એક યુટ્યુબ સ્ટાર, એક મોટિવેશનલ સ્પીકર, એક અનુભવી કેબ ડ્રાઈવર… એક જ વ્યક્તિની આટલી બધી ઓળખ. મળી ગોલ્ડી સિંહને, જેઓ સાત લોકોના પરિવારમાં એકમાત્ર કમાણી કરનાર વ્યક્તિ છે. દિલ્હીમાં કેબ ચલાવીને તેઓ રોજીરોટી કમાવવા લાગ્યા, ત્યારથી જ ગોલ્ડી સિંહ ફેમસ થવા લાગ્યા. તેમણે ‘Ola Uberમાં અસલી કમાણી’ વિશે એક વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં કેબથી થતી કમાણીનો અનુભવ તેમણે શેર કર્યો હતો.
જ્યારે આ વીડિયોના અનેક લોકોએ વખાણ કર્યા તો તેમના ભાઈએ તેમને પોતાના વીડિયો બનાવવાની સલાહ આપી હતી. આજે ગોલ્ડી સિંહ માત્ર એક કેબ ચાલક જ નહિ, પરંતુ પોતાના વીડિયોઝને કારણે એક મોટિવેશનલ સ્પીકર પણ બની ચૂક્યા છે. તેઓ વીડિયોમાં પોતાના વ્યસ્ત જીવન વિશે વાતો કરે છે. આ ઉપરાંત વજન ઘટાડવાનો ઉપાય, Ola Uberની બદલાતી પોલિસીઓ, દિલ્હીના સ્ટ્રીટ ફૂડના રિવ્યૂ વગેરે જેવી અનેક માહિતીઓ આપે છે. તેમની YouTube પર બીજું પણ અનેક ઘણું જોવા મળે છે.
આ મજેદાર વીડિયો ઉપરાંત ગોલ્ડી સિંહ પોતાના કેબમાં બેસનારા કસ્ટમર્સને ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ, ચિપ્સ અને જ્યુસ પણ ઓફર કરે છે. તેઓ દસવંદની શીખ પરંપરામાં માને છે, જેમાં તમારે તમારી કમાણીનો દસમો હિસ્સો સમાજ સુધાર માટે ખર્ચ કરવાનું કહેવામાં આવ્યું છે.
https://www.youtube.com/watch?v=6AgOx7czhts
એક રિપોર્ટ અનુસાર, ગોલ્ડી સિંહ કેબ ચલાવતા પહેલા એન્જિનિયર હતા. પરંતુ એક દુર્ઘટનામાં તેમની ગંભીર ઈજા પહોંચી હતી. તેના બાદ તેમને આ કામ કરવું પડ્યું હતું. એટલુ જ નહિ, તેમને એક જૂની કેબ ખરીદવા માટે તેમની માતા પાસેથી આર્થિક મદદ લેવી પડી હતી. તેના બાદ તેમણે આ કામ શરૂ કર્યું હતું.
દિલ્હીના પંજાબી બાગમાં રહેતા સંત સિંહને બધા પ્રેમથી ગોલ્ડી સિંહ કહે છે. તેમની ગાડીને સીટની આગળ એક ચેતવણી લાગે છે. જેમાં લખ્યું છે કે, જુઓ ભાઈ, ગીતો વાગશે, સ્પીડ રહેશે 50ની, પ્લીઝ ડોન્ટ માઈન્ડ, ફીલ કુલ એન્ડ બી હેપ્પી. ગોલ્ડી સિંહની યુટ્યુબ ચેનલ પર હવે 18 હજાર જેટલા સબ્સક્રાઈબર્સ થઈ ચૂક્યા છે.
ગોલ્ડીએ કહ્યું કે, જ્યારે કોઈ કસ્ટમર મારી કેબમાં બેસે છે, તો સૌથી પહેલા જેમ ઘરમાં મહેમાન આવે છે, તેમ હું તેમને પાણી પૂછું છું. તેના બાદ હું તેમને બાકીની વસ્તુઓ ઓફર કરું છું. લોકોને મારું આ કામ બહુ જ અલગ લાગે છે. આવી કેબ બહુ જ ઓછા લોકો ચલાવતા હશે. લોકો મારા વખાણ કરે છે, અને સેલ્ફી પણ લે છે. તેનાથી મને વધુ કામ કરવાનું પ્રોત્સાહન મળે છે. મારો હેતુ બધાને ખુશ રાખવાનો છે. નાનકડી જિંદગીમાં જો કોઈ મોટા કામ ન કર્યા, તો બધું જ બેકાર છે.
લેખન સંકલન : અશ્વિની ઠક્કર
તો તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો.