બોલિવૂડના પ્રતિષ્ઠિત 60માં ફિલ્મફેર એવોર્ડની જાહેરાત થઈ ગઈ છે, આ એવોર્ડમાં શાહિદ કપૂર અને કંગના રનૌટ બાજી મારી ગયા છે. ફિલ્મ ‘હૈદર’ માટે શાહિદને બેસ્ટ એક્ટર અને કંગનાને ફિલ્મ ‘ક્વીન’ માટે બેસ્ટ એક્ટ્રેસ તરીકે પસંદ કરવામાં આવી છે.
શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂર અભિનિત ફિલ્મ ‘હૈદરે‘ પાંચ ફિલ્મ ફેર એવોર્ડ જ્યારે ‘ક્વીન’ ફિલ્મે છ એવોર્ડ્સ જીતી ગઈ છે. બેસ્ટ લિરિક્સ માટે રશ્મિ સિંહને ‘સિટી લાઇટ્સ’ ફિલ્મના મુસ્કુરાને કી વઝહ… માટે એવોર્ડ આપવામાં આવ્યો છે. અંકિત તિવારીને ‘એક વિલન’ ફિલ્મના તેરી ગલિયાં… માટે બેસ્ટ મેલ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળ્યો છે. કનિકા કપૂરને ‘રાગીણી એમએમએસ-2’ ફિલ્મના બેબી ડોલ…. માટે બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર માટે એવોર્ડ આપવામાં આવ્યો છે.
બેસ્ટ ફિલ્મ તરીકે ‘ક્વીન’ અને બેસ્ટ ડિરેક્ટર તરીકે વિકાસ બહલને એવોર્ડ આપવામાં આવ્યો છે. ફિલ્મફેર એવોર્ડની સંપૂર્ણ યાદી અહીં નીચે આપવામાં આવી છે.
60માં ફિલ્મફેર એવોર્ડનું લિસ્ટ
- બેસ્ટ એક્ટર લિડીંગ રોલ(મેલ)- શાહિદ કપૂર(હૈદર)
- બેસ્ટ એક્ટર લિડીંગ રોલ(ફીમેલ)- કંગના રનોટ(ક્વીન)
- બેસ્ટ ફિલ્મ- ક્વીન
- બેસ્ટ ડિરેક્ટર- વિકાસ બહલ(ક્વીન)
- બેસ્ટ ડિરેક્ટર(ડેબ્યૂ)- અભિષેક વર્મન(૨ સ્ટેટ્સ)
- બેસ્ટ ડેબ્યૂ(મેલ)- ફવાદ ખાન(ખૂબસુરત)
- બેસ્ટ ડેબ્યૂ(ફીમેલ)- કિર્તી સેનન(હીરોપંતી)
- ક્રિટિક્સ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર (મેલ) રજત કપૂર(આંખો દેખી)
- ક્રિટિક્સ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર (ફિમેલ) આલિયા ભટ્ટ(હાઇવે)
- લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ- કામિની કૌશલ
- બેસ્ટ ડાઇલોગ એવોર્ડ- અભિજાત જોશી અને રાજકુમાર હિરાણી(પીકે)
- બેસ્ટ સ્ક્રીનપ્લે એવોર્ડ- – અભિજાત જોશી અને રાજકુમાર હિરાણી(પીકે)
- બેસ્ટ સ્ટોરી એવોર્ડ- રજત કપૂર(આંખો દેખી)
- બેસ્ટ એક્ટર સપોર્ટિંગ રોલ (મેલ)- કેકે મેનન(હૈદર)
- બેસ્ટ એક્ટર સપોર્ટિંગ રોલ (ફિમેલ)- તબુ(હૈદર)
- બેસ્ટ લિરિક્સ એવોર્ડ- રશ્મિ સિંહ- મુસ્કુરાને કિ વઝહ(સિટી લાઇટ્સ)
- બેસ્ટ મ્યૂઝિક એવોર્ડ- શંકર અહેસાન લોય(૨ સ્ટેટ્સ)
- બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ)- અંકિત તિવારી- તેરી ગલિયાં( એક વિલન)
- બેસ્ટ પ્લેબેક સિંગર (ફિમેલ) એવોર્ડ- કનિકા કપૂર- બેબી ડોલ( રાગીણી એમએમએસ-૨)
- બેસ્ટ કોરિયોગ્રાફર એવોર્ડ- અહેમદ ખાન- જુમ્મે કી રાત(કિક)
- બેસ્ટ બેગ્રાઉન્ડ સ્કોર એવોર્ડ- અમિત ત્રિવેદી(ક્વીન)
- બેસ્ટ એક્શન એવોર્ડ- શામ કૌશલ(ગુંડે)
- બેસ્ટ સિનેમેટોગ્રાફી એવોર્ડ- બોબી સિંહ અને સિદ્ધાર્થ દિવાન(ક્વીન)
- બેસ્ટ એડિટીંગ એવોર્ડ- એભિજીત કોકટે અને અનુરાઘ કશ્યપ(ક્વીન)
- બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન એવોર્ડ- સુબ્રતા ચક્રવર્તી અને અમિત રાય(હૈદર)
- બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન એવોર્ડ- અનિલ કુમાર કોનાકંડલા અને પ્રબલ પ્રધાન(મર્દાની)
- બેસ્ટ કોસ્ચ્યૂમ એવોર્ડ- હોલી આહ્લુવાલિયા(હૈદર)