એક વિદ્યાર્થીને પરીક્ષામાં ૦% ટકા આવ્યા…. નવાઈ ની વાત તો એ હતી કે તેણે લખેલા જવાબો સાચા ન હતા તો ખોટા પણ ના હતા…
૧. કયા યુદ્ધમાં ટીપું સુલતાનનું મોત થયું?
જવાબ – એના છેલ્લા યુધ્ધમાં
૨. આઝાદીની જાહેરાત ઉપર હસ્તાક્ષર કઈ જગ્યાએ થતા હતા?
જવાબ – પાના ઉપર લખાણ પૂરું થયું હતું એની નીચે
૩. છુટાછેડાનું મુખ્ય કારણ શું હોઈ શકે?
જવાબ – લગ્ન
૪. ગંગા નદી કયા રાજ્યમાંથી વહે છે?
જવાબ- તેના પ્રવાહમાં રસ્તામાં આવતા બધાજ રાજ્યોમાંથી.
૫. મહાત્મા ગાંધી કયારે જન્મયા ?
જવાબ – તેમના જન્મદિવસે
૬. છ લોકો વચ્ચે તમે ૮ કેરીને કેવી રીતે વહેચશો?
જવાબ – કેરીનો રસ કાઢીને
૭. આપણા દેશમાં આખું વર્ષ વધારે બરફ કયાં પડે છે?
જવાબ- દારૂના ગ્લાસમાં.
છોકરો ચાલાક છે……