તમારા હાથની આંગળીઓની આ રસપ્રદ માહિતી તમે પહેલાં નહિ જાણી હોય…

આપણે એક કહેવત કાયમ ઉચ્ચારતાં હોઈએ છીએ, ‘પાંચ આંગળીઓ સરખી નથી હોતી.’

હકીકતે તો આંગળીઓ ચાર અને એક અંગૂઠો હોય છે. હાથપગનાં મળી વીસ છૂટાં અંગોમાંનું પ્રત્યેક આંગળું એમાંય બંને હાથની કે પગની આંગળીઓનાંય કદ આકાર કે રંગ સાવ જ સરખા નથી હોતા. નજીવો તારવી શકાય એવો ફરક તો હોય જ છે. કુદરતની વિવિધ રચનાઓને ધ્યાનથી નિરખીએ તો અનેક પ્રકારના વિસ્મય આપણે માણી શકીએ છીએ.

હાથનું અને એમાંય આંગળીઓ અને અંગૂઠાનું સૌથી મહત્વનું કાર્ય છે, આપણાં મુખ સુધી ખોરાક પહોંચાડવો. હાથની આંગળીઓનો કોળિયો આપણાં મોંમાં જાય છે ત્યારે પરમ તૃપ્તિનો આનંદ અને સંતોષ મળે છે. નાનામોટાં દરેક કાર્યોમાં આંગળીઓનો આ સમૂહ આપણે સહેજેય પરેશાન કર્યા વર જ મદદ કરે છે, જેનો આપણને અનાયાસેય ખ્યાલ નથી આવતો. આપણે આ અંગૂલીઓ અને અંગૂઠા વિશેની રોચક માહિતીની વિસ્તારથી ચર્ચા કરીએ તો ખ્યાલ આવશે કે દરેકને આગવું નામ અને કામ છે. દરેકનું પોતાનું વિશિષ્ઠ મહત્વ પણ છે.

અંગૂઠો અને ચાર આંગળીનાં નામ :

અંગુષ્ઠ ( અંગૂઠો ), તર્જની અંગૂઠા ( પાસેની આંગળી ), મધ્યમા ( વચલી આંગળી ), અનામિકા ( ટચલી પાસેની આંગળી ) અને કનિષ્ઠિકા (ટચલી આંગળી ).

અંગુષ્ઠઃ આપણે ફેસબુકમાં સૌથી પ્રિય ફિચર હોય તો તે છે, લાઈક… અંગૂઠાની નિશાનીવાળું લાઈક ! ઉપરની તરફ સ્થિર એવો અંગૂઠો આત્મવિશ્વાસની નિશાની છે. આપણે કોઈને બેસ્ટ ઓફ લક કહીએ છીએ ત્યારે પણ અંગૂઠો બતાવીએ છીએ. કોઈવાર કોઈબાબત પૂરતા તૈયાર છીએ એવું ‘ઓકે’નું નિશાન બતાવવા માટે પણ થમ્બ અપનું નિશાન ખૂબ પ્રચલિત છે.

તર્જનીઃ

એક વધુ કહેવત અહીં યાદ આવે છે, જો એક આંગળી આપણે કોઈ તરફ કરીએ તો બાકીની ત્રણ તમારા પોતાના તરફ હોય. તર્જની પહેલી આંગળી અંગૂલી નિર્દેશ તરીકે ઓળખાય છે. કોઈની સામે ઈશારાથી ચિંધવા અંગ્રેજીમાં ઈન્ડેક્ષ ફિન્ગર તરીકે ઓળખાય છે. નભોમંડળના તારાઓ પૈકીને નક્ષત્રનો એક તારો આ નામે છે.

મધ્યમાઃ

હાથપગનાં આંગળાંઓમાંની બેઉ બાજુથી ગણતાં વચ્ચે આવતી આંગળી, કે જે સૌથી લાંબી આંગળી પણ છે. તેને વચલી આંગળી પણ કહેવાય છે. જે સ્થિરતાનું અને મજબૂતીનું પ્રતિક છે. અંગ્રેજીમાં તેને બીગ મેન કહે છે.

અનામિકાઃ

ટચલીની જોડેની આંગળી; ઉપકનિષ્ઠિકા. એ આંગળી વડે શિવે બ્રહ્માનું માથું કાપી નાખેલું, તેથી તે અપવિત્ર ગણાય છે. યજ્ઞ આદિ પ્રસંગે તેને શુદ્ધ કરવા પવિત્રી એટલે દર્ભની વીંટી પહેરાવવાનો વિધિ છે. એ આંગળી નામ વગરની હોવાથી અનામિકા કહેવાય છે. જો કે આ જ આંગળીથી પૂજાવિધિમાં કંકુચાંદલો પણ કરાય છે. સગાઈ કરતી વખતે આ જ આંગળીમાં વીંટી પહેરાવાય છે. જેથી તેને રીંગ ફિંગર પણ કહેવાય છે. હસ્ત નક્ષત્રના પાંચમાંના બીજા તારાનું નામ અનામિકા છે.

કનિષ્ઠિકાઃ

હાથના અને પગના પંજાઓની પાંચમી સૌથી નાની આંગળી, ટચલી આંગળી. જ્યોતિષ વિદ્યા કે ખગોળ વિજ્ઞાનમાં એને હસ્ત નક્ષત્રનો પહેલો તારો કહે છે. આ આંગળીને અંગ્રેજીમાં પિન્કી પણ કહે છે. બે જણાં ટચલી આંગળી અડકાડીને કોઈ પ્રોમિસ કરે એને પિન્કી પ્રોમિસ કહે છે.

આપણી ગુજરાતી ભાષામાં અખૂટ શબ્દ ભંડોળ છે અને એમાંય કેટલીય કહેવતો અને શબ્દસમૂહો છે. આંગળી અને અંગૂઠાને અનુસંધાને કેટલીય સામાન્ય ભાષામાં ઉપયોગમાં લેવાય છે. આ વાંચીને આપને પણ એવી કહેવતો યાદ આવે તો કોમેન્ટમાં ચોક્કસ લખજો…

આવી મજાની વાતો વાચવા લાઈક કરો અમારું પેજઃ

લેખ સંકલન : કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’

પગના અંગુષ્ઠ ( અંગૂઠો ) પાસેની આંગળી લાંબી હોય તે સુંદરતાની નિશાની મનાય છે.

Comments

comments


6,813 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 4