૮૦૦૦માંથી એકપણ વિદ્યાર્થી થઇ ન શક્યો પાસ, પાસીંગ માર્ક્સ પણ ન આવ્યા…

હાલમાં લોકો ગવર્મેન્ટ જોબની તૈયારીઓ ખૂબ જ જોરશોરથી કરી રહ્યા છે અને મોટા ભાગની દરેક જગ્યાએ ગવર્મેન્ટ જોબના ક્લાસ પણ ખુલી ગયા છે. GPSC, UPSC, IAS, CLASS1, CLASS2, CLASS3 ઓફિસરથી માંડીને નાનામાં નાની ગવર્મેન્ટ એકઝામ માટે હજારો લાખો એપ્લીકેશન કરવામાં આવે છે.

આજે અમે એવી જ એક વાત લાવ્યા છીએ ગોવાની જેમાં ગવર્મેન્ટ જોબની કેટલીક ભરતીઓ બહાર પાડી હતી.
ગોવા ગવર્મેન્ટે થોડા દિવસો પહેલા ૮૦ એકાઉન્ટન્ટની ભરતી બહારપાડી હતી જેમાં કોઈ પણ ફિલ્ડમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થી એપ્લાય કરી શકે. આઆટલું જ નહિ, પાસ થનારા વિદ્યાર્થીઓ માટે મૌખિક ઈન્ટરવ્યું પણ ગોઠવવાનો હતો.
સીનીયર ઓફિસરે કહ્યું પણ હતું કે આ પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીઓએ૧૦૦માંથી ૫૦ માર્ક લાવવાના રહેશે. કુલ મળીને ૮૦૦૦ જેટલા

વિદ્યાર્થીઓએ આ પોસ્ટ માટે એપ્લાય કર્યું હતું.

૫ કલાકની આ પરીક્ષા અંગેજીમાં લેવાઈ હતી જેમાં જનરલ નોલેજ અને એકાઉન્ટને લગતા સવાલ પૂછવાના હતા એવી ઓફિસિયલ જાહેરાત પણ થઈ હતી.

પરંતુ ગોવાના એકાઉન્ટ ડિરેક્ટરએ રિઝલ્ટદ રમિયાન એવું કહ્યું કે ૮૦૦૦માંથી એક પણ વિદ્યાર્થીએ ઉત્તીર્ણ થવા માટે ઓછામાં ઓછા માર્ક એટલે કે ૧૦૦માંથી ૫૦ માર્ક પણલાવી નથી શક્યા.

૮૦૦૦માંથી એક પણ વિદ્યાર્થી મૌખિક ઈન્ટરવ્યું સુધી પહોચી શક્યો નહિ અને ૮૦ એ ૮૦ એકાઉન્ટન્ટની જગ્યા ખાલી પડી રહી.
ગોવાની આમ આદમી કમિટીના સેક્રેટરી પ્રદીપ પદગોન્કારે આ બાબતે કહ્યું હતું કે પુરા ૮૦૦૦ વિદ્યાર્થીઓની નિષ્ફળતાએ ગોવાની એજ્યુકેશન સીસ્ટમ ઉપર એક મોટો સવાલ ઊભો કરી દીધો છે. તેમણે પાછળથી એવું પણ ઉમર્યું કે ગોવાની યુનિવર્સીટી અને કોમર્સ કોલેજો માટે આ ખૂબ જ શરમજનક ઘટના કહી શકાય.

લેખન સંકલન : યશ મોદી

દરરોજ આવી અનેક અવનવી અને રસપ્રદ માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

Comments

comments


4,526 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 13