શ્રાવણ માસના ચાલતો હોય ત્યારે આપણા ઘરમાં કોઈને કોઈ ઉપવાસ તો કરતુ જ હોય છે. ત્યારે ગૃહિણીઓને દરરોજ કાઈ નવીન ફરાળ બનાવવુ પડતુ હોય છે. તો ચાલો આજે આપણે એક યુનિક ફરાળી વાનગી બનાવતા શીખીએ. એ પણ એકદમ આસાન અને જલ્દી બની જાય તેવી વાનગી, તો ચાલો શરૂ કરીએ ફરાળી આલુ શીંગના વડા.
ફરાળી આલુ શીંગના વડા બનાવવા માટેની સામગ્રી :
- · 3 નંગ બટાકા બાફેલા (મીડીયમ સાઈઝના)
- · 1 વાડકો શેકેલા શીંગદાણાનો ભુકો
- · 1/2 વાડકી ટોપરાનું છીણ
- · 4 ચમચી ઝીણી સમારેલી કોથમીર
- · 1/2 ચમચી આદુ છીણેલું
- · 2 નંગ લીલા મરચા ઝીણા સમારેલા
- · 1 ચમચી વરિયાળી
- · 1/2 ચમચી જીરૂ પાવડર
- · 1/2 ચમચી લાલ મરચુ પાવડર
- · 1/2 ચમચી ખાંડ
- · 1/2 ચમચી લીંબુનો રસ કે આમચુર પાવડર
- · સ્વાદ અનુસાર સિંધાલુ અથવા નમક
- · તળવા માટે તેલ
ફરાળી આલુ શીંગના વડા બનાવવા માટેની રીત :
ફરાળી આલુ-શીંગના વડા બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને ધોઇને બે ટુકડા કરી પ્રેશર કુકરમાં બાફી લો, બટાકા બફાયને ઠંડા પડે એટલે તેની છાલ ઉતારી લો, પછી એક ખમણી વડે તેને છીણી લો, હવે શીંગદાણાને શેકી લો, શીંગદાણા શેકાય જાય પછી ઠંડા પડે એટલે તેનો ખાંડણી વડે અધકચરો ભુકો કરી લો, હવે એક બાઉલ લો, તેમાં બાફેલા બટાકાનું છીણ, ટોપરાનું છીણ શેકેલા શીંગદાણાનો ભુકો, કોથમીર, છીણેલુ આદુ, વરિયાળી, લાલ મરચુ પાવડર, જીરૂ પાવડર, ખાંડ, લીંબુનો રસ કે આમચુર પાવડર અને સિંધાલુ અથવા નમક નાખી બધુ બરાબ મીક્ષ કરો,
હવે હથેળીથી દબાવી નાના નાના વડા બનાવી લો, અને વડાને એક પ્લેટમાં થોડીવાર માટે સુકાવા મુકી દો, ત્યારબાદ ગેસ પર એક પેનમાં તેલ ગરમ કરવા માટે મુકો, તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા વડા ધીમાં તાપે તળો,
વડાને વચ્ચે- વચ્ચે ફેરવતા રહો. વડા બંને બાજુ બ્રાઉન કલરના તળાય જાય એટલે વડાને એક પ્લેટમાં કાઢી લો,
તો તૈયાર છે ફરાળી આલુ- શીંગના વડા તેને તમે દહી અથવા ખજુર આમલીની ચટણી સાથે ગરમા- ગરમ સર્વ કરો.
શ્રાવણ માસ દરમિયાનની મારી ફરાળી વાનગી સિરીઝની આ વાનગી આપને પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને આ રેસીપી બનાવવા માટે આપને કોઈ સવાલ હોય તો કોમેન્ટ પણ આપ કરી શકો છો.
રસોઈની રાણી : સિધ્ધી કમાણી (અમદાવાદ)