ફક્ત ત્રણ અઠવાડિયા સુધી ગોળ સાથે ચણા નું સેવન કરો, શરીરમા આવતા પરિવર્તનથી તમે પણ ચોંકી જશો

જો ગોળ સાથે ચણા ખાવામાં આવે તો તે વ્યક્તિ ના સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક સાબિત થાય છે. ગોળ તેમજ ચણા બન્ને જ આરોગ્ય માટે ઘણા લાભદાયક હોય છે. આ બન્ને પોતે પોતાના માં એક સંતુલિત આહાર માનવામાં આવે છે. જો તમે બન્ને ને ભેળવીને ખાવ છો તેના ફાયદા બે ગણા થઇ જાય છે. ભારતીય સંસ્કૃતિ મુજબ ગોળ નું પોતાનું અલગ જ મહત્વ છે. આ તો બધા જાણતા જ હશે કે ખાંડ, સાકર તેમજ ગોળ શેરડી ના રસ થી બનાવવા મા આવે છે.

ખાંડ બનતી વખતે તેમાં મળી આવતા લોહ તત્વો, પોટેશિયમ ગંધક, ફોસ્ફોરસ તેમજ કેલ્શિયમ વગેરે નો નાશ પામે છે જયારે આ બધા જ તત્વો ગોળ મા વિદ્યમાન રહે છે. તો આજ ના આ આર્ટીકલ મારફતે આજે વાત કરશું ગોળ તેમજ ચણા ને ભેળવીને ખાવા થી શરીર ના સ્વાસ્થ્ય ને શું-શું ફાયદાઓ મળે છે. તો ચાલો જાણીએ આ વિશે.

લોહી ની ઉણપ ને દુર કરવા ગોળ તેમજ ચણા ભેળવી ને ખવાય છે

કોઇપણ વ્યક્તિ ના શરીર મા રહેલ રક્તકણ મા હિમોગ્લોબીન નું પ્રમાણ ઘટતું હોય તો તેના લીધે એનિમિયા જેવા રોગો ની તકલીફ થઇ શકે છે. આ રોગ થી શરીર મા લોહતત્વ ની ખામી આવે છે અને તેના મુખ્ય લક્ષણ થાક અને નબળાઈ છે. જો તમે ગોળ તેમજ ચણા ભેળવીને ખાવા મા આવે તો આ રોગ થી છુટકારો મેળવી શકાય છે.

હ્રદય હુમલા થી બચાવ

આજ ની જડપી જીવનશૈલી મા મોટાભાગ ના લોકો મા હ્રદય થી લગતી બીમારીઓ જોવા મળે છે. આજ ના અનિયમિત જીવનશૈલી તેમજ ખરાબ ખાન-પાન ને લીધે મોટેભાગે લોકો આવા રોગો મા સંકળાઈ જતા હોય છે. તો એમાં હ્રદય હુમલા ની વાત કરવામાં આવે તો અત્યારે તેનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. આ માટે ગોળ તેમજ ચણા ભેળવીને ખાવા થી ઘણો લાભ થાય છે. કેમકે તેમાં પુષ્કળ પ્રમાણ મા પોટેશિયમ હોવાથી તે હ્રદય હુમલા થી બચાવે છે.

માંસપેશીઓ બનાવવામાં મદદરૂપ

શરીર ને મજબુત બાંધો આપવા માટે માંસપેશીઓ મજબુત હોવી જરૂરી છે. તો તે માટે પણ ગોળ અને ચણા નું સેવન કે જેમા પુષ્કળ પ્રમાણ મા મળી આવતા પ્રોટીન ના પોષકતત્વો આ માંસપેશીઓ ને મજબુત બનાવવા મા મદદરૂપ થાય છે.

કબજિયાત થી છુટકારો

જેવું બધા જાણતા જ હશે કે શરીર નું સૌથી મહત્વપૂર્ણ કામ લીવર દ્વારા થાય છે. જો લીવર મા જ કોઈ ખામી આવે તો આખા શરીર ને શારીરિક તેમજ માનસિક સમસ્યાઓ નો સામનો કરવો પડે છે. તો આ માટે પેટ થી લગતી તમામ મુશ્કેલીઓ કે જેમાં મોખરે કબજિયાત આવે છે તેના થી છુટકારો મેળવવા માંગતા હોય તો ગોળ તેમજ ચણા ખાવા જોઈએ. કેમકે આ બન્ને મા ફાઈબર ની માત્રા વધુ હોવાથી તે પાચનતંત્ર ને વેગ આપે છે જેથી તે બરાબર કામ કરે અને તેથી કબજિયાત જેવા રોગો ની તકલીફ રેહતી નથી.

તણાવ મા થી મુક્તિ માટે

આ ગોળ તેમજ ચણા ખાવા થી માનસિક ચિંતા કે પછી તણાવ દુર થાય છે. કેમકે તેમાં પુષ્કળ પ્રમાણ મા મળી આવતા એમિનો એસિડ ટ્રીપ્ટોફેન તેમજ સેરોટોનિન તણાવ અને અવસાદ થી બચવવા મા મદદરૂપ થાય છે.

હાડકાઓ બને છે મજબૂત

ગોળ તેમજ ચણા ને ખાવા થી શરીર ના હાડકાઓ મજબૂત બને છે. કેમકે આ બન્ને મા મળી આવતા કેલ્શિયમ ઘણા વધુ પ્રમાણ મા હોવાથી તે શરીર ના હાડકાઓ ને મજબૂતી આપે છે.

Comments

comments


3,433 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 9