આજે આપણે બનાવીશું આપણા રૂટીનમાં બનતી જ એક રેસીપી “ફુલ્કા રોટલી” ,આમ તો આ દરેક ને લગભગ આવડતી જ હશે પણ જે હજુ રસોઈ શીખે છે કે જે લોકો રોટલી બનાવે છે પણ ઠંડી થાય પછી કડક થઈ જતી હોય છે તો ખાસ એ લોકો માટે હું આજ ની રેસીપી લઈને આવી છું જેમાં હું તમને એની ટીપ્સ પણ જણાવીશ જેથી તમારી ફુલ્કા રોટલી ઠંડી થયા પછી પણ એકદમ પોચી રહે તો ચાલો એની રીત જોઈ લઈએ.
સામગ્રી :
- ૨ કપ ઘઉંનો ઝીણો લોટ,
- મીઠું (ઓપ્શનલ),
- ૧ ચમચી તેલ,
- પાણી (૧ કપ થી ઓછું ).
રીત :
1) સૌથી પહેલા લોટ માં મીઠું એડ કરો અને થોડું થોડું પાણી એડ કરતા જઈ પરોઠા થી થોડો ઢીલો લોટ બાંધી દો અને ૨-૩ મિનીટ મસળી લો 2) લોટ બંધાઈ જાય એટલે તેલ લઈ ફરી એને ૧-૨ મિનીટ મસળી લો, લોટ ને ઢાંકીને ૧૦ મિનીટ રહેવા દો
3) હવે ૧૦ મિનીટ પછી ફરી થી લોટ ને એકવાર મસળો અને એમાં થી લૂઓ બનાવી લો
4) ઘઉંના લોટનું અટામણ લઈ પાતળી રોટલી વણી લો
5) તવી ગરમ થાય એટલે પહેલા રોટલીને ધીમા ગેસ પર શેકો
6) એના પર નાના દાણા આવવાનાં શરુ થાય એટલે એને ફેરવી દો અને હવે મીડીયમ ગેસ પર શેકો
7) પાછળ શેકાઈ જાય એટલે રોટલીની સાઈઝ પ્રમાણે ની ગેસની ફ્લેમ રાખી એને ફુલાઈ લો
8) હવે રોટલી થોડી નવશેકી થાય એટલે એના પર ઘી લગાઈ દો
9) હવે આ ફુલ્કા રોટલી સર્વિંગ માટે તૈયાર છે.
નોંધ – લોટ આનો વધારે ઢીલો ના થઈ જાય એનું દયાન રાખવું જો લોટ ઢીલો થઈ જાય તો અટામણ વધારે લેવું પડે અને વણવામાં ચપટી પણ આઈ જાય એટલે રોટલી સારી ના બને ,એને શેકવા માં કીધું એ પ્રમાણે ગેસ ની ફ્લેમ રાખવી જો ધીમા તાપે શેકો તો પણ રોટલી ચવ્વડ થઈ જાય ,રોટલી નવશેકી હોય હોય ત્યારે જ ચોપડી લેવી તો સરસ ચોપડાય અને કિનારી પણ કોરી ના રહે જો ઠંડી થાય પછી ચોપડો તો પ્રોપર ના ચોપડાય,ઠંડી થયા પછી કુણી ના લાગે .
સૌજન્ય : શ્રીજી ફૂડ