હવે ડોક્ટર પાસે ધક્કા ખાવાની જરૂર નથી, આ વસ્તુ દાંતના સડા અને દુખાવાને હમેશા માટે કરશે દૂર…

જો તમારે દાત સારા રાખવા હોય તો જમીને બ્રશ કરવું ખૂબજ જરૂરી છે. જેથી દાંત માં સડો ના થાઈ અને દાંત પીળા નાં થઇ જાય. આપણે બધા રોજ સવારે ઊઠીને બ્રશ કરીયે છીયે. પરંતુ જો બ્રશ કરવાની રીત ખોટી હશે તો દાંત માં સડો પેદા થશે. માત્ર ઉપર થી બ્રશ ના કરવું જોઇએ.

અંદરની સાઈડ વ્યવસ્થિત બ્રશ કરવું જોઇયે. જેથી સડો ના થાઈ. જો બરાબર બ્રશ ના થાઈ તો દાત માં બેક્ટેરિયા ઉત્પન થાઈ છે. અને તેનાથી દાંત સડે છે અને દુખાવો થાઈ છે.

અંદરની સાઈડ સરખું બ્રશ નાં કરો ત્યારે તેમાં એક સફેદ કલરની પરત જમા થઇ જાય છે જે તેમાંથી સડો થાઈ છે. તે સફેદ પરતને ટારટર કહેવાય છે.અને તે સડામાં પારીવાર્તિત થાય છે. જ્યારે આપણે ચોકલેટ અથવા મીઠા પદાર્થો ખાઈએ ત્યારે તેમાંથી કેવીટી થાય છે. અને દાંત કમજોર બને છે.

દાંત સડવાની શરૂઆત દાઢ થી થાઈ છે. અને દાઢ બહુ દુખે ત્યારે આપણે ડોક્ટર પાસે જવું પડે છે. અને ખર્ચો થાઈ છે. એટલી હદે સડો ફેલાઈ ગયો હોય છે કે દાઢ કઢાવવી પડે છે. તો બ્રશ કરતાં ભલે વાર લાગે પરંતુ બ્રશ અંદરની સાઈડ પણ બરાબર ઘસીને કરવું જોઇયે. અને તેમ છતાં પણ જો થોડો પણ ટારટર એટલેકે સફેદ પદાર્થ દેખાઈ તો અહી બતાવેલા ઘરેલુ ઉપચાર અજમાવો.

ઘરેલું ઉપચાર

ટમેટું, મીઠું.એક સંતરાની છાલ અને અડધા ટામેટાને મીક્સ્ચરમાં પેસ્ટ બનાવી લેવી. હવે તે પેસ્ટમાં ત્રણ ચપટી મીઠું નાખી તેને હલાવી લેવું. પછી તેને બ્રશમાં ટુથપેસ્ટની જેમ લઇ દાંતની અંદર અને બહારની સાઈડથી બરાબર રીતે હળવા હાથે બ્રશ કરવું. ત્યાર બાદ પાણીના કોગળા કરી લો હવે એક મિનીટ પછી તમે જે રેગ્યુલર ટુથ્પેસ્ટ વાપરતા હોય તેનાથી બ્રશ કરી લેવું. રોજ આમ કરવાથી દાંત માં જમા થયેલો પદાર્થ નીકળી જશે.

બીજા ઉપચારમાં આપણે નારીયેળ નું તેલ, બેકિંગ સોડા અને મીઠું લઈશું. એક ચમચી નારિયેળના તેલમાં અડધી ચમચી સોડા અને બે ચપટી મીઠું નાખી તેને તેને બરાબર મિક્સ કરી લેવું. પછી આંગળીની મદદથી તે મિશ્રણને દાંત પર લગાવી ઘસવું. તમે બ્રશનો પણ ઉપયોગ કરી શકો છો.આ પ્રયોગ કરવાથી દાંત માં જામેલા પદાર્થ નીકળી જશે. બેકિંગ સોડા ના સતત ઉપયોગથી દાંતને નુકસાન થાય છે. માટે આ ઉપચારનો પ્રયોગ અઠવાડિયા એક વાર અથવા મહિનામાં બે વાર જ કરવો.

ત્રીજા ઉપચાર માટે કાળા તલ અને લવિંગનું તેલ લઈશું. સૌથી પહેલા ત્રણ ચમચી કાળા તલને ચાવી લો અને તેને ગળે ઉતારવાના નથી પરંતુ મોઢાંમાજ રાખવાના છે. હવે એક સૂકા બ્રશમાં લવિંગનું તેલ લગાવી તેને દાંતમાં હળવા હાથે ઘસીને બ્રશ કરવું. તલ દાંત માટે એક પ્રાકૃતિક સ્ક્રબનું કામ કરે છે માટે ખાસ ધ્યાન રાખવું કે તેને ચાવ્યા પછી તેને ગળે ઉતરવાના નથી. પરંતુ મોઢાંમાજ રાખવાના છે.આ ઉપચાર કરવાથી તમારા દાંતની બધી ગંદકી સાફ થઈ જશે.અને તમારા દાંત મજબૂત બનશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,333 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × = 10