ગુરુ ગ્રહના વૃશ્ચિક રાશિમાં પરિવર્તન આ રાશિના જાતકોના જીવન પર થશે સારી અને ખરાબ અસરો

મિત્રો , જ્યોતિષશાસ્ત્ર મુજબ વ્યક્તિ ના જીવન મા રાશિઓ વિશેષ મહત્વ ધરાવે છે અને આ રાશિઓ ના આધાર પર આવનાર સમય વિશે ની માહિતી મેળવી શકાય છે. જો ગ્રહ નક્ષત્ર મા કોઈ બદલાવ થાય તો તેની સીધી અસર બધી રાશિઓ પર પડે છે. અમુક રાશિઓ માટે આ પરિવર્તન શુભ સાબિત થાય છે તો અમુક રાશિઓ માટે આ પરિવર્તન અશુભ સાબિત થાય છે.

સમય ની સાથે-સાથે ગ્રહો ની ગ્રહદશાઓ પણ બદલતી રહેતી હોય છે અને આ પરિવર્તન નો વ્યક્તિ ના જીવન મા ખૂબ જ વિશેષ પ્રભાવ પડે છે. જ્યોતિષશાસ્ત્ર ના તજજ્ઞો મુજબ હાલ ગુરુ ગ્રહ વૃશ્ચિક રાશિ મા પ્રવેશી રહ્યો છે. આ પરિવર્તન રાશિજાતકો માટે કેવુ સાબિત થશે ? તેના વિશે માહિતી મેળવીએ.

કન્યા :
આ રાશિ ના જાતકો માટે ગુરુ ગ્રહ નુ પરિવર્તન અત્યંત શુભ સાબિત થશે. જે લોકો વિવાહ માટે યોગ્ય પાત્ર શોધી રહ્યા છે તેમની શોધ નો અંત આવશે અને ટુંક સમય મા તમારા મનગમતા પાત્ર સાથે વિવાહ સંબંધે જોડાઈ શકો. કોઈ અગત્ય ના કાર્ય હેતુસર યાત્રા પર જવુ પડી શકે. ઘર મા કોઈ ધાર્મિક પ્રસંગ નુ આયોજન થઈ શકે. ઘર ની આર્થિક સ્થિતિ પ્રબળ બનશે. સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવી.

મીન :
આ રાશિ ના જાતકો માટે આવનાર સમય સામાન્ય રહેશે. ઘર ના તણાવભર્યા માહોલ થી દૂર રહેવુ નહીતર વાદ-વિવાદ નુ સર્જન થઈ શકે. કોઈ અગત્ય નો નિર્ણય લેતા પૂર્વે ઘર ના વડીલો ની સલાહ લેવી. સંતાન તરફ થિ શુભ સમાચાર મળવા ના યોગ સર્જાઈ રહ્યા છે. અધૂરા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. મિત્રવર્ગ તરફ થી સાથ-સહકાર મળશે. વ્યવસાય ક્ષેત્રે સમય સાનુકૂળ જણાશે.

વૃષભ :
આ રાશિ ના જાતકો માટે આવનાર સમય અત્યંત લાભદાયી રહેશે. વૈવાહિક જીવન સુખમયી રહેશે. પ્રેમસંબંધ માટે આવનાર સમય સારો રહેશે. મન સકારાત્મક વિચારો થી ભરપૂર રહેશે. ધાર્મિક કાર્યો તરફ મન વળશે. માતા-પિતા નો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થઈ રહેશે. ઘર નો માહોલ ખુશનુમા બની રહેશે. કાર્યો અંગે ના પૂર્વ આયોજનો તૈયાર કરી શકો. આત્મવિશ્વાસ મા વૃધ્ધિ થશે. મિત્રો નો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થઈ રહેશે.

કુંભ :
આ રાશિ ના જાતકો માટે આવનાર સમય ધન-ધાન્ય થી પરીપૂર્ણ રહેશે. ઘર ની આર્થિક સ્થિતિ પ્રબળ રહેશે. નવુ વાહન ખરીદવા નુ આયોજન કરી શકો. ભૌતિક સુખ-સુવિધાઓ મા વૃધ્ધિ થશે. સંતાનો તરફ થી તણાવ નો માહોલ સર્જાઈ શકે. વાણી પર નિયંત્રણ રાખવો નહીતર વાદ-વિવાદ નુ સર્જન થઈ શકે. સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવી.

વૃશ્ચિક :
આ રાશિ ના જાતકો માટે આવનાર સમય ફળદાયી સાબિત થઈ શકે. તમારુ સૂતેલુ ભાગ્ય ખૂલી જશે. ઘર મા અતિથિ નુ આગમન થશે. જેથી સમગ્ર પરીવાર મા ખુશીઓ નો માહોલ છવાઈ જશે. સ્વાસ્થ્ય સાનૂકુળ રહેશે. નાણા સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓ દૂર થશે. જીવનસાથી સાથે ના સંબંધો ગાઢ બનશે. કોઈ અગત્ય ના કાર્ય હેતુસર વિદેશયાત્રા ના યોગ સર્જાઈ શકે.

મકર :
આ રાશિ ના જાતકો માટે આવનાર સમય સાનૂકુળ રહેશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસ ક્ષેત્રે આવનાર સમય શ્રેષ્ઠ રહેશે. તમામ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી શકાશો. આત્મવિશ્વાસ મા વૃધ્ધિ થશે. પ્રમેસંબંધ માટે નો સમય શ્રેષ્ઠ રહેશે. સ્વાસ્થ્ય સાનૂકુળ રહેશે. ઘર નો માહોલ ખુશનુમા બનશે. આવક ના નવા સ્ત્રોતો પ્રાપ્ત થઈ રહેશે. નાણા ની લેવડ-દેવડ અંગે સાવચેતી રાખવી.

સિંહ :
આ રાશિ ના જાતકો માટે આવનાર સમય સુખ-સુવિધાઓ થી પરીપૂર્ણ રહેશે. ઘર નો માહોલ શાંતિમયી બની રહેશે. વ્યાવસાય મા આકસ્મિક ધનલાભ થવા ના યોગ સર્જાઈ રહ્યા છે. વાણી પર નિયંત્રણ રાખવુ નહીતર વાદ-વિવાદ નુ સર્જન થઈ શકે. સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવી.

કર્ક :
આ રાશિ ના જાતકો માટે આવનાર સમય વાદ-વિવાદ થી ભરેલો રહી શકે. આવનાર સમય મા ઘણીબધી તણાવજનક પરિસ્થિતિઓ નો સામનો કરવો પડી શકે. સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવી. તમારા શત્રુ તમારા મિત્રો બની જશે. કાર્યો અંગે ના પૂર્વઆયોજનો સફળ બનશે. ધનહાનિ નો સામનો કરવો પડી શકે.

ધનુ :
આ રાશિ ના જાતકો માટે આવનાર સમય વિકટજનક રહેશે. આવક ની સાપેક્ષ મા ખર્ચ મા વૃધ્ધિ થઈ શકે. તમારા શત્રુઓ કાર્ય મા અડચણરૂપ બની શકે. નાણા ની લેવડ-દેવડ કરતી વખતે સાવચેતી રાખવી નહીતર મોટાપાયે ધનહાનિ નો સામનો કરવો પડી શકે. આવનાર સમય મા ધીરજ થી કાર્ય કરવુ. સ્વાસ્થ્ય કથળી શકે.

મિથુન :
આ રાશિ ના જાતકો માટે આવનાર સમય સામાન્ય રહેશે. વિદ્યાર્થી વર્ગ અભ્યાસ ક્ષેત્રે સફળતા મેળવવા માટે અથાગ પરિશ્રમ કરવો પડશે. આ જાતકો એ અજાણ્યા લોકો સાથે સંબંધ બાંધવા મા સાવચેતી વર્તવી. આ લોકો તમારા માન-સન્માન ને હાનિ પહોચાડી શકે. કાર્યસ્થળે કાર્યભાર વધવા ના કારણે બદલાવ ના યોગ સર્જાઈ રહ્યા છે. જીવનસાથી સાથે ના સંબંધો મધુર બનશે.

તુલા :
આ રાશિ ના જાતકો માટે આવનાર સમય ફળદાયી રહેશે. વાણી પર નિયંત્રણ રાખવુ નહીતર વાદ-વિવાદ નુ સર્જન થઈ શકે. આ જાતકો ને અણધાર્યો ધનલાભ થશે. વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ માટે અત્યંત શ્રેષ્ઠ સમય જણાઈ આવે છે. તમે તમારા જીવનસાથી સાથે બહાર જવા નુ આયોજન બનાવી શકો. ઘર ના કોઈ સદસ્ય નુ સ્વાસ્થ્ય કથળી શકે. સાવચેતી રાખવી. કાર્યસ્થળે ઉચ્ચ અધિકારીઓ નો સંપૂર્ણ સહકાર મળી રહેશે.

મેષ :
આ રાશિ ના જાતકો માટે આવનાર સમય અત્યંત શુભ રહેશે. ધાર્મિક કાર્યો તરફ તમારુ મન વળશે.તમારી વાણી નિયંત્રણ મા રાખવી નહીતર વાદ-વિવાદ નુ સર્જન થઈ શકે. ખોટી ચીજવસ્તુઓ પાછળ નાણા નો વ્યય ના કરવો. કોઈ અગત્ય ના કાર્ય હેતુસર યાત્રા પર જવા ના યોગ સર્જાઈ રહ્યા છે. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે. સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવી.

Comments

comments


3,494 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + = 9