ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસુ, પણ ખેડૂતો માટે છે માઠા સમાચાર, જાણો વિગતવાર

મિત્રો હાલ ઉનાળો અંત ઉપર આવી રહ્યો છે, આ ઉનાળામાં પીવાના પાણીની ખૂબ મોટી તંગી સર્જાઈ હતી. જેના કારણે લોકોને ખૂબ મોટી તકલીફો વેઠવી પડી હતી. ગયા ચોમાસામાં ભરાયેલા ડેમો અને નદીઓમાં પણ પાણી તળિયા સુધી આવી ગયું છે, ક્યારે હવે દરેક લોકો આવનારા ચોમાસા નો ઇંતજાર કરી રહ્યા છે. જો આ વર્ષે વરસાદ સારો થશે તો પાણીની તંગીમાંથી ઉપર આવી શકાય છે.

લોકો ગ્રહો અને નક્ષત્રો, વનસ્પતિ ના લક્ષણો, આબોહવા અને વાતાવરણનું પ્રેશર જોઈને આવનારા વરસાદ ની આગાહી લગાવતા હોય છે. તમે જાણીને દુઃખ થશે પરંતુ આ વર્ષે ગુજરાતમાં પણ ચોમાસું ખૂબ નબળું રહેવાનું છે. ગુજરાતી અંદર ચોમાસાની શરૂઆત 15 જૂનથી નહીં પણ 20 જુલાઇથી થશે, એટલે કેમ હજી આપણે લગભગ 40 દિવસ પાણી વગર કાઢવાના રહેશે ત્યારબાદ ચોમાસાનું એટલે કે વરસાદનું આગમન થશે.

૧૫મી જુલાઇથી ગુજરાતમાં મધ્યમસર ૧૫મી જુલાઇથી થશે
તમને જણાવી દઈએ કે આ વર્ષ દરમિયાન વરસાદ ના વરસાદના ગર્ભ,હુતાસણીનો પવન, અખાત્રીજનો પવન ના આધારે એમ કહી શકાય કે ચોમાસું જૂન મહિનામાં નહીં પરંતુ જુલાઈ મહિનામાં ચાલુ થશે. એટલે કે ચોમાસુ આવતા ખૂબ લાંબો સમય નીકળી જશે. હાલમાં મળતી માહિતી અનુસાર પહેલો મધ્યમ સર વરસાદ ૧૫ મી જુલાઇ આજુબાજુ થશે. ત્યારબાદ 15મી સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખૂબ સારો વરસાદ થવાની શક્યતાઓ છે. એટલે કે ગુજરાતની અંદર છ થી આઠ આની વરસાદ થશે.

જેઠ-અમાસમાં ચોમાસુ નબળુ થવાના એંધાણ
તો આ વર્ષના ચોમાસાની વાત કરવામાં આવે તો ભારતમાં અલગ-અલગ ભાગોમાં ચોમાસું અલગ-અલગ રહેશે. એટલે કે અમુક જગ્યાએ અલ્પવૃષ્ટિ-ખંડવૃષ્ટિ જયારે અમુક ભાગમાં મધ્યમ વરસાદ વરસશે. ખાસ કરીને કચ્છ પ્રદેશમાં આ વર્ષે સારો વરસાદ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ના એરિયાવાઈઝ પ્રમાણ માં મધ્યમ વરસાદ થશે. આ વર્ષે જેઠ- અમાસ મા ચોમાસું નબળું રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. પરંતુ ભાદરવા માસથી વરસાદ મન મૂકીને વરસશે.

ગુજરાતમાં માત્ર ૪૦-૫૦ ટકા વરસાદ થવાના એંધાણ છે
મિત્રો તમને જાણીને દુઃખ થશે અને ખાસ કરીને ખેડૂત મિત્રો માટે માઠા સમાચાર એ છે કે આ વર્ષે વરસાદ માત્ર ૪૦ થી ૫૦ ટકા થશે. સૂર્ય-મંગળની યુતિના અંગારક યોગ ના કારણે વરસાદની ખુબ ખેંચ સર્જાઈ રહી છે. તમને જણાવી દઇએ કે વીસમી ઓક્ટોબરના રોજ વરસાદ ગુજરાત રાજ્ય માંથી વિદાય લેશે. ત્યારબાદ કોઈ પ્રકારનો વરસાદ થવાની સંભાવના નથી.

Comments

comments


4,274 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 72