હવેથી ગુજરાતના આ શહેરમા પાણીપુરીના વેચાણ પર મુકાયો પ્રતિબંધ, જાણો તેનુ ચોંકાવનારુ કારણ…

અત્યારે ચોમાસાની ઋતુ હોઈ એટલા માટે વડોદરા શહેરમા રોગચાળો ફાટી નીકળ્યો છે અને જેના પગલે તમામ ખાધ્ય સામગ્રીના વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગે રીતસરનો એક સપાટો બોલાવ્યો હતો જેમા લારીઓ અને દુકાનોમા વેચાતા અખાદ્ય વસ્તુઓનો નાશ કર્યો હતો અને આરોગ્ય વિભાગે આજથી વડોદરામા પાણીપુરીના વેચાણ પર એક પ્રતિબંધ લગાવી દીધો છે.

આ સિવાય આરોગ્ય વિભાગે શહેરમા તમામ પાણીપુરીની લારી હોય કે પછી દુકાન તમામ પર વેચારણ પર પ્રતિબંધ મૂકી દીધો છે અને તેમજ તેને રોગચાળાને લઈને પણ અલગ અલગ વોર્ડમા ખાણી પાણીની તમામ વસ્તુઓની ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

અને છેલ્લા કેટલાક સમયથી અહી પડી રહેલા વરસાદ કારણે ત્યાના નિચાણવાણા વિસ્તારમા ઠેર ઠેર પાણી ભરાતા પાણીજન્ય રોગોની ફરિયાદો ઉઠવા પામી છે અને પરિણામે તેને આરોગ્ય વિભાગની ટીમે ગઈ કાલે સવારે ગુરુવારે શહેરમા વિવિધ જગ્યાએ કડક કાર્યવાહી હાથ ધરી હતી અને તેમા પણ ખાસ કરીને તેને પાણીપુરી બનાવતી જગ્યાએ અને પાણીપુરી માટે ઉપયોગમા લેવામા આવતા એવા સડેલા બટાકા સહિતના તમામ અખાદ્ય વસ્તુઓનો નાશ કરી હતી અને તેમને નોટિસો ફટકારી હતી.

આ સિવાય ગુરુવારે આરોગ્ય વિભાગ દ્ગારા એક સઘન ચેકિંગ કરાયુ હતુ અને પાણીપુરીના ૫૦ યુનિટો પર ચેકિંગ હાથ ધરવામા આવ્યુ હતુ અને ૪૦૦૦ કિલો અખાદ્ય પુરી અને ૩૩૫૦ કિલો જેટલા બટાટાનો નાશ કરવામા આવ્યો હતો અને જ્યારે ૧૨૦૦ લીટર પાણીપુરીના પાણીનો નાશ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કરાયો હતો.

આ સીવાય આરોગ્ય વિભાગની તપાસમા સામે આવ્યુ હતુ કે જે જગ્યાએ પાણીપુરી બનાવવામા આવતી હતી તે જગ્યા એ ગંદકીથી ખદબદી રહી હતી અને તેમજ પાણીપુરીમા ઉપયોગમા લેવામા આવતી બટાકા સહિતની તમામ વસ્તુઓની ખાઇ ન શકાય તેવી હતી અને પરિણામે આજ થી વડોદરામા પાણીપુરી પર પ્રતિબંધ લાદી દેવામા આવ્યો છે અને વકરતા રોગચાળા અને ચોમાસાને ધ્યાને રાખીને તે નિર્ણય કરવામા આવ્યો છે કે રોગચાળો ન અટકે ત્યા સુધી આ પાણીપુરી પર પ્રતિબંધ યથાવત રહેશે.

Comments

comments


3,365 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + 3 =