આ રેસિપી મને મારી ફ્રેન્ડે શીખવાડી છે તેને તેના બાએ શીખવાડી છે…. એમ જોઈએ તો આ રેસિપી ઓથએન્ટિક રેસિપી છે… જ્યારે કોથમીર બજારમાંથી લાવીને તેને વીણવા અથવા સાફ કરવા બેસીએ ત્યારે 60 ટકા સ્ત્રીઓ કોથમીરના પાંદડા લઇ તેના દાંડલા જવા દેતી હોઈ છે… પણ સાયન્સની નજરે જોઈએ તો તેની દાંડલીમાં જ વધારે ન્યુટ્રીશયન હોય છે…તો ચાલો રેસિપી સ્ટેપ બાય સ્ટેપ અને વીડિઓ જોઈ શીખી લઈએ…
લસણ કોથમીરની ચટણી બનાવવા માટે જોઈતી સામગ્રી:
- કોથમીરની દાંડલી
- કોથમીર
- લીલા મરચા
- લસણ
- ખાંડ
- મીઠુ
- તેલ
લસણ કોથમીરની ચટણી બનાવવાની રીત:
સૌપ્રથમ કોથમીરની દાંડીનાં ઝીણા કટકા કરી લેવા તમે કાતર નો ઉપયોગ કરી શકો છો.
પછી તેમાં લસણ ઉમેરવું, ત્યાર બાદ કોથમીર ઉમેરવી,ત્યાર બાદ લીલા મરચા લેવાઅને દસ્તા વડે ખાંડવું.
તમે પથ્થરનો ખલ આવે છે તે પણ વાપરી શકો છો
ત્યારબાદ તેમાં મીઠુ ઉમેરવુંપછી ફરીથી દસ્તા વડે ખાંડવું. આવી રીતે જેટલું બને એટલું ઝીણું ખાંડવું.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવું, ગરમ થઇ જાય ત્યાર બાદ તેમાં તૈયાર કરેલ પેસ્ટ લેવી. ત્યાર બાદ ખાંડ ઉમેરવી અનેબરાબર મિક્સ કરી લેવું.
ચટણી ને તેલ મા 2 મિનીટ સાંતળવાની છે, એક મિનીટ થાય એટ્લે કોથમીર ઉમેરીને મિક્સ કરી લેવું, અને બાકી રહેલી એક મિનીટ સાંતળીગેસ બંધ કરી દેવો.
તૈયાર છે મસ્ત ટેસ્ટફુલ લસણ કોથમીરની ચટણી.
નોંધ :
તમે કોઈ પણ સામગ્રીનું માપ વધઘટ કરી શકો છો.
તમને ખટાશ પસન્દ હોય તો લીંબુનો રસ છેલ્લે ઉમેરી શકો છો.
રેસીપીનો વિડીયો જોવા માટે અહીંયા ક્લિક કરો :
રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)