આજે બનાવો સ્વાદિષ્ટ ફરાળી ભેળ ….

હેલો મિત્રો આજે હું લઇ ને આવી છું. ફરાળી ભેળ. જે કોઈ પણ વ્રત કે ઉપવાસ માં ખાઈ શકાય છે. અ ભેળ ફરાળી ની સાથે સાથે જ ખુબ જ ચટપટી બને છે. જેથી બાળકો પણ આ ફરાળી ભેળ ને ખુબ જ પસંદ કરે છે. તો ચલો બનાવીએ ટેસ્ટી ટેસ્ટી ફરાળી ભેળ.દિવસ માં એક વાર આ ભેળ ફરાળ માં કહી લીધી હોય તો વારે વારે ભૂખ પણ નથી લાગતી.

સામગ્રી

  • · ૧ બાઉલ ફરાળી વેફર,
  • · ૧ બાઉલ ફરાળી ચેવડો,
  • · ૧ બાઉલ ફરાળી મીઠી સેવ,
  • · ૧ નંગ ટમેટું,
  • · ૧ બાઉલ સુકીભાજી,
  • · ૨-૩ ચમચી દહીં ની મીઠી ચટણી,
  • · ૨-૩ ચમચી ખજુર-આંબલીની ખાટી-મીઠી ચટણી,
  • · ૧ ચમચી કોથમરી મરચા ની તીખી ચટણી,
  • · ૧/૨ બાઉલ સેકેલા સિંગદાણા,
  • · થોડા સેકેલા ડ્રાયફ્રુટ્સ.

રીત

સૌપ્રથમ એક બાઉલ માં સુકીભાજી લઇ તેને મેશ(ક્રશ) કરી લઈશું.

1

ત્યાર બાદ તેમાં વેફર ને પણ ક્રશ કરી ને ઉમેરી દેવી. ત્યાર બાદ લઈશું ફરાળી ચેવડો અને મીઠી સેવ. બને ને બાઉલ માં લઇ લઈશું.

2

ત્યાર બાદ એક ટમેટું લઇ તેને કટ કરી લેવું. અને તેને પણ બાઉલ માં ઉમેરી દઈશું. ત્યાર બાદ સિંગદાણા ને તેલ માં સાંતળી અને તેમાં નમક, મરચું પાઉડર ઉમેરી તેને પણ બાઉલ માં ઉમેરી દઈશું.

3

હવે તેમાં ખજુર આંબલીની ખાટી મીઠી, કોથમરી મરચા ની તીખી અને દહીં માં ખાંડ અને નમક ઉમેરી તેની મીઠી ચટણી બનાવી લઈશું. હવે તમને પસંદ હોય એટલી માત્રા માં બધીજ ચટણીઓ ઉમેરી દઈશું.

4

ત્યાર બાદ બધી જ સામગ્રીઓ ને ચમચા વડે મિક્ષ કરી દઈશું.

5

હવે ભેળ બની ગઈ છે તો તેમાં ગર્નીશિંગ માટે થોડા શેકેલા ડ્રાયફ્રુટ્સ અને કોથમરી ઉમેરીશું.

6

તો તૈયાર છે આપણી ફરાળ માં ખવાતી સ્વાદીસ્ટ અને ચટપટી ભેલ. જેને કોઈ પણ વ્રત માં ખાય શકાય છે.

નોંધ

આજ રીત થી વેફર્સ ની જગ્યા પર મમરા નો ઉપયોગ કરી રેગ્યુલર ભેળ પણ બનાવી શકાય છે.ડ્રાયફ્રુટ્સ ની જગ્યા પર ફ્રુટ્સ પણ ઉમેરી શકાય છે. જેમકે દાડમ ના બીજ,,,સફરજન.આ ભેળ ખુબ જ હેલ્થી અને ટેસ્ટી પણ છે. વ્રત માં જયારે પણ ભૂખ લાગે આ ભેળ બનાવી ખાઈ શકાય છે.

Video recipe link

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Comments

comments


3,483 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 3