ટેસ્ટી ટેસ્ટી ફરાળી ચીઝ બોલ બનાવો …

કેમછો મિત્રો? આ જન્માષ્ટમી એ ફરાળમાં વડા તો બનાવીએ પણ થોડા ટ્વીસ્ટ સાથે બનાવીયે તો કઈંક જુદું પણ લાગશે અને આ વડા બાળકોને બહું ભાવશે કેમકે ટ્વીસ્ટ માં ચીઝ નો ઉપયોગ કરીયો છે. તો ચાલો બનાવીયે…
સામગ્રી :-

 • ૧ કપ પલાળેલા સાબુદાણા
 • ૨ થી ૩ બાફીને છીણેલા બટાકા
 • ૧/૪ કપ સીગદાણા નો ભૂકકો
 • સ્વાદ મુજબ સીંધવ મીઠું
 • ૨ ટે.સ્પૂન આદું મરચાની પેસ્ટ
 • ૧ ટી.સ્પૂન સુગર
 • ૧/૨ ટી.સ્પૂન મરી પાવડર
 • લીંબુનો રસ
 • ૧/૪ ટી.સ્પૂન જીરું
 • કોથમીર
 • ચીઝ
 • ૨ થી ૩ ટે.સ્પૂન આરા લોટ( ઓપ્સનલ)
 • તળવા માટે તેલIMG_20180902_175921

નોંધ :- જો પૂરણ ઢીલું લાગે તો આરાલોટ નાખવો્

રીત :-

સૌથી પહેલાં એક બાઉલમાં ચીઝ સીવાય ની બધી સામગ્રી ભેગી કરવી .IMG_20180902_180224
ચીઝના નાના નાના પીસ કરવા .હવે મિકસ કરેલી સામગ્રી માથી લીંબુ જેવડા બોલસ બનાવા .photo_collage11535904058817
હવે એક બોલસને હાથમાં લઈ તેને પૂરી જેવું થેપી તેમાં ચીઝનો પીસ મૂકી તેને ફરી ગોળ શેપ આપી દો.આ રીતે બધા બોલસ તૈયાર કરી દોphoto_collage11535904117535.અથવા તમારી પાસે મોલ્ડ હોય તો એમાં પણ આ બોલ્સ તૈયાર કરી શકાય.હવે આ બોલસ ને ગરમ તેલમાં ક્રિશપી એવા તળીલો.
તો તૈયાર છે યમી ,ટેસ્ટી , ફરાળી ચીઝ બોલસ એને ગ્રીન ચટણી અને ખજુર ની ગળી ચટણી સાથે સૅવ કરો.IMG_20180902_212408

આ ફરાળી ચીઝ બોલસ કેવા લાગ્યા એ મને જણાવજો.મારી આ રેસીપી ને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.

રસોઈની રાણી : કાજલ શેઠ ( મોડાસા )

Comments

comments


3,429 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − = 1