ફણગાવવાની પ્રક્રિયા દરમિયાન બીજ અથવા અનાજમાંથી એન્ઝીમ્સ નીકળી દે છે જેથી તે પચવામાં ખૂબ જ સરળ રહે છે. આની સાથે સાથેતેમાંકુદરતી રીતે પ્રોટીન, વિટામીન અનેમિનરલ્સનું પ્રમાણ વધી જાય છે. અનેઆવી રીતે એક નાનકડું બીજ અથવા નાજન્યુટ્રીશિયન્ટથીભરપુર એવા પાવર હાઉસમાંપરિવર્તિત થઈ જાય છે. તેનાફાયદાઓ
કોઈ પણ પ્રકારનાફણગાવેલા બીજ ફાઈબરથીભરપુર હોયછે જે કારણેસુગરની તકલીફ વાળા દર્દીઓ માટે આ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ઊંચા પ્રમાણમાં પ્રોટીન,ફાઈબર,વિટામીન A, વિટામીન K, વિટામીન C, ફોલેટ,રીબોફ્લેવીન હોય છે તેમજ મેગ્નેશિયમ, કોપર, ઝીંક, કેલ્શિયમ, મેંગેનીઝ જેવા મિનરલ્સ પણ હોય છે.
તેના કેટલાક ફાયદાઓ નીચે પ્રમાણે છે.
૧. પેટની સમસ્યામાં રાહત આપે છે.
ફણગાવેલા બીજ પાચનશક્તિ વધારે છે તેમજ કબજિયાતને લગતી સમસ્યા ઓછી કરે છે. આગળ કહ્યું એ પ્રમાણે તેમાં ફાઈબર ખૂબ જ પ્રમાણમાં હોવાથી આ બીજ સવારમાં ખાલી પેટે ખાવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ ઓછું કરે છે.
૨.હ્રદયને લગતી સમસ્યાથી દૂર રાખે છે.
ફણગાવેલા બીજ હ્રદય માટે જરૂરી લોહી પહોંચાડી આપે છે. આમ તે, હ્રદયને જરૂરી એવા ન્યુરોન્સ પહોંચાડી તેને દરેક સમસ્યાથી દૂર રાખે છે અને આખા શરીરમાં રુધિર પરિભ્રમણ સારું રાખે છે.
૩.ફેફસાં માટે ફાયદાકારક છે.
ફેફસામાં રહેલા નકામા કચરાને ફણગાવેલા બીજ દૂર કરે છે તેમજ ફેફસાંને ઓબસ્ત્રકટીવપલ્મોનરી જેવી બીમારીથી દૂર રાખે છે.
૪.કોલેસ્ટ્રોલની સમસ્યા ઓછી કરે છે.
દરરોજ સવારે ખાલી પેટે આ બીજ ખાવાથી ભૂખની સમસ્યા ઓછી થઈ જાય છે તેમજ શરીરમાંના ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછુ કરી શકે છે.
આ ઉપરાંત ફણગાવેલા બીજમાં હાજર થાયમીન, વિટામીનB 6, પન્તોથેનીક એસિડ, ફોસ્ફરસ, કોપર શરીરના અલગ અલગ ભાગો માટે ખૂબ જ ફાયદાકારક છે.
લેખન સંકલન : યશ મોદી
તો હવે ઘરમાં કોઈપણ જો આ ફણગાવેલા કઠોળ ખાવાનું ના કહે તો પણ ખવડાવજો.