ફરાળી સાબુદાણાની ભેળ

હેલો ફ્રેન્સ, કેમ છો. શ્રાવણ મહિનો ચાલતો હોય, ઉપવાસ હોય કે ના હોય, ફરાળી વાનગીઓ તો માણવાની જ, તો આજે આપણે ફરાળી સાબુદાણાની ભેળ કઈ રીતે બનાવીશું. અને એ પણ એટલી ચટપટી કે રોજ ખાવાનું મન થઈ જશે. તો ચાલો બનાવીએ સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઈને ફરાળી સાબુદાણાની ભેટ.

ફરાળી સાબુદાણની ભેળ બનાવવા માટેની સામગ્રી :

  • · 1 વાડકી સાબુદાણા, (પલાળેલા)
  • · 1 વાડકી બટાકા (સમારેલા)
  • · 1/2 વાડકી ફરાળી ચેવડો, (તીખો)
  • · 2 નંગ મરચાની કટકી (લાંબી સમારેલી)
  • · 2 ચમચી દાડમના દાણા
  • · 1/2 ચમચી આદુ (છીણેલું)
  • · 1 ચમચી કીશમીશ
  • · 10 થી 15 લીમડાના પાન
  • · 2 ચમચી કોથમીર ઝીણી સમારેલી
  • · 1 ચમચી ભીંબુનો રસ
  • · 2 ચમચી ખાંડ
  • · 1 ચમચી જીરૂ
  • · 1 ચમચી તલ
  • · 1 ચમચી લાલ મરચુ પાવડર
  • · 1/2 ચમચી હળદર
  • · 2 ચમચી તેલ
  • · સ્વાદ અનુસાર સિંધાલુ અથવા નમક2

સાબુદાણાની ફરાળી ભેળ બનાવવા ની રીત :

ફરાળી સાબુદાણાની ભેળ બનાવવા માટે સૌ પ્રથમ સાબુદાણાને ધોઈને 2 થી 3 કલાક પલાળો, ત્યારબાદ સાબુદાણામાંથી પાણી નિતારી, એકદમ કોરા કરી લેવા બટાકાને છોલી, લાંબી ચીપ્સ જેવા કટકા કરી લો, અને તેને તેલમાં કડક તળી લો, શીંગદાણાને શેકી લો..

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ અને તલનો વધાર કરો, પછી તેમાં લીમડાના પાન અને લીલા મરચા (લાંબા સમારેલા) નાખી એત મિનિટ માટે સાંતળવા દો,5 સંતળાય જાય એટલે તેમાં સાબુદાણા, સિધાલુ અથવા નમક, ખાંડ અને લીંબુનો રસ નાખી બધુ બરાબર મીક્ષ કરી લો, અને પેનને ગેસ પરથી ઉતારી લો, હવે એક બાઉલમાં સાબુદાણા લઈ, ઉપર ઢાંકણ ઢાંકી સ્ટીમરમાં સાબુદાણાને 15 મિનિટ સ્ટીમ કરો, સાબુદાણા બરાબર બફાઈ જાય એટલે, એક બાઉલમાં કાંઢી લો7 હવે એક બાઉલમાં તળેલા બટાકા લો, 4તેમાં કીશમીશ શેકેલા શીંગદાણા, દાડમના દાણા અને લાલ મરચુ પાવડર નાખી, બરાબર મીક્ષ કરી લો, પછી તેમાં સાબુદાણા અને કોથમીર નાખી મીક્ષ કરી લો, તો તૈયાર છે, ફરાળી સાબુદાણાની ભેળ. તેને તમે જીરૂ, લાલ મરચુ, કોથમીર અને દાડમના દાણા નાખીને સર્વ કરો.1

શ્રાવણ માસ દરમિયાનની મારી ફરાળી વાનગી સિરીઝની આ વાનગી આપને પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને આ રેસીપી બનાવવા માટે આપને કોઈ સવાલ હોય તો કોમેન્ટ પણ આપ કરી શકો છો.

રસોઇની રાણી : સિધ્ધી કમાણી (અમદાવાદ)

Comments

comments


3,585 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × = 8