ગાજરમાંથી બનતી આ ખીર ખાવામાં બહુ સ્વીટ ને ફટાફટ બની જાય છે . ..

આજે હું ઉપવાસ માં બનાવી શકાય તેવી રેસિપિ લઈ ને આવી છું. આપણે ખીર તો બનાવતા જ હોઈ એ પણ ઉપવાસ હોઈ તો સાબુદાણા ની અને ઉપવાસ ના હોઈ તો ચોખા નાખી ને બનાવીએ પણ આજે બનાવો એવી ખીર જે ટેસ્ટ માં પણ અલગ અને ઉપવાસ માં પણ ખાઈ શકાય.  ગાજર માંથી આપણે હલવો, બરફી આવું બધું તો બનાવતા જ હોઈએ પણ ખીર બનાવો અને ટેસ્ટ કરો આશા છે તમને જરૂર પસંદ આવશે. ગાજર ટામીનથી ભરપૂર હોય છે. તો ચાલો ગાજર ની ખીર બનાવા ની રેસિપી જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. 

સામગ્રી

  • 1 વાટકી ગાજર નું છીણ,
  • 1/2 વાટકી ખાંડ,
  • 500 ml દૂધ,
  • 1 ચમચી ડ્રાય ફ્રુટ પાવડર,
  • 1 ચમચી ઘી

બનાવાની રીતસૌ પ્રથમ એક પેન માં 1 ચમચી ઘી ગરમ કરો ગરમ થઇ એટલે તેમાં ગાજર નું છીણ ઉમેરો.5 થી 7 મિનિટ ગાજર ના છીણ ને એકધારું ધીમા તાપે હલાવો.હવે ગેસ બંધ કરો. હવે એક તપેલી માં દૂધ ઉકળવા મુકો.ઉકળે એટલે તેમાં ખાંડ અને ડ્રાય ફ્રુટ પાવડર ઉમેરી ઉકાળો.હવે તેમાં ગાજર નું છીણ ઉમેરો.હવે તેને 10 મિનિટ ધીમા તાપે ઉકળવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.10 મિનિટ પછી રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ કરો. હવે 30 મિનિટ ફ્રીઝ રાખી ઠંડુ કરી ડ્રાય ફ્રુટ થી ગાર્નીશ કરી સર્વ કરો.

તો તૈયાર છે ગાજરની ખીર 

જો તમે શિયાળામાં દરરોજ ગાજરનું સેવન કરશો તો તમારી ઘણી સમસ્યાઓ દૂર થઇ જશે. દરરોજ ગાજરનું સેવન ગેસ, ઉબકા, પેટનું અલ્સર, અપચો અથવા પેટના આફરાની સમસ્યાઓ માટે ફાયદાકારક હોય છે. તેના રસમાં લીંબૂ અને પાલકનો રસ મિક્સ કરીને પીવાથી તમારી પેટ સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઇ જશે. ગાજર ખાવા સ્વાસ્થ્ય માટે એટલા માટે સારા હોય છે. તમને જણાવી દઈએ કે જો તમને કમજોરી લાગતી હોય તો તમારે ગાજર ખાવા જોઈએ

રસોઈની રાણી :ચાંદની ચિંતન જોશી(જામનગર)

Comments

comments


3,226 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 5