ઘર માં માખી, મચ્છર, ઉંદર અને ગરોળી થી લોકો ખુબ જ હેરાન પરેશાન રહેતા હોય છે. ઘણા બધા ઉપાયો પછી પણ તેને બહાર નથી કાઢી શકાતા. આજે અમે તમને અમુક ટીપ્સ વિષે જણાવીશું જેના દ્વારા બધા કીડા મકોડા ઘર ની બહાર ભાગી જશે. આ બધા કીડા મકોડા ને લીધે બહુ બધી મુશ્કેલીઓ નો સામનો આપણે કરવો પડી શકે છે. તેની બહાર અમુક દવાઓ પણ મળે છે પણ તેના લીધે બીજા ઇન્ફેકશન લાગી જાય છે. બાળકો ને પણ તેના લીધે બહુ મુશ્કેલી થાય છે. એમની હેલ્થ માટે આ બધી કીડાનાસક દવાઓ સારી નથી હોતી. આ કારણે આજે અમે તમને ઘરેલું ટીપ્સ આપીશું. આ સાથે બીજી અમુક ઉપયોગી ટીપ્સ વિષે પણ જણાવીશું.
કીડીઓ જો બહુ પરેશાન કરતી હોય અને રસોડા માં રહેલા ખાવાના સમાન માં જતી હોય તો તેના માટે તમારે કાકડી ના અંક કટકા કરી અને રાખી દેવા થોડી વાર માં જ કીડીઓ ભાગી જશે. ઉંદર થી બચવા માટે જે જગ્યા એ થી ઉંદર આવતા હોય તે જગ્યા એ મરી ના દાણા રાખી દો. ઉંદર ભાગી જશે.
ઘણી વાર બાળકો ચીગમ ખાતા હોય છે અને તે પછી કપડા માં ચોટી જાય છે. તેના લીધે કપડા બગડી જાય છે. જેણે કાઢવું અધરું પડી જાય છે. તેને કાઢવા માટે તમારે કપડા ને એક કલાક ફ્રીઝર માં રાખી દેવું. આવું કરવાથી ચીગમ સરળતા થી નીકળી જશે. લીંબુ માંથી વધુ રસ કાઢવા માટે તેને થોડી વાર માટે ગરમ પાણીમાં રાખો અને પછી તેમાંથી રસ કાઢો. બાફેલા બટેટા ની છાલ ઉતારવા માટે તેને પહેલા ઠંડા પાણી માં નાખો અને પછી છાલ ઉતારો ફટાફટ ઉતરી જશે.
આ શિવાય ચીગમ ખાઈ અને ડુંગળી ને સુધારવા થી આંખ માં પાણી નહિ આવે. પીળા દાત ને હટાવવા માટે ઈનો અને લીંબુ મિક્ષ કરી ને દાત માં ઘસો તમારા દાત સરસ સફેદ થઇ જશે અને ચમકી જશે. કોબી નું શાક કરતા સમયે તેના ઉપર એક બ્રેડ રાખી લો. આવું કરવાથી શાક માં કોબી નું સ્મેલ નહિ આવે.