ફરાળી ભેળ આજે બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને …

અત્યારે શ્રાવણ માસ જેવો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. તો લગભગ બધાના ઘરે રોજ કોઈ ને કોઈ ફરાળ તો બનતું જ હશે..સાચું ને ? રોજ રોજ ફરાળમાં શું બનાવવું એ મૂંઝવણ તો રહેતી જ હશે. ને કોરું ફરાળ પણ થોડું થોડું વધે જ ..પછી ઘરમાં જો વધારે સભ્યો હોય તો એટલું વધેલું ફરાળ કોઈને ના જ થાય. તો મે આજે થોડો વધેલો ફરાળી ચેવડો, ને સિંગનો ઉપયોગ કરીને મે બનાવી છે ફરાળી ભેળ. એમાં મે આંબલીની ચટણી ને ગ્રીન ચટણીનો પણ ઉપયોગ કર્યો છે. તો ચાલો પાંચ મિનિટમાં બનતી આ ભેળને માણીએ ને ઘરે પણ બનાવીએ ..

સામગ્રી

 • 1. ફરાળી ચેવડો 100ગ્રામ
 • 2. તીખા સીંગદાણા 50ગ્રામ
 • 3. બાફેલા બટેટા 2 મોટા
 • 4. લીલી ચટણી 1/2 વાટકી
 • 5. ખજૂર આંબલી ની ચટણી 1 વાટકી
 • 6. સંચર 1/2 ચમચી
 • 7. કોથમરી 1/2 વાટકી
 • 8. લીલા મરચા 2 નંગ
 • 9. ટમેટા 2 નંગ
 • 10. 1/2 લીંબુ નો રસ રીત :~

  એક બાઉલમાં ફરાળી ચેવડો ને બાફીને સમારેલા બટાકા ને ફરાળી તીખી સીંગ લેયઈને સરસ મિક્સ કરી લો. ત્યારબાદ એ મિક્સ કરેલ સામગ્રીમાં ટામેટાં, સમારેલા મરચાં, ને કોથમીર મિક્સ કરીને એમાં સંચળ ને લીંબુનો રસ ઉમેરી હલાવી દેવાનું છે.
  હવે તૈયાર આ ભેળમાં આંબલીની ચટણી ને ગ્રીન ચટણી મિક્સ કરીને બધુ એકરસ થાઈ જાય ત્યાં સુધી હલાવો . હવે તૈયાર છે સ્વાદિષ્ટ ને ફરાળી ભેળ….એક પ્લેટમાં લઈ કોથમીરથી ગાર્નિસ કરી સર્વ કરો.

નોંધ : આ ભેળમાં તમે દાડમ પણ વાપરી શકો છો. ને રાજગરાની સેવ કે આલુ સેવ નો પણ ઉપયોગ કરી શકો છો.

મે ખાલી સંચળનો જ ઉપયોગ કર્યો છે, જો તમે ઈચ્છો તો એમાં સિંધાલૂણ કે મીઠાનો ઉપયોગ કરી શકો છો. તમારે જો વધારે તીખી ભેળ બનાવવી હોય તો એમાં લાલ મરચું પણ નાખી શકો છો. 

મે રાજકોટની તૈયાર ચટણીનો ઉપયોગ કર્યો છે. તમે નીચે આપેલ રીત મુજબ ઘરે જ ગ્રીન ચટણી બનાવી શકો છો. 

ગ્રીન ચટણી બનાવવાની રીત : 

 • 100 ગ્રામ, કોથમીર
 • સીંગદાણાનો ભૂકો,
 • 3 સમારેલા લીલા મરચાં
 • મીઠું, ખાંડ,લીંબુ ( જરૂર મુજબ)

રીત :

કોથમીર મરચાને ધોઈને સાફ કરી રાખવા. જેથી માટી જે ચોટી હોય એ નીકળી જાય. પછી એને ઝીણા સમારી લેવાના છે.

હવે એક મિક્સર લો. એમાં એની જારમાં સમારેલી કોથમીર, સમારેલા મરચાં, મીઠું, ખાંડ નેલીંબુ નીચવીને સરસ મજાનું એક્દમ ઝીણું ગ્રાઇન્ડ કરી દેવાનું છે. (લીંબુનો રસ એડ કરવાનું કારણ એટલું જ આ લીલી ચટણી વધારે સમય સુધી ગ્રીન
કલરમાં જ દેખાય. જો લીંબુનો આરએસ એડ નહી કરો તો આ છટણીનો કલર ત્રાણ ચારદિવસ પછી બ્લેક થઈ જાય છે. ને ખાવામાં પણ મજા નથી આવતી.)

એકવાર ચેક કરી લો કે બરાબર ક્રશ થઈ ગયું છે ને, તો તૈયાર છે સરજ મજાની સ્વાદિષ્ટ લીલી ચટણી. આ છટણીને તમે ઢોકળા, સમોસાં, થેપલા કે શાકની જગ્યાએ રોટલી સાથે પણ ખાઈ શકો છો .

તો તૈયાર છે સ્વાદિષ્ટ લીલી ચટણી .

રસોઈની રાણી : તૃપ્તિ ત્રિવેદી (અમદાવાદ)

Comments

comments


3,825 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × = 63