આપ મશહૂર બ્રાન્ડની પ્રોડકટ્સનો ઉપયોગ કરો છો. જેનો ઉપયોગ કરતાં સમયે આપ ક્યારેય એવું નહીં વિચારતા હો કે કેવી રીતે આ બ્રાન્ડ મશહૂર થઇ અને શું રહસ્ય છુપાયેલું છે તેની સફળતા પાછળ. આજે અમે આપને જણાવીશું દુનિયાભરની એવી કેટલીક બ્રાન્ડસ અંગે, જેની વેલ્યૂ સૌથી વધારે છે.
મિલવાર્ડ બ્રાઉન કંપની દ્ધારા એક અધ્યયન કરવામાં આવ્યું છે. જેમાં દુનિયાની ૧૦૦ કંપનીઓની એક યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં કંપનીઓને સામાન્ય લોકો વચ્ચે તેમની લોકપ્રિયતા અને મહત્વને ધ્યાનમાં લઇને સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં કંપનીઓની ઉપલબ્ધિઓ અને ખરાબ પરિસ્થિતિઓમાં પણ સારા પ્રદર્શન કરવાની ક્ષમતાને ધ્યાનમાં લઇને સ્થાન આપવામાં આવ્યું છે.
માર્લબોરો
બ્રાન્ડની કિંમત – ૪,૫૯,૧૮૩ કરોડ રૂપિયા (લગભગ)
બ્રાન્ડની કિંમતમાં આવ્યો ફેરફાર (૨૦૧૫ vs 2014 ) – 5 ટકા
મેકડોનાલ્ડ્સ
બ્રાન્ડની કિંમત – ૬,૦૪,૫૪૮ કરોડ રૂપિયા (અંદાજિત)
બ્રાન્ડની કિંમતમાં થયો ફેરફાર (૨૦૧૫ vs ૨૦૧૪) – ૫.૩૩ ટકા
એટી એન્ડ ટી
બ્રાન્ડની કિંમત – ૧૧,૫૪,૮૫૩ કરોડ રૂપિયા (અંદાજિત)
બ્રાન્ડની કિંમતમાં થયો ફેરફાર (૨૦૧૫ vs ૨૦૧૪) – ૨ ટકા
કોકા કોલા
બ્રાન્ડની કિંમત – ૧૧,૩૫,૪૪૯ કરોડ રૂપિયા (અંદાજિત)
બ્રાન્ડની કિંમતમાં થયો ફેરફાર (૨૦૧૫ vs ૨૦૧૪) – ૧ ટકા
વેરિઝોન
બ્રાન્ડની કિંમત – ૧૨,૭૬,૭૫૮ કરોડ રૂપિયા (અંદાજિત)
બ્રાન્ડની કિંમતમાં થયો ફેરફાર (૨૦૧૫ vs ૨૦૧૪) – ૪.૫ ટકા
ચાઇના મોબાઇલ
બ્રાન્ડની કિંમત – ૧૭,૨૪,૦૫૮ કરોડ રૂપિયા (અંદાજિત)
બ્રાન્ડની કિંમતમાં થયો ફેરફાર (૨૦૧૫ vs ૨૦૧૪) – ૧૦ ટકા
ગૂગલ
બ્રાન્ડની કિંમત – ૨૩,૪૯,૯૦૦ કરોડ રૂપિયા (અંદાજિત)
બ્રાન્ડની કિંમતમાં થયો ફેરફાર (૨૦૧૫ vs ૨૦૧૪) – ૩ ટકા
માઇક્રોસોફટ
બ્રાન્ડની કિંમત – ૨૪,૨૪,૮૭૦ કરોડ રૂપિયા (અંદાજિત)
બ્રાન્ડની કિંમતમાં થયો ફેરફાર (૨૦૧૫ vs ૨૦૧૪) – ૧૫ ટકા
એપ્પલ
બ્રાન્ડની કિંમત – ૪૭,૫૭,૯૨૮ કરોડ રૂપિયા (અંદાજિત)
બ્રાન્ડની કિંમતમાં થયો ફેરફાર (૨૦૧૫ vs ૨૦૧૪) – ૪૫ ટકા