ફક્ત એક ગ્લાસ પાણીનો આ નુસખો હમેશા માટે તમારા કમર દર્દને મટાડી દેશે, જાણો આ નવો ઉપાય

મિત્રો , કમરદર્દ ની સમસ્યા એ વર્તમાન સમય મા સામાન્ય બની ગઈ છે. ફક્ત મોટી વય ના લોકો જ નહી પરંતુ , નાની વય ના લોકો પણ આજકાલ આ સમસ્યા થી પીડાતા હોય છે. કમરદર્દ નુ એક મુખ્ય કારણ અસ્તવ્યસ્ત જીવનશૈલી અને યોગ્ય શારીરિક શ્રમ ની ઉણપ. મોટા ભાગ ના લોકો કમર ની વચ્ચે ના તથા નીચે ના ભાગ મા દર્દ અનુભવતા હોય છે.

આ દર્દ કમર ની બંને સાઈડ છેક બેઠક ના ભાગ સુધી અનુભવી શકાય છે. વધતી જતી ઉંમર ની સાથો સાથ આ સમસ્યા પણ જટીલ બનતી જાય છે. પરિણામે , યોગ્ય કાર્યક્ષમતા થી કાર્ય થઈ શકતુ નથી. અમુક આદતો મા પરિવર્તન લાવી ને આ સમસ્યા મા થી મુક્તિ મેળવી શકાય. હાલ, તમને અમુક એવા ઘરગથ્થુ ઉપચારો વિશે જણાવીશુ જે તમને આ કમરદર્દ ની સમસ્યા મા થી મુક્તિ અપાવી શકે.

નિયમીત પરોઢે સરસવ નુ ઓઈલ અથવા કોકોનેટ ઓઈલ મા લસણ ની ૩-૪ કળીઓ ઉમેરી ને જ્યા સુધી આ લસણ ની કળીઓ કાળી ના પડી જાય ત્યા સુધી આ ઓઈલ ને ઉકાળો. આ ઓઈલ ઠંડુ પડી જાય એટલે કમર ની યોગ્ય માલિશ આ ઓઈલ થી કરવી.

આ ઉપરાંત ગરમ પાણી મા યોગ્ય પ્રમાણ મા નમક ભેળવી ને એક સ્વચ્છ કપડુ તેમા નીચોવી ત્યારબાદ પેટ ના બળે સૂઈ જઈ ને આ દુઃખાવા ના સ્થાને આ કપડા થી બાફ લો. આ પણ એક અચૂક ઉપચાર છે. આ સિવાય કડાઈ મા ૨-૩ ચમચી નમક ઉમેરી ને તેને વ્યવસ્થિત રીતે શેકી ને આ નમક ને એક મોટા કપડા મા બાંધી ને તેની પોટલી બનાવી કમર પર શેક કરવા મા આવે તો દુઃખાવા મા રાહત મેળવી શકાય.

આ ઉપરાંત અજમા ને તવા પર ધીમી આંચ પર શેકી લેવુ. ત્યારબાદ તે ઠંડુ પડી જાય એટલે તેને ધીમે-ધીમે ચાવી ને ગળી જવુ. તેના સેવન થી તમારો કમરદર્દ ક્ષણભર મા દૂર થઈ જાય. કમરદર્દ થી પીડાતા વ્યક્તિઓ એ ક્યારેય પણ કોઈ ભારે વસ્તુ ઊઠાવતા સમયે કમર ના બળે ના વળવુ.

ભારે વસ્તુ ઉચકવા માટે ઘૂંટણ વાળી ને નીચે વળવુ અને જ્યારે હાથ ની નીચે વસ્તુ પહોચી જાય ત્યારબાદ તેને ઊઠાવી ને ઘૂંટણ થી સીધા ઊભા થાઓ. આ ઉપરાંત ઓફિસ વર્ક કરતા લોકોએ ક્યારેય પણ કમર ના આધારે ના બેસવુ. પોતાની કમર ને ખુરશી પર એવી રીતે ટેકાડૉ કે જેથી તમારુ શરીર સીધુ અને ટટ્ટાર રહે.

આ સિવાય આદુ એ કમરદર્દ ને દૂર કરવા માટે નો એક રામબાણ ઈલાજ છે. આદુ એ ભરપૂર પ્રમાણ મા એન્ટિ ઈલીમેન્ટરી ગુણતત્વો ધરાવે છે. જે આપણી માંસપેશીઓ ને રાહત આપે છે અને કમરદર્દ મા થી મુક્તિ અપાવે છે. તો નિયમિત આ આદુ નો ઉપયોગ કરવો.

Comments

comments


3,481 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + = 6