવુ નથી કે ફોનને બનાવવા ફક્ત સારી ક્વૉલિટીનો ઉપયોગ કરાયો હોય. જે ફક્ત દેખવામાં જ સારી હોય પણ મજબૂત પણ છે. ફોનની કિનારી પર આપવામાં આવેલી ‘ટ્રાન્સલૂસેન્ટ ફિનીશ’ પણ ફોનને પડી જવા પર કોઇ બંમ્પર જેવું જ કામ કરે છે. જેના કારણે વધુ નુકશાન નથી થતું.

આ ફોનમાં 5 ઇંચ સ્ક્રીનમાં બટન પોઝીશન એકદમ પરફેક્ટ છે. એકબાજુએ જ પાવર અને વૉલ્યુમ બટન આપેલા છે. ડિઝાઇનના મામલે Lumia 540, કોઇ નવો વિચાર લઇને નથી આવતું. પણ ડિઝાઇનના બધા જ નિયમોમાં આ ફોન ખરો ઉતર્યો છે.

ડિઝાઇન રેટિંગ – 8/10

Screen

HD display, 8MP camera, this low-budget special performances 'LUMIA'

Lumia 540માં 5ની ઇંચની 294 પિક્સલ પ્રતિ ઇંચની પિક્સલ ડેન્સિટીવાળી IPS LCD ટચસ્ક્રીન છે. જે 720 x 1280 પિક્સલનું રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. જોકે, Lumia 540ની સ્ક્રીન Full HD રિઝોલ્યુશન સાથે આવે છે. ક્લિયર બ્લેક ટેકનોલૉજીથી બનેલા તેના ડિસ્પ્લે પર બ્રાઇટનેસ અને કોન્ટ્રાસ્ટનું લેવલ ખુબ જ સારુ દેખાય છે. IPS LCD ટચસ્ક્રીન હોવાના કારણે Lumia 540ની સ્ક્રીન પર વ્યુઇંગ એન્ગલ સારા દેખાય છે. ફોન આઉટડોર વિઝીબીલિટી મામલે પણ નંબર વન છે.

કમી છે તો ફક્ત એક જ Lumia 540ની ટચસ્ક્રીન ઉપર કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસની પરત નથી ચઢી. જેના કારણે તેનો નંબર તો કપાય જ છે. તેની સ્ક્રીનને સ્ક્રેચથી બચાવવા માટે ખુબ મહેનત કરવી પડે છે.

સ્ક્રીન રેટિંગ – 7/10

Performance

HD display, 8MP camera, this low-budget special performances 'LUMIA'

વિન્ડોઝ ફોનમાં હંમેશા માટે સારા પર્ફોમન્સથી લાદેલા હોય છે. આ સ્માર્ટફોન ક્યારેય સ્પેશિફિકેશન પર નિર્ભર નથી રહ્યા. Lumia 540, વિન્ડોઝ ફોન 8.1 (બીજા અપડેટ) પર ચાલે છે. જે પોતાના તરફથી સરળ ઓપરેટિંગ સિસ્ટમ છે. Lumia 540, 1.2 Ghzનું ક્વાલકોમ સ્નેપડ્રેગન 200 ક્વાડકોમ પ્રોસેસર પર કામ કરે છે. મલ્ટીટાસ્કીંગ માટે આમાં 1 GB રેમ આપવામાં આવી છે. સારા ગ્રાફિક્સ માટે Adreno 302 GPU આપ્યું છે.

Lumia 540, લુમિયા ડેનિમ OS પર ચાલે છે જે નોકિયાના પણ કેટલાક સારા ફિચર્સ સાથે આવે છે. તેની સાથે નવા Updateના કારણે સેટિંગ્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સાથે કોર્ટાના વૉઇસ આસિસ્ટન્ટ પણ સાથે આવે છે. જોકે, કોર્ટાના અત્યારે પણ ગુગલ નાઉના પાછળ છે તેમ છતાં આગામી મહિના આવનારા વિન્ડોઝ 10ની સાથે સુધારી જશે.

એપ્સના મામલે વિન્ડોઝ ફોન ધીરે ધીરે વધુ રહ્યો છે. તેની તુલના એન્ડ્રોઇડ અથવા iOS થી પણ હજુ નહીં જઇ શકે. Windows 10 આવ્યા પછી એપ્સ એક્સપિરીયન્સમાં પણ સુધારો આવશે.આ માઇક્રોસોફ્ટ ઓફિસ સૂટનો સૌથી સારો અનુભવ છે.

રોજમર્રાના કામકાજમાં લુમિયા 540 સારું પરફોર્મન્સ આપે છે. ફોન ધીમો નથી પડતો એન્ગ્રી બર્ડ્ઝ, ક્રેન્ડી ક્રશ, ટેમ્પલ રન જેવી મશહુર અને હલ્કીફૂલ્કી ગેમ આ ફોનમાં સારી રીતે ચાલી શકે છે. મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે આ ફોન પર ભારે ગેમ ચલાવવામાં આવે. એટલે એમ કહી શકાય છે Lumia 540 ગેમિંગ માટે સારો મોબાઇલ નથી. પણ ગેમિંગ ઉપરાંતના પરફોર્મન્સમાં તે સારો સાબિત થાય છે.

પરફોર્મન્સ રેટિંગ – 7/10

Camera

HD display, 8MP camera, this low-budget special performances 'LUMIA'

કેમેરાની વાત કરીએ તો Lumia 540માં ગયા વર્ઝનના હિસાબે આ વધુ સારો કેમેરો છે. 8 મેગાપિક્સલના ઓટોફોકસ કેમેરો LED ફ્લેશ સાથી આપ્યો છે. જેની અંદર 1/4” ઇમેજ સેન્સર છે અને સેલ્ફી અને વીડિયો કોલીંગ માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપ્યો છે.

ક્વૉલિટીની રીતે જોઇએ તો Lumia 540નો 8 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો ખુબ જ સારો છે. તેમાંથી ખેંચેલા ફોટાઓ સારી ક્વૉલિટીના, સારા રંગ અને સારી ડિટેલ્સમાં દેખવા મળે છે. જે ખાસ કરીને આટલા ઓછા બજેટવાળા સ્માર્ટફોનમાં જોવા નથી મળતા. ઓછા પ્રકાશમાં પણ ખેંચેલી તસ્વીરો સારી ક્વૉલિટીની મળે છે. આની સાથે આની Camera Appમાં પણ સારા ઓપ્શન અને પ્રિલોડેડ ઓપ્શન આવે છે.

સેલ્ફીની બાબતમાં પણ Lumia 540ના કેમેરાને સારા માર્ક્સ આપી શકાય, વીડિયો કોલીંગની રીતે જોઇએ તો આનો ફ્રન્ટ કેમેરો ખુબ સારો છે. આ વાત ના ભૂલવી જોઇએ કે Skype નો સારામાં સારો અનુભવ વિન્ડોઝ પ્લેટફોર્મ પર જ મળે છે અને તેનો પુરેપુરો ફાયદો Lumia 540 ઉઠાવે છે.

બધી રીતે જોઇએ તો Lumia 540 આ બજેટમાં વેચાવવાવાળો સૌથી સારો કેમેરાફોન છે કે જેના બન્ને કેમેરાનું પરફોર્મન્સ સારું છે.

કેમેરા રેટિંગ – 8/10

Battery, Storage, Connectivity

HD display, 8MP camera, this low-budget special performances 'LUMIA'

બેટરી

Lumia 540માં 2200 mAhની બેટરી આપવામાં આવી છે. જે ગયા વર્ઝન કરતા સારી છે. બેટરીની બાબતે Lumia 540 સારા પોઇન્ટ મેળવે છે. અને લગભગ આ જ એક ફોન છે જેમાં વિન્ડોઝ ફોન ઓપરેટિંગ સિસ્ટમ, iOS અને એન્ડ્રોઇડ પર ભારે પડી શકે છે. આ બેટરી આખો દિવસનો સાથ આરામથી આપે છે. તે પણ સતત 3G ડેટા ચાલું રાખીએ તો પણ.

બેટરી રેટિંગ – 9/10

સ્ટેરોજ

સ્ટોરેજના મામલે Lumia 540માં 8 GBનું ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. જેને માઇક્રો SD કાર્ડની મદદથી 128 GB સુધી એક્પાન્ડ કરી શકાય છે.

સ્ટોરેજ રેટિંગ – 8/10

કનેક્ટિવીટી

કનેક્ટિવીટી માટે Lumia 540માં 3G-WiFi ઉપરાંત બ્લૂટૂથ 4.0, DLNA જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે. Lumia 540માં 4G છે. જેના કારણે તેને ફ્યુચર રેડી ના કહી શકાય.

પણ એકવાત જરૂર યાદ રાખવી જોઇએ કે આ ફોનમાં 4G નથી, પણ હાલ 4Gનો ઉપયોગ પણ ઓછો છે વર્ષના અંત સુધીમાં તેનો ઉપયોગ વધી જશે. થોડાક વર્ષો પછી શહેરોમાં 4Gનું નેટવર્ક મળશે પણ તેમાય કેટલા લોકો 4Gનો લાભ લેશે તે કહેવું મુશ્કેલ છે. 4G ના હોવાના કારણે Lumia 540, Future Ready નથી. આ માત્ર કારણથી આ ફોનને નજરઅંદાજ ના કરી શકાય.

કનેક્ટિવીટી રેટિંગ – 7/10

Bottom-Line

HD display, 8MP camera, this low-budget special performances 'LUMIA'

સારો કેમેરો, સારું પરફોર્મન્સ, સારી બેટરી લાઇફ, ઓનાલઇન-ઓફલાઇન બન્ને જગ્યાએ સરળતાથી મળી રહેવું અને માઇક્રોસોફ્ટનો વિશ્વાસ આ તે પાંચ કારણ છે. જેના કારણે માઇક્રોસોફ્ટ લુમિયા 540, દસ હજારથી ઉંચી કિંમતમાં વેચાવવાળા સ્માર્ટફોન પર આ ફોન ભારે પડી શકે છે. હવે આશા છે કે, વિન્ડોઝ 10 આવ્યા બાદ માઇક્રોસોફ્ટ લુમિયાનું પણ માર્કેટ સુધરશે.

ઓવરઓલ રેટિંગ – 7/10

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


3,518 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 6