ઘરેજ બનાવો બરોડાનું પ્રખ્યાત મહાકાલીનું સેવ ઉસળ, જાણો શું છે રેસીપી

વરસાદી સિઝન ચાલું થતાજ તીખું અને ચટપટું ખાવાની મજા થતી હોય છે. જોકે આ સિઝનમાં બહારનું ખાવું શરીર માટે સારું નથી. એટલે આવી ચટપટી ડિશ ઘરે જ બનાવવી વધુ યોગ્ય બને છે. વડોદરા સિટી ના મહાકાળીના સેવ ઉસળનું નામ પડતાં જ ભલભલાના મોંમાં પાણી આવી જાય બારોબર ને ? તો થઈ જાઉં તૈયાર આજે અમે તમારા માટે લાવ્યા છીએ આવું જ સેવ ઉસળ ઘરે બનાવવાની રેસિપિ. તો બનાવી આપો ઘરબેઠા અને તમે પણ કરો એન્જોય.

સામગ્રી:

– ૨૫૦ ગ્રામ કઠોળના વટાણા

– 3 જીણી સમારેલી ડુંગળી

– ૧ ટીસ્પૂન ધાણાજીરું

– ૨ ટીસ્પૂન લાલ મરચું

– ૧ ટીસ્પૂન ગરમ મસાલો

– ૨ ટી સ્પૂન ક્રશ કરેલ લીલાં મરચાં

– 3 ટી સ્પૂન આદુ-લસણની પેસ્ટ

– ૨ ટામેટાની પૂરી

– અડધી ટી સ્પૂન હળદર

તરવાની સામગ્રી ની યાદી.

૨૫ લસણની કળી

૫ લીલાં મરચાં

અડધો ઈંચ આદુ

સ્વાદ અનુસાર મીઠું નાખવું

૨ ટીસ્પૂન લાલ મરચું

વઘાર માટે તેલ પણ

સર્વ માટે ની સામગ્રી

ઝીણી સમારેલી લીલી ડુંગળી

સેવ તથા પાઉં

લીંબુ

બનવાની રીત

પકડાઇમાં વઘાર માટે તેલ ગરમ કરવા મૂકો અને તેલ ગરમ થઈ જાય એટલે ૩ ઝીણી સમારેલી ડુંગળી અંદર નાખો. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ગરમ કરો. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે બે ટી સ્પૂન ક્રશ કરેલ લીલાં મરચાં, ત્રણ ટી સ્પૂન આદુ-લસણની પેસ્ટ અને ૨ ટામેટાની પૂરી નાખી બરાબર મિક્સ કરો

ત્યારબાદ તેમાં અડધી ટી સ્પૂન હળદર,૧ ટીસ્પૂન ધાણાજીરું, બે ટીસ્પૂન લાલ મરચું અને એક ટીસ્પૂન ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ૨૫૦ ગ્રામ વટાણા બાફીને નાખો. ત્યાર બાદ સ્વાદ અનુસાર થોડું મીઠું નાખી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં જરૂરિયાત મુજબ પાણી નાખી સેવ ઉસળ ૫ મિનિટ ઉકળવો.

લસણની તરી બનાવવામાટે ની રીત જાણો.

હવે લસણ ની તરી બનાવવા માટે મિક્સરના જારમાં ૨૫-૩૦ લસણની કળી ૫ લીલાં મરચાં, અડધો ઈંચ આદુ અને સ્વાદ અનુસાર મીઠું લઈ લો તેની પેસ્ટ બનાવી લો. અને હવે પછી એક વઘારીયામાં થોડું તેલ ગરમ કરવા મૂકો. સમય જતાં તેલ ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં ૨ ટીસ્પૂન લાલ મરચું નાખો તેને બનાવેલી પેસ્ટમાં નાખો અને હલાવી દો જેથી મિક્સ થઈ જાઈ.

સર્વ માટે ની રીત

હવે તૈયાર કરેલ ઉસળમાં સ્વાદાનુસાર લસણની તરી, થોડી સેવ, લીલી કોથમીર, ઝીણી સમારેલી અને ઝીણી સમારેલી લીલી ડુંગળી નાખી ત્યારબાદ પાવ, ડુંગળી અને લીંબુ સાથે સર્વ કરો અને મજા લો.

Comments

comments


3,554 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × = 45