ઘઉંની ડબલ ચોકલેટ બ્રાઉની – ખૂબ જ સ્વાદિષ્ટ અને ડબલ ચોકલેટી બ્રાઉની વેનીલા આઈસ ક્રીમ સાથે પીરસો અને જોવો બાળકો કેવા ખુશ ખુશ.

ઘઉં ના લોટ માંથી બનતી આ બ્રાઉની , ખૂબ જ સ્વાદિષ્ટ અને ડબલ ચોકલેટી છે. અંડા વગર ની આ બ્રાઉની વેનીલા આઈસ ક્રીમ સાથે પીરસો અને જોવો બાળકો કેવા ખુશ ખુશ.

બ્રાઉની અને કેક માં શુ ફરક હોય ??? કેક એકદમ સોફ્ટ અને ભીનાશ વાળી હોય જ્યારે બ્રાઉની કેક કરતા સહેજ કડક (ઓછી ફુલેલી)અને સહેજ ચીકણી હોય… બ્રાઉની ખાવાની મજા આઈસ ક્રીમ વધારે આવે.

સામગ્રી :
• 1/2 વાડકો ઘઉં નો લોટ,
• 1 મોટી ચમચી કોર્નફ્લોર,
• 1 નાની ચમચી બેકિંગ પાવડર,
• 1/4 વાડકો કોકો પાવડર,
• 2/3 (પોણો) વાડકો ખાંડ નો ભૂકો,
• 1 ચમચી વેનીલા એસેન્સ,
• 2 મોટી ચમચી દહીં,
• 50 ગ્રામ બટર ( અમુલ , salted),
• બદામ અને અખરોટ સમારેલા,
• 1/4 વાડકો ચોકોલેટ ચિપ્સ,
• થોડી સફેદ ચોકોલેટ ચિપ્સ,

રીત :

સૌ પ્રથમ કુકર ને ધીમી આંચ પર ગરમ કરવા મૂકી દો. કુકર માં આપ ચાહો તો મીઠું પાથરી શકો છો. કુકર હંમેશા જાડા તળિયા વાળું એલ્યુમિનયમ નું જ લેવુ જેથી તાપમાન જળવાય રહે..

એક બાઉલ માં ઘઉં નો લોટ , કોર્નફ્લોર અને બેકિંગ પાવડર ચાળી લો. લોટ ને હંમેશા ચાળી ને જ બેકિંગ માટે વાપરવો.

એક નાની તપેલી માં થોડું પાણી ગરમ મુકો. એના ઉપર એક બાઉલ માં બટર ગરમ કરો. ધ્યાન રહે બાઉલ ને ગરમ પાણી અડવું ના જોઈએ. બટર ને હલાવતા રહેવું..

ગરમ થઇ જાય એટલે એમા કોકો પાવડર અને ખાંડ નો ભુકો ઉમેરો. મેં અહીં બ્રાઉન સુગર લીધી છે , આપ સફેદ ખાંડ નો ભૂકો વાપરી શકો. બ્રાઉન સુગર વધુ હેલ્ધી છે.

સરસ રીતે મિક્સ કરો. આપ જોશો તો આ મિશ્રણ દાણાદાર દેખાશે. પણ જેમ જેમ બધી સામગ્રી મિક્સ થશે આ એકદમ સ્મૂધ થઈ જશે.. ગેસ પર થી ઉતારી લો. 2 મીનિટ માટે ઠરવા દો. હવે એમાં દહીં ઉમેરો. સરસ રીતે ફેંટો .

તૈયાર કરેલા મિશ્રણ ને લોટ સાથે મિક્સ કરો. હળવા હાથે મિક્સ કરવું , બહુ ફેટવું નહીં.

હવે એમાં ચોકલેટ ચિપ્સ , બદામ અને અખરોટ ના કટકા ઉમેરો. આ ત્રણેય વસ્તુઓ ને પેહલા 1 ચમચી લોટ માં મિક્સ કરવા.. આમ કરવા થી બધું નીચે બેસી નઇ જાય.

 

ગ્રીસ કરેલા કેક ના વાસણ માં આ બેટર ઉમેરો. પ્લેટફોર્મ પર 2 થી 3 વાર થાપકારવું,જેથી હવા ના પરપોટા નીકળી જાય. ઉપર થી ફરી થોડા બદામ , અખરોટ ના કટકા અને ચોકલેટ ચિપ્સ ઉમેરો. મેં અહીં સફેદ ચોકલેટ ચિપ્સ પણ ઉમેરી છે.

 

કેક વાસણ ને કુકર માં મૂકી ઢાંકી દો. સીટી કાઢી લેવાની છે. 25 મિનિટ સુધી થવા દો. જેમને ઓવન માં કરવાની ઈચ્છા હોય એમણે 180C પર 23 થી 25 મિનિટ માટે બેક કરવું.

થઈ જાય એટલે બહાર કાઢી થોડી ઠંડી પડે પછીકેક ના વાસણ માંથી કાઢવી.. બસ તૈયાર છે બ્રાઉની… આઈસ ક્રીમ સાથે પીરસો અને enjoy.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

Comments

comments


5,592 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 8 =