હિન્દુ ધર્મ માં હમેશા આપણે પુજા કરતાં પહેલા ગણપતિ ને પહેલું સ્થાન આપવામાં આવે છે. કોઈપણ કામની શરૂઆત કરતાં પહેલા શ્રી ગણેશાય નમઃ લખવામાં આવે છે. અહી ગણપતિ સાથે જોડાયેલા ઉપાયો બતાવામાં આવ્યા છે. તે કરવાથી તમારા દ્વારા કરેલા કામ માં સફળતા પ્રાપ્ત થાઈ છે. ઘણી વાર સારી એવી મહેનત કરવા છતાં કિસ્મત સાથ આપતી નથી જો તમારી સાથે પણ આવું થતું હોય તો ગણપતિ સાથે જોડાયેલા આ ઉપાયો કરવાથી તમારી કિસ્મત ખૂલી જશે.અને તમને અનેક ફાયદા થશે.
ગણપતિની પુજા કરવાથી તે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. અહી તમને એવા ઉપાયો બતાવામાં આવ્યા છે કે જે કરવાથી તમારા બગડેલા કામ સુધરી જશે. અને તમને અનેક ફાયદા થશે. તો ચાલો જાણીએ તે ઉપાયો વિષે.
પ્રથમ ઉપાય
પીપળાનું એક લીલું પાન લેવું જે આખું હોવું જોઈએ ક્યાય થી ફાટેલું ના હોવું જોઈએ.બુધવારના દિવસે પાન તોડવું. પછી તેને ગણપતિ સામે મૂકવું. ત્યારબાદ તેના પર ચોખા અને ઘઉંની બે ઢગલી કરવી. ચોખાની ઢગલી પર એક સૂકી સોપારી મૂકવી. અને ઘઉંની ઢગલી પર એક ઘીનો દીવો પ્રગટાવો. પછી બીજો એક ઘીનો દીવો પ્રગટાવો અને એનાથી ગણેશજીની આરતી ઉતારવી. પહેલી આરતી ગણેશજીને, બીજી પીપળાના પાનને અને ત્રીજી પોતાને આપો. હવે ગણેશજીને બે હાથ જોડી પ્રાર્થના કરો.અને તમારી મુશ્કેલી ગણપતિ સામે જણાવો.
પાંદડા પર રાખેલો ઘી નો દીવો ઠરી જાઈ પછી એના પર રાખેલા ચોખા અને ઘઉંને પોતાના અન્ન ભંડારમાં નાખી દેવા.આવું કરવાથી તમારા ઘરમાં પૈસાની બરકત થશે. હવે પીપળાના પાનને પોતાની પાથરીની નીચે માથા પાસે મૂકી દેવું. આવું કરવાથી પીપળાના પાંદડાની સકારાત્મક ઉર્જા તમારી અંદર જશે અને તમારી કિસ્મત ખૂલી જશે. જ્યારે તે પાન સુકાઈ જાઈ ત્યારે તમે ફરી વખત આ ઉપાય કરી શકો છો.
બીજો ઉપાય
બુધવારના દિવસે ગરીબ વ્યક્તિને પેટભરીને જમાડો અથવા લાલ વસ્ત્રનું દાન કરવાથી તમારી કિસ્મત ચમકે છે. બુધવારના દિવસે ખાવાનું અને વસ્ત્રનું દાન શુભ માનવામાં આવે છે. વસ્ત્ર નું દાન કરતાં પહેલા ગણેશજીની સામે તે વસ્ત્ર મૂકી કંકુ અને ચોખાથી તેની પૂજા કરવી જોઈએ. અને કોઈ ગરીબને જમાડતા પહેલા ગણેશજીને એનો ભોગ ધરાવો જોઈએ. આવું કરવાથી તમારા અટકેલાં કામ પૂરા થશે. અને અનેક લાભો થશે.