મિત્રો આજે અમે તમને જે વાત કરવા જઇ રહ્યા છીએ એ વાત સાંભળીને તમે ચોંકી જશો. આ વાત છે જામનગર જિલ્લાના એક ગામ ખંભાળિયાના રેસ્ટોરન્ટ ની. આમ તો લોકો કમાવા માટે રેસ્ટોરન્ટ ને વીક ના સાતે સાત દિવસ ચાલુ રાખતા હોય છે. એમાં પણ જો તહેવાર હોય તો આ લોકો ખાસી કમાણી કરતાં હોય છે.
પણ અમે જે રેસ્ટોરન્ટ ની વાત કરી રહ્યા છીએ તે રવિવાર તો શું બધા તહેવારોએ પણ બંધ હોય છે. આ રેસ્ટોરન્ટ નું નામ છે “મિલન” જે એક નાના ખંભાળિયા ગામ માં આવેલી છે.
જો હું મારી વાત કરું તો હું છેલ્લા 10-12 વરસ થી વર્ષમાં બે-ત્રણ વખત તો દ્વારકા જતોજ હોવ છું. અને હું જ્યારે પાછો ફરું છું ત્યારે આ મિલન માં જમવા માટે અચૂક જાઉં છું. પરંતુ મોટે ભાગે હું રવિવારના દિવસે જતો હોવાથી મિલન રેસ્ટોરન્ટ બંધ હોય છે. પણ હમણાં છેલ્લે એક ગુરુવારના દિવસે હું ત્યાં છડી બેઠોં. જેથી મને ત્યાં જમવાનો મોકો મળી ગયો. જમવાનો ખૂબ આનંદ આવ્યો. બાદમાં મે તેના એક કામ કરતાં એક કાકાને પૂછ્યું કે અહી માલિક કોણ છે ? મારે તેને મળવું છે.
આ સાંભળીને કાકા એ કઈ જવાબ ના આપ્યો. થોડી વાર બાદ એ કાકા મારી બાજુમાં આવીને બેઠા. અને મને કાકાએ કહ્યું બોલો શું કામ છે? અહી હુજ માલિક છું. મે કાકાને કીધું કે કાકા મિલન રવિવારના દિવસે અને તહેવારના દિવસે કેમ બંધ હોય છે? અને અહી રોજ કેટલા માણસો જમતા હશે ?
બાદમાં કાકાએ ઉત્તર આપતા જણાવ્યુ કે રવિવારના દિવસે અને તહેવારના દિવસે ગામ લોકો આનંદ માણતા હોય છે, અને જો આ સમયે જો હું મારા દીકરા(દીકરા એટલે ત્યાં કામ કરતાં માણસો) ને અહી કામ કરાવું તો તે મને ના ગમે. અને અહી રોજ લગભર 1000-1200 માણસો જમે છે.
કાકાએ આગળ વાત કરતાં કહ્યું કે અમારો સમય સવારે 11 થી 3 ને 30 સુધી અને સાંજે 7 થી લઈને 10 ને 30 સુધીનો છે. અહી કામ કરતાં બધા માણસો મારા દીકરા જેવાજ છે. અને જો ક્યારેક કામ માં અવ્યવસ્થા સર્જાઈ તો હું પણ કામે લાગી જાઉં છું, ભલે તે ડિશ ઉપડવાનું કામ હોય.
કાકાએ આગળ કહ્યું કે અહી કામ કરતાં માણસોને હું 350 થી માંડીને 1100 સુધીનું રોજ(એક દિવસ નો પગાર) આપું છું. અને ઉપર થી આ લોકોને બંને સમય અહી જમવાનું ફ્રી. અમે અહી કોઈ મોટા માણસો માટે ટેબલ રિસર્વ નથી રાખતા. જે આવે તેને ગમે ત્યાં બેસી જવાનું.
કાકાએ આગળ જણાવેલું કે મારે બે દીકરા છે અને બંને રાજકોટ માં રહે છે અને સુખી સંપન્ન છે. મારા દીકરા કહે છે કે બાપુજી હવે તમારી ઉમ્મર 75 ની થઈ છે આ બધુ તમારે છોડી દેવું જોઈએ.
હું મારા દીકરાને કહું છું કે બેટા જ્યારે મારો દેહ આ શરીર છોડશેને પછીજ હું આ કામ છોડીશ.
વાહ કાકા વાહ, મિત્રો આ છે સાચું માનવ કલ્યાણ.