ફુ્ટી ચસ્કા – બાળકો તો જોતા જ ખાવા માટે લલચાઈ જશે… રાત્રે જમ્યા પછી મોજ આવી જશે…

બજાર ના રેડીમેડ ચસ્કા તો ઘણા ખાધા. હવે ફુ્ટી ચસ્કા ધરે જ બનાવી જોવો.

ફુ્ટી ચસ્કા

સામગ્રી :

  • ખાંડ – ૩-૪ ચમચી,
  • જલજીરા – ૧ ચમચી,
  • મીઠું – સ્વાદ અનુસાર,
  • લીંબુ નો રસ – ૧ ચમચી,
  • પાણી – ૨૦૦ મીલી,
  • દ્રાક્ષ – ૮-૧૦ નંગ,
  • સ્ટ્રોબેરી – ૪-૫ નંગ,
  • કીવી – ૧ નંગ ,
  • બ્લુબેરી – ૮-૧૦ નંગ ,

રીત :

સૌ પ્રથમ એક બાઉલ માં પાણી લો. તેમાં ખાંડ નાખી બરાબર ઓગળી લો. ખાંડ ઓગળી જાય એટલે એમાં જલજીરા નો પાઉડર નાખો. ત્યારબાદ તેમાં લીંબુ નો રસ અને સ્વાદ અનુસાર મીઠું નાખી જલજીરા સરબત તૈયાર કરો. અને તેને સાઈડ માં મુકો.

હવે, કુલ્ફી બનાવવા ના મોલ્ડ લો અને તેમાં એક પછી એક એમ કરી બધા જ ફ્રુટ્સ મુકો. બધા જ મોલ્ડ માં પેહલા ફ્રુટ્સ મૂકી દેવા.

મોલ્ડ માં ફ્રુટ્સ મુક્યા બાદ તૈયાર કરેલું જલજીરા નું સરબત ઉમેરો.

સરબત ઉમેર્યા બાદ બધા જ મોલ્ડ ના ધાકણા બરાબર બંધ કરી લેવા અને ત્યાર બાદ આ મોલ્ડ ને ડીપ ફ્રીજર માં ૩-૪ કલાક માટે બરાબર સેટ થવા મૂકી દેવા.

૩-૪ કલાક બાદ તૈયાર છે ફ્રૂટી ચસકા. ફ્રૂટી ચસકા માં નવીનતા લાવવા માટે જલજીરા ના સરબત ની જગ્યા એ તમે નારીયેલ પાણી, કે કોઈ ફ્રુટ નો જ્યુસ અથવા તમારી પસંદ નું રસના પણ નાખી શકો છો. સાથે સાથે ફ્રુટ્સ પણ તમારી ચોઈસ પ્રમાણે નાખી ને બાળકો ને જુદું જુદું વેરીયેસન આપી શકો છો.

ફાયદાઓ :

– બહાર ના ઠંડા પીણાઓ માં કેમિકલ ભરપુર માત્ર હોઈ છે જયારે ઘરે બનાવેલ પીણાઓ એકદમ કેમિકલ ફરી હોઈ છે.

– ફ્રૂટી ચસકા માં ફ્રુટ હોઈ છે જે વિટામિન્સ ની દુકાન હોઈ છે, આ વાનગી ના બહાને બાળકો ને ફ્રુટ્સ ખાવા માટે પ્રેરિત કરી શકો છો.

– ગરમી માં લીંબુ નો શરબત ખુબ ગુણકારી હોઈ છે અને તે વિટામીન સી થ ભાર્પુત હોઈ છે.

રસોઈની રાણી : દર્શિતા પટેલ 
સૌજન્ય : ચટાકો

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Comments

comments


3,310 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 11