આજે અમે તમને એ વિષે વાત કરીશું કે કિન્નરો વિવાહ કરે છે. આ વાત વિષે લગભગ બહું ઓછા લોકો ને ખબર હોય છે. આ વાત જાણી ને તમે હેરાન થઇ જશો. કિન્નરો એક રાત માટે વિવાહ કરે છે. કીન્નરો ના લગ્ન જેમની સાથે થાય કે એ કોઈ સમાન્ય માણસો નથી હોતા પણ તે હોય છે અર્જુન અને નાગ કન્યા ના પુત્ર ભગવાન ઇરાવન. તેઓ ને કિન્નર ઇરાવન ભગવાન તરીકે પણ ઓળખવામાં આવે છે. કિન્નરો લગ્ન પછી આખી રાત ભગવાન ઇરાવન ની પૂજા કરે છે. હવે કિન્નરો શા માટે એક રાત માટે લગ્ન કરે છે અને કિન્નરો ના ભગવાન ઇરાવન બન્યા કઈ રીતે તે વાત ની સબંધ સીધો મહાભારત સાથે છે.
આ વાત જણાવતા પહેલા અમે તમને એ જણાવી દઈએ કે એમના લગ્ન ક્યારે અને ક્યાં થાય છે. તમારે કિન્નરો ના લગ્ન જોવા હોય તો તમારે તમિલનાડુ ના એક ગામ એ જાવું પડે છે. આ ગામ નું નામ છે કુવાગમ. આ ગામ માં તમિલ ના નવા વર્ષ પૂનમ ના દિવસ દરમ્યાન હજારો કિન્નરો લગ્ન કરે છે. અ બધું 17 દિવસ ચાલે છે 18 માં દિવસે એમના લગ્ન થઇ જાય છે.
આ પછી ભગવાન ઇરાવન ની મૂર્તિને બધે ફેરવવા માં આવે છે અને પછી તોડી નાખે છે. પછી કિન્નરો બધા શૃંગાર ઉતારી અને વિધવાની જેમ વિલાપ કરે છે. તેની પાછળ કારણ એ છે કે એક વાર મહાભારત ના યુદ્ધ દરમ્યાન કાળી માતા ની પૂજા કરી અને એક રાજકુમાર ની બલી ચડાવવા ની હતી ત્યારે કોઈ આગળ ન આવ્યું પણ ઇરાવન આગળ આવ્યો. પણ તેણે શરત રાખી કે લગ્ન કર્યા વિના તેઓ આ કામ નહિ કરે.
પાંડવો મુશ્કેલી માં પડ્યા કે એમની સાથે જે રાજકુમારી લગ્ન કરશે તે એક દિવસ માં વિધવા થશે. આ સમસ્યા ના સમાધાન માટે કૃષ્ણ એ મોહિની રૂપ લઇ અને ઇરાવન સાથે લગ્ન કર્યા. અને પછી બીજા દિવસે બલી દેવાય ગઈ ત્યારે ખુબ જ વિલાપ પણ કર્યો. આ ઘટના ને યાદ કરી અને કિન્નરો લગન કરે છે.