ઘરમા ઉભરાતી કીડીઓથી મેળવો છુટકારો આ ઘરઘથ્થુ ઉપાયોથી

અત્યારે ઉનાળામા ખુબ ગરમી શરૂ થઇ ગઇ છે અને માટે જ આપણને જોવા મળતી કીડીઓ ગરમીના લીધે દરમાંથી બહાર આવે છે. અને એવામા તમે ઘરમા કે પછી ઓફિસમા કીડી આવવાથી ખૂબ હેરાન થાવ છો માટે તમે અહી પ્રકારના નુસકા કરો છો પણ જે ખાસ કઈ કામ અપતા નથી અને નાકામ સાબિત થાય છે. માટે જો તમે ગરમીમા કીડીના આતંકથી હેરાન રહો છો તો આ નુસખા તમારે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. તો ચાલો આવો જોઇએ કે કેટલાક એવા નુસખા જેનાથી કીડીઓથી છૂટકારો મળી શકે છે.

અહી તમને ચોક સારો ઉપાય સાબિત થાય સકે છે

બોર્ડ માં લખવામાં વપરાતી ચોકમા કેલ્શ્યિમ કાર્બોનેટ હોય છે. અને જેનાથી કીડીઓ તેની આસપાસ આવશે પણ નહી. અને જ્યાથી પણ કીડીઓ આવે છે બસ ત્યાં ચોકનો ભૂકો છાંટી દો. માટે તરત જ તેની અસર જોવા મળશે.

અહી તમે કાળામરી પાઉડર નો પણ ઉપયોગ કરી શકો છો

તમારી જન મુજબ કીડીઓ કાળામરી પાઉડરથી ખૂબ દૂર ભાગે છે. કારણકે તેનાથી જ્યા પણ કીડીઓ જોવા મળે ત્યા તમે કાળામરી પાઉડર છાટી દો. બસ આમ કરવાથી કીડીઓ તરત જ ભાગી જશે.

અહી વધારે માં તમે લીંબુ પણ વાપરી શકો

કીડીઓ ભગાડવા માટે લીંબુની દુર્ગંધથી કીડીઓ દૂર ભાગે છે. માટે જ્યાં પણ કીડીઓ જોવા મળે ત્યા લીંબુનો રસ કે છાલ મૂકી દો. બસ આ સિવાય તમે પોતુ કરતા સમયે લીંબુનો રસ પણ સાથે નાખી શકો છો જેથી કીડીઓ આવશે નહીં.

મીઠું પણ કીડી ભગાડવામા સારું સાબિત થાય સકે છે

અહી વધારે મા મીઠાથી પણ કીડીઓ દૂર ભાગે છે. માટે ઘરના જે ખૂણામાં કીડીઓનો વધારે દેખાય છે ત્યા થોડૂક મીઠુ છાટી દો. અને પછી જુઓ કીડીઓ ગાયબ થઇ જશે.

વિનેગર પણ લય શકાય કીડી ભગાડવામા

જો તમે કીડીઓથી વધારે પરેશાન છો તો સફેદ વિનેગર તમને કામ આવી શકે છે. એને માત્ર એક બોટલમા પાણી અને વિનેગર મિક્સ કરી તે જગ્યા પર છાટી દેવાથી કીડીઓ દૂર ભાગશે અને આમ કરવાથી તમને ઘણી રાહત જોવા મળશે.

લવિંગ પણ ખુબ ઉપયોગી સાબિત થાય શકે છે

બસ વધારે કઈ નહિ પણ જ્યા પણ કીડીઓ જોવા મળે છે ત્યા તમે લવિંગની સાથે તજ મૂકી દો. બસ તેની સુગંધથી કીડીઓ દૂર ભાગી જશે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

બીજા લેખ વાંચવા માટે નીચે click કરો….

Comments

comments


3,373 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 − 2 =