ચાઈનીઝ ફિંગર ચિપ્સ બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને ..

આપણે અવાર નવાર ફિંગર ચિપ્સ બનાવીએ છીએ, ખાસ કરીને સવાર સવારમાં બનાવીને બાળકોને ટિફિન બોક્સમાં આપીએ છીએ. આ ચિપ્સ બનાવીને તેના પર ચપટી મીઠું-મરચું અને લીંબુ નાખીએ, એવી તો સ્વાદિષ્ટ લાગે કે વાત ના પૂછો. ફિંગર ચિપ્સ બધાને ખુબ ભાવતી હોય છે અને વળી કોઈ ભી સમયે ચાલે, પણ તે ખુબ ઓઈલી હોય છે જેથી ઘણા લોકોને ખાવાની ઈચ્છા થતી હોય તો પણ ખાઈ શકતા નથી.

તો મિત્રો, આજે હું તદ્દન નવી જ રીતથી માત્ર એક જ ટેબલ સ્પૂન તેલમાં બટેટાની ફિંગર ચિપ્સ બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું જે ખુબ જ સ્વાદિષ્ટ બને છે અને કોઈપણ સમયે ફક્ત છ થી સાત મિનિટ્સમાં જ બનાવી શકાય છે. તો ચાલો બતાવી દઉં રેસિપી

સામગ્રી :

  • Ø 250 ગ્રામ બટેટા
  • Ø 2 નંગ લીલા મરચા
  • Ø 1 ઈન ચ આદુ
  • Ø 1 ટેબલ સ્પૂન તેલ
  • Ø 1/4 ટેબલ સ્પૂન મીઠું
  • Ø ચપટી આજી નો મોટો ( આજી નો મોટો ના બદલે અડધું લીંબુ પણ લઈ શકાય )

રીત :

1) બટેટાની છાલ ઉતારી લાંબી પાતળી ફિંગર ચિપ્સ ની જેમ કાપી લો તેમજ આદુ, મરચાને પણ લાંબી પાતળી ચીરીઓમાં કાપી લો.

2) સૌ પ્રથમ કડાઈમાં તેલ લઈને ગરમ કરો. તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં આદુ મરચાની ચીરીઓ નાખો.

3) સતત હલાવતા રહીને આદુ મરચાની ચીરીઓને શેલો ફ્રાય કરો, સ્ટવની ફ્લેમ મીડીયમ રાખવી.

4) મરચાની ચીરીઓ શેલો ફ્રાય થઈ જાય અને ચીરીઓ પર સહેજ ડિઝાઇન પડતી દેખાય એટલે તેમાં બટેટાની ચિપ્સ ઉમેરી દો. સાથે જ મીઠું તેમજ આજી નો મોટો ઉમેરી મિક્સ કરી લો. આજી નો મોટો ચાઈનીઝ ફૂડ બનાવવા માટે વપરાય છે, તેના ઓપ્શનમાં આપણે અડધા લીંબુનો રસ પણ ઉમેરી શકીએ. લીંબુના રસથી પણ સ્વાદ સરસ જ આવે છે. હવે સ્ટવની ફ્લેમ મીડીયમથી થોડી વધુ કરી અને સતત હલાવતા રહીને ચિપ્સને ફ્રાય કરો.ચીપ્સનો કલર સહેજ ડાર્ક થાય ત્યાં સુધી ફ્રાય કરો. ચાઈનીઝ ફૂડ સહેજ કડક હોય છે પણ આપણે આપણા સ્વાદ મુજબ ચડવા દેવું. 5 થી 6 મિનિટ્સ માં તો ચડી જાય છે.

5) તો તૈયાર છે ચાઈનીઝ ફિંગર ચિપ્સ, તેને નાસ્તા તરીકે અથવા સ્ટાર્ટર તરીકે ગરમાગરમ સર્વ કરી શકાય.

આ ચિપ્સને બનાવતી વખતે તેલમાં આદુ-મરચું સાંતળવાથી તેનો સરસ સ્વાદ ચિપ્સમાં બેસી જાય છે જે ચિપ્સને અલગ જ મજેદાર સ્વાદ આપે છે. અને તેલ પણ કેટલું ઓછું વળી આટલી ઝડપથી બની પણ જાય છે, તો બાળકોને ટિફિન બોક્સમાં પેક કરીને આપવાનો સારો વિકલ્પ છે.

હું અવારનવાર બનાવું છું, જો તમે પણ એકવાર બનાવીને ટ્રાય કરશો તો અવારનવાર બનાવશો આ ચાઈનીઝ ફિંગર ચિપ્સ.

નોંધ :

v આજી ના મોટા ની ક્વોન્ટિટી ખુબ જ ઓછી લેવાની છે. v આદુ મરચાનું પ્રમાણ આપણા સ્વાદ મુજબ વઘ-ઘટ કરી શકાય.

v આજ-કલ માર્કેટમાં બટેટાને ફિંગર ચિપ્સમાં કટ કરવા માટેના ઘણા બધા કિચન અપ્લાયન્સીસ છે જેનો યુઝ કરીને ચિપ્સ એકધારી અને એકસરખી બને છે અને ઝડપથી બનાવી શકાય છે જેથી આપણો ટાઈમ પણ બચે છે. પણ એ ના હોય તો છરીથી પણ કટ કરી શકાય છે.

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

Comments

comments


3,655 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × 2 =