ભીંડા-બટેટાનુ શાક અને ભરેલા ભીંડા તો તમે લોકો બનાવતા જ હશો પણ આજ હુ થોડુંક અલગ ભીંડાનુ શાક લાવી છુ તળેલા ભીંડાનુ શાક બનાવો છો કે નહી જો ના બનાવતા હો તો આજ જ નોટ કરી લો આ રેસીપી,
મે અહીં બે વ્યક્તિ જેટલી સામગ્રી લીધી છે.
સામગ્રી:
- • ૧૦૦ ગ્રામ ભીંડો,
- • ૧ કપ દહીં
- • ૧ ટમેટું
- • ૨ કળી લસણ
- • ૧ મોટો ચમચો ચણાનો લોટ
- • ૨ ચમચી મરચું
- • અડઘી ચમચી હળદર
- • મીઠું સ્વાદઅનુસાર
- • થોડી કોથમીર
રીત
૧. ભીંડાને ધોઇને સારી રીતે એક ચોખ્ખા કપડા વડે લુછી લેવો.
૨ ભીંડાના એક સરખા લાંબા લાંબા પીસ કરવા.
૩ એક લોયામાં તેલ ગરમ મુકીને ભીંડાને તેની ચીકાશ ચાલી જાય ત્યાં સુધી ડિપ ફ્રાય કરવો.
૪ તેજ લોયામાં બે ચમચા જેટલું તેલ રાખીને રાઇ-જીરુ અને હિંગનો વઘાર કરવો ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા ટમેટા અને લસણ એડ કરવા.
૫ વઘારેલા ટમેટામાં મીઠું,મરચું અને હળદર એડ કરવા.
૬ મસાલા સરખા મિક્ષ કરીને એક કપ દહીં એડ કરવું.
૭ દહીં થોડુંક ઉકળે એટલે અંદર ભીંડો એડ કરવો.
૮ લાસ્ટમાં ચણાનો લોટ એડ કરીને ઉપરથી ઢાંકીને થોડીક વાર ચડવા દેવું.
લ્યો તૈયાર છે ફ્રાય મસાલા ભીંડી ઉપરથી કોથમીર વડે ગાર્નિશ કરીને ગરમા ગરમ રોટલી અથવા પરોઠા સાથે સર્વ કરો.
