ડ્રિંકસમાં કેફીન અને જિનસેંગનું મિશ્રિત હોવાનું જણાયું જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એનર્જી ડ્રિંક્સના સેવનથી પગમાં ઝણઝણાટી, અનિંદ્રા અને યાદશક્તિમાં ઘટાડો થાય છે
મેગી વિવાદ કર્યા બાદ હવે એફએફએસએઆઇ આકરા મૂડમાં હોય તેવું જણાઇ રહ્યું છે. મેગી બાદ યુવાનોમાં લોકપ્રીય એવી કેફીન યુક્ત્ત કાર્બોનિટેડ ડ્રિંક્સ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું સામે આવ્યું છે. એનર્જી ડ્રિંક્સના નામ પર વેચાતા ત્રણ નામચીન કંપનીઓના આવા નવ પીણાને ભારતીય ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (Fssaai) પ્રતિબંધ મુકતા ટૂંક સમયામાં જ કંપનીને તેમના પ્રોડક્ટ બજારમાંથી પાછા ખેંચી લેવા જણાવ્યું છે.
ઓથોરિટીના નિષ્ણાતો તરફથી કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે એનર્જી ડ્રિંક્સ ફક્ત ગર્ભવતી મહિલાઓ માટે જ નહીં પણ બાળકો અને મોટાના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. આ પ્રકારના ડ્રિંક્સના સતત ઉપયોગ થી અનિંદ્રા, ટેન્શન વધવુ, પગમાં ધ્રુજારી થવી અને યાદશક્તિમાં ઘટાડો થવો જેવી સમસ્યા ઉદ્દભવે છે.
ઓથોરિટીની જાણકારીમાં સામે આવ્યું છે કે કેટલાક લોકો બારમાં આ ડ્રિંક્સનો ઉપયોગ દારૂ સાથે મેળવીને કરે છે જે હાર્ટ એટેકનું કારણ બની શકે છે. બ્લ્ડ બ્રેન બેરિયર થઇ શકે છે. Fssaai ઓથોરિટીએ આ ડ્રિંક્સને સ્વાસ્થ્ય માટે અસુરક્ષિત ગણાવતા આ પગલુ ઉઠાવ્યું છે.
આ ઉત્પાદનો પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય ઓથોરિટીએ પોતાની વૈજ્ઞાનિક સમિતિ રિપોર્ટના આધાર પર લીધો છે. સમિતિને પોતાની તાપસ દરમિયાન જાણવા મળ્યું કે મોટાભાગના એનર્જી ડ્રિંક્સમાં જિનસેંગનો ઉયોગ કરવામાં આવ્યો છે. આ ડ્રિંક્સમાં કેફીન અને જિનસેંગનું મિશ્રણ તાર્કિક નથી. આ એનર્જી ડ્રિંક્સમાં પ્રતિ કેન 75 મિલીગ્રામથી લઇને 500 મિલીગ્રામ સુધી કેફીનનો ઉપયોગ થઇ રહ્યો છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કોઇ ગર્ભવતી મહિલા જો દરરોજ 200 મિલીગ્રામ કે તેથી વધુ કેફીન યુક્ત પીણાનું સેવન કરે છે તે ગર્ભપાતનું જોખમ વધી જાય છે. ઓથોરિટીએ આ કંપનીઓના દરેક ઉત્પાદનોને બજારથી હટાવી લેવાનો આદેશ આપ્યો છે. સાથે જ આ કંપનીઓના ઉત્પાદનોના આયાત પર પણ પ્રતિબંધ મુકી દીધો છે.
આ કંપનીઓના એનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે પ્રતિબંધ
– હેક્ટર બેવરેજ(hectare beverages )ના જિંગા નામના પ્રોડક્ટથી બજારમાં વેચાતા ત્રણ અનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો
– પુષ્પમ ફુડ એન્ડ બેવરેજના ક્લાઉડ નાઇનના ચાર એનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધ મુકવમાં આવ્યો
– મોન્સ્ટર એનર્જી ઇન્ડિયાના બે એનર્જી ડ્રિંક્સ પ્રોડક્ટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો
રેગ્યુલેટરી ઓથોરિટીએ લગભગ ત્રણ વર્ષ પહેલા ફૂડ સિક્યોરિટીએ આ ત્રણ ડ્રિંક્સ પર એનર્જી ન લખીને કેફીનેટેડ બેવરેજ લખવા જણાવ્યું હતું. સાથે જ તેના પેકેટ પર પણ અતિશય માત્રામાં કેફીન હોવાની ચેતાવણી લખાવ પણ જાણાવ્યું હતું. એટલું જ નહીં, ફૂડ સિક્યોરિટી અનુસાર પેકેટ પર તે પણ લખવાનું જણાવ્યું હતુ કે આ ડ્રિંક્સ બાળકો અન ગર્ભવતી મહિલાઓ માટ હાનિકારક છે. પરંતુ તેનું પાલન એક પણ એનર્જી ડ્રિંક્સ કંપનીએ કર્યું નથી.