ઓછી મહેનતે અને વગર કોઈને આજીજી કરે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવું છે, કરો આ પ્રમાણે અરજી…

ગાડી કે બાઈક ચલાવવા માટે લોકો પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ (DL) હોવું બહુ જ જરૂરી છે. તેના વગર ડ્રાઈવિંગ કરવું કાયદાકીય રીતે અપરાધ માનવામાં આવે છે. એટલું જ નહિ, ફાઈન અને પેનલ્ટી પણ આપવી પડે છે. પહેલા ડ્રાઈવિંગ લાઈસન્સ બાવવા માટે અનેક સરકારી ઓફિસોના ચક્કર કાપવા પડતા હતા. પરંતુ હવે ઓનલાઈન સર્વિસિસમાં ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવાનું કામ બહુ જ સરળ કરી દીધું છે. આજે અમે તમને ઓનલાઈન ડ્રાઈવિંગ લાઈસન્સ એપ્લાય કરવાની માહિતી આપીશું. ઓનલાઈન ડ્રાઈવિંગ લાઈસન્સ માટે કેવી રીતે અપ્લાય કરશો.

લર્નિંગ લાઈસન્સ૧

– આ માટે તમારે ઓનલાઈન સરથી પોર્ટલ પર લોગ ઈન કરવાનું રહેશે. તે રોડ, રસ્તા અને હાઈવે મંત્રાલયની વેબસાઈટ છે.

– તેના બાદ Apply online પર ક્લિક કરો. એક ડ્રોપ ડાઉન મેન્યુ આપવામાં આવ્યું હશે, તેમાં New learners license પર ક્લિક કરો.

– હવે એક નવું પેજ ઓપન થશે. અહીં તમારા અંગત માહિતી, ઘરનું સરનામુ અને અન્ય માહિતી ભરવાની રહેશે.

– તમામ જરૂરી માહિતી ભર્યા બાદ તમારે અહીં માંગવામાં આવેલ તમામ દસ્તાવેજોની સ્કેન્ડ કોપી અપલોડ કરવાની રહેશે. ઉદાહરણ તરીકે, જન્મ દાખલો, ઘરના સરનામાનું પ્રમાણ પત્ર વગેરે.૨

– તેના બાદ તમારે તમારો ફોટો અને સિગ્નેચરની સ્કેન્ડ કોપી અપલોડ કરવાની રહેશે.

– હવે તમારે learners license ટેસ્ટ માટે સ્લોટ-બુકિંગ કરવાનું રહેશે.

– હવે તમારે ફી પેમેન્ટ કરવાની રહેશે. તેના બાદ તમારે learners licenseનો ટેસ્ટ ક્લિયર કરવાનો રહેશે. આવું કર્યા બાદ તમારે learners license મળી જશે.

 

પરમનન્ટ લાયસન્સ

learners license મળી ગયા બાદ તમારે પરમનન્ટ ડ્રાઈવિંગ લાઈસન્સ માટે એપ્લાય કરવાનું રહેશે. learners license મળ્યાના 30 દિવસ બાદ અને 180 દિવસ પહેલા તમારે પરમનન્ટ લાઈસન્સ માટે એપ્લાય કરવાનું રહેશે.

 

– જે રીતે તમે learners license માટે અપ્લાય કર્યું હતું, ત્યારે હવે આ માટે પણ રીત એવી જ છે.

– સારથી પોર્ટલ પર લોગ ઈન કરીને તમારે Apply online પર ક્લિક કરવાનું રહેશે. તેના બાદ New driving license પર ક્લિક કરો.

– હવે તમારે learners licenseનો નંબર અને ડેથ ઓફ બર્થ એન્ટર કરવાની રહેશે.

– તેના બાદ તમારે ડ્રાઈવિંગ ટેસ્ટનો સ્લોટ બુક કરીને ફી પેમેન્ટ કરવાની રહેશે.

– હવે તમારે પરમનન્ટ ડ્રાઈવિંગ લાઈસન્સના ટેસ્ટ માટે જવાનું રહેશે. જો આરટીઓ ઓફિસ તમારી આસપાસ હોય તો તમને પરમનન્ટ લાયન્સ ટેસ્ટ દ્વારા મળી જશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

તમારા બીજા મિત્રો સુધી પણ આ માહિતી આપો, શેર કરીને મદદરૂપ થાવ.

Comments

comments


3,955 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 1 = 7