હવે બજારમાં આવશે ૨૦ રૂપિયાની નવી નોટ કેવી હશે અને ક્યારથી આવશે બજારમાં શું હશે તેમાં નવું

મિત્રો , હાલ ના સમય મા નોટબંધી બાદ સરકારે અનેક નવી નોટો બહાર પાડી છે અને હાલ હજુ એક નવી નોટ બહાર પાડવા જઈ રહી છે. તો ચાલો જાણીએ આ નોટ કઈ છે અને તેમા શુ અંકિત કરેલ હશે ? મિત્રો નવી દિલ્હી RBI દ્વારા મહાત્મા ગાંધી ના ફોટા વાળી નવી નોટ બહાર પાડવા મા આવેલ છે જે રૂપિયા ૨૦ ની હશે.

આ વીસ રૂપિયા ની નવી નોટ કે જેમા મહાત્મા ગાંધીજી નો ફોટો છે તેમા હવે થી રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ના નવા ગવર્નર શક્તિકાંત દાસ ની સિગ્નેચર જોવા મળશે. આવનારા થોડા જ સમય મા આ વીસ રૂપિયા નુ મુલ્ય ધરાવતી નોટ બજાર મા આવી જશે.

ગયા માસ ની ૨૬ તારીખ ના રોજ સેંટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા એક નોટીફિકેશન મા આ નોટ અંગે ની જાહેરાત કરવા મા આવી હતી. હવે આપણે માહિતી મેળવીએ થોડી આ નોટ વિશે. આ વીસ રૂપિયા નુ મૂલ્ય ધરાવતી નોટ નો રંગ પીળાશ પડતો લીલો છે.

હવે થી આ વીસ રૂપિયા નુ મલ્ય ધરાવતી નોટ કેસરી રંગ ના બદલે પીળા રંગ ની જોવા મળશે. સરકાર દ્વારા આપેલ નોટીફિકેશન મા દર્શાવ્યા મુજબ આ નોટ મા અગ્ર ભાગ પર મહાત્મા ગાંધીજી ની તસ્વિર લાગેલી હશે અને સાથો સાથ નોટ પર હિંદી તથા અંગ્રેજી ભાષા મા ૨૦ રૂપિયા લખેલા હશે.

આ વીસ રૂપિયા ની નોટ ના અગ્ર ભાગ મા આ ઉપરાંત ગેરેન્ટી ક્લોઝ , ગવર્નર ની સિગ્નેચર તથા ભારત ની રાષ્ટ્રીય મુદ્રા ચાર સિંહ ની આકૃતિ છપાયેલ હશે. આ વીસ રૂપિયા ની નોટ ના પૃષ્ઠ ભાગ મા આપના દેશ ના સાંસ્કૃતિક વારસા ની એક આછેરી ઝલક આપ નીહાળી શકશો.

આ વીસ રૂપિયા ની નોટ ના પૃષ્ઠ ભાગ મા ઈલોરા ની ગુફાઓ ની છબી કંડારવા મા આવેલ છે. જ્યારે આ નોટ ની ડાબી બાજુએ સ્વચ્છ ભારત નુ લોકો તથા એક કદમ સ્વચ્છતા કી ઓર એવુ લખાણ લખવા મા આવેલ છે. એક વાત ખાસ જણાવી દઈ એ કે આ નોટ બજાર મા આવવા થિ જૂની નોટ નકામી નહી થાય. તે પણ ચલણ મા જ રહેશે.

Comments

comments


3,316 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + 2 =