દરેક વાલી ની તમન્ના હોય કે ,તેનો દીકરો સમાજ મા નામના પ્રાપ્ત કરે, આગળ વધે. આવા સપના જોવા નો હક્ક દરેક માતા-પિતા ને હોય છે. કારણ કે ,પોતે કરેલ કાર્ય તે કદી ભુલતા નથી અને તેણે જે વેઠ્યુ છે તે પોતેજ જાણે છે. આમ વિશ્વ ના તમામ બાળકો પોતાના વાલીઓ ની ઈચ્છા પુરી કરવા માટે સક્ષમ છે.
દરેક વખતે સફળતા પ્રાપ્ત થાય એવુ બનતુ નથી. પોતના વાલીઓએ ધારેલ પરીણામ ક્યારેક ન પણ પ્રાપ્ત કરી શકે. એવા વિચારો ન કરવાના કે હવે તે કશુ જ કરી શક્શે નહી. તમે જાણો જ છો કે કેટલા ઓછુ ભણેલ વ્યક્તિ અત્યારે ક્યા સુધી પહોચી ગયા છે. વાત કરીએ મુંબઈ ના એક નાના છોકરા ની કે જે બહુ ભણ્યો તો નહી છતા તેના વાલી ને તેના પર ગર્વ અનુભવે છે.
કરોડપતિ બન્યો માત્ર ધોરણ આઠ નાપાસ થનાર છોકરો:
વાત કરીએ એવા છોકરા ની કે જે કરોડપતિ છે પણ ધોરણ આઠ નાપાસ છે.આ છોકરા નુ નામ ત્રિશનિત અરોરા છે. હાલ ના સમય મા આ છોકરા ની ક્લાયન્ટ ઘણી બધી મોટી કંપનીઓ છે. અભ્યાસ મા તે એટલો બધો સારો દેખાવ ન કરી શક્યો પણ ૨૩વર્ષ ની નાની વયે તેણે પોતાનુ સ્થાન બનાવી લીધુ હતુ.
મંબઈ મા રહેનાર આ છોકરા નુ નાનપણ થી જ અભ્યાસ મા ધ્યાન ન હતુ. જેના કારણે તેના કુટુંબ ને તેની ચિંતા હતી. પરંતુ આ ત્રિશનીત અરોરા એક ઈથિકલ હેકર છે અને કમાયેલ પૈસા માથી પોતાની કંપની બનાવી છે. તેની કંપની નુ નામ ટેક સિક્યોરીટી રાખેલ છે. આજ ના સમય મા તે ભારતભર મા ખુબ જ પ્રસરી ચૂકી છે.
રિલાયન્સ કંપની ના મુકેશ અંબાણી પણ આજે તેના કલાયન્ટ છે. તદઉપરાંત આ કંપની મોટા સરકારી અધિકારીઓ ની ઓફિસો માટે પણ કાર્ય કરે છે. ત્રિશનીત આજે સાયબર સિક્યુરિટી આપવાનું કામ કરતી કંપની ને લઇ મોટૉ વેપારી બની ગયો છે. તેનુ પુસ્તક , “ હેકિંગ ટોક વીથ ત્રિશનીત અરોરા” તૈયાર કરેલ છે.
સુરક્ષા ની સેવા પુરી પાડે છે રીલાયન્સ કંપની ને:
ત્રિશનીત નુ અભ્યાસ મા મન ન હતુ પણ કોમ્પ્યુટર મા તે ખુબ જ પારંગત હતો. એવું માની શકાય કે તે વ્યક્તિ માત્ર કોમ્પ્યુટર માટે જ બન્યો હતો. બાળપણ મા તે તેના પિતા નું કોમ્પ્યુટર લઇને બેસતો. જેના થી તેના પિતા દરરોજ નવા-નવા પાસવર્ડ લગાવતા ,પણ ત્રિશનીત દરરોજ તે પાસવર્ડ તોડી નાખતો. બાદ મા તેના પિતા ને એવો વિચાર આવ્યો કે ,આણે કારકિર્દી કોમ્પ્યુટર માં જ બનાવવાની છે. માટે તેના પિતાએ તેને એક નવું પીસી ખરીદી આપ્યું.
આમ અત્યારે રિલાયન્સ કંપની ને સેવા પુરી પાડતી સિક્યુરિટી સિસ્ટમ નો તે રાજા છે. ત્રિશનીત અરોરા કહે છે કે તમને જે કાર્ય કરવા મા રસ-રૂચી ધરાવો છો તે કાર્ય મા ભલે ગમે એવી મુશીબત આવે છતા પણ અડગ રહેજો ,બાદ મા તમને સફળતા અવશ્ય મળશે.