આપણે હમેશા ઘરનું બનાવેલું ખાવું જોઇએ.બહારથી પેકેટ વાળા નાસ્તા ખાવાથી બાળકો ને ખુબજ નુકશાન થાંઈ છે. આપણે ચણાના લોટની સેવ બનાવતા હોઈએ છીયે પરંતુ આજે આપણે આલુ સેવ બનાવતા શિખીશું.
આલુસેવ બનાવવા માટે ની સામગ્રી:
ચણાનો લોટ
બાફેલા બટેટા
હળદર
ચટણી
ગરમ મસાલો
મીઠું
તેલ
બનાવવા માટેની રીત:
એક કુકર માં બટેટા બાફી લો ઠંડા થાય એટલે તેની છાલ ઉતારી લો. અને ત્યાર બાદ તેનો છુંદો કરી નાખો.
હવે ચણાનો લોટ લઇ તેમાં આ બાફેલા બટેટાનો છુંદો નાખો. પછી તેમાં મીઠું, હળદર, ચટણી, ગરમ મસાલો વગેરે નાખો.
હવે તેને લોટની જેમ બાંધી લો. પાણીની જરૂર નહીં પડે કારણ કે બાફેલા બટેટા નાખવાથી લોટ બંધાઈ જશે.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.
તેલ ગરમ થાય ત્યાં સુધી માં સેવ પાડવાના સંચા માં તેલ લગાડી ને લોટ તેમાં ભરો.
તેલ બરાબર ગરમ થઈ જાઈ ઍટલે તેમાં સેવ પાડો. સેવ પાડતી વખતે ધ્યાન રાખવું સેવ છૂટી છૂટી પાડવી જેથી કાચી ના રહે.
તેલ માં સેવ પાડી પછી તેને બને બાજુ ફેરવવી કાચી ના રહે તેનું ધ્યાન રાખવું. બરાબર તળાય એટ્લે બહાર કાઢી લેવી.
આવી રીતે બધી સેવ પડી લો તો તૈયાર છે આલુ સેવ જે ડબ્બામાં રાખવાથી બગડતી નથી. અને નાસ્તામાં તેનો ઉપયોગ કરી શકો છો.