ફક્ત ૫ રૂપિયાની ફટકડીના ઉપયોગથી તમારા વાળને બનાવો રેશમી, લાંબા અને મજબુત…

અત્યાર ના સમય ની તમામ યુવતી ની લાંબા વાળ , સુંદર વાળ અને રેશમી વાળ ની ઈચ્છા ધરાવે છે. વાળ નો રંગ કાળો હોય તે ઈચ્છા દરેક યુવતી ધરાવતી હોય છે. જેના માટે યુવતીઓ હેર ઓઈલ , સેમ્પુ , કન્ડીસનર વગેરે જેવી વસ્તુઓ નો ઉપયોગ કરે છે. પણ આવા પ્રોડક્સ વાપરવા થી ઘણીવાર વિપરીત રીઝલ્ટ પ્રાપ્ત થતુ હોય છે જેમ કે , વાળ વધવા ને બદલે ઊતરવા લાગે , રેશમી ને બદલે બરછટ થઈ જાય , વાળ નો કલર બદલાય જાય વગેરે.

આવી રીતે મોંઘા-મોંઘા સાબુ , સેમ્પુ વગેરે ના ઉપયોગ કરવા છતા જો તમને લાભ થવા ને બદલે નુકસાન જ વેઠવુ પડે તો આવી વસ્તુઓ નો ત્યાગ કરવો જોઈએ. તો હવે શુ કરવુ ? આવી વસ્તુઓ નો ઉપયોગ બંધ કરી દેવો ? તો એની જગ્યાએ કઈ વસ્તુ નો પ્રયોગ કરવો ? વગેરે જેવા પ્રશ્નો તમારા મન મા ઉદભવતા હશે. તમે વિચારો કે આપણા પુર્વજો પણ આવી વસ્તુઓ નો ઉપયોગ ન કરતા છતા તેમના વાળ આટલા લાંબા , કાળા , રેશમી અને ચમકદાર કઈ રીતે હતા. શુ હશે તેની પાછળ નુ રહસ્ય ?

તમારા માટે કુદરતી ઉપચાર કે જેમા કોઈપણ પ્રકાર ના હાનીકારક તત્વો નો વપરાશ ન થયો હોય તેનો ઉપયોગ કરી શકાય. ઘરગથ્થુ ઉપચાર કે જે તમારા રસોડા માથી સામાન્ય રીતે મળી રહેશે. તેનો વપરાશ કરવા થી તમારા વાળ ની લંબાઈ , સુંદરતા તેમજ ચમક ને જાળવવા મા મદદરૂપ થાય છે. તો આ વસ્તુ છે ફટકડી.

હા તમને જાણીને નવાઈ લાગશે કે દર આઠ દિવસે એકવાર ફટકડી નો ઉપયોગ કરવાથી તમને સારૂ રિઝલ્ટ પ્રાપ્ત થશે. જો તમે ગામ મા થી કોઈ હેર ઓઈલ લો તો ઓછા મા ઓછા ૧૦૦ રૂપીયા નો ખર્ચ આવે છે. જે તમારા વાળ ની સમસ્યા દુર થાશે જ એવી કોઈ પણ પ્રકારની જવાબદારી લેતા નથી હોતા. પણ ફટકડી મા થી બનતુ તેલ માત્ર બજાર મા થી લવવા મા આવેલ તેલ કરતા અડધા ખર્ચ મા જ તૈયાર થઈ જશે અને તમારા વાળ સબંધી તમામ પરેશાની દુર થઈ જણાશે.

ફટકડી નુ તેલ બનાવવા માટે વપરાતી વસ્તુઓ:

થોડી ફટકડી નો ભુક્કો , વાટેલુ આદુ , બે ચમચી કુવારપાઠા જેલ , અડધો કપ એરંડીયુ

આ ચાર વસ્તુઓ નો પ્રયોગ કરી આ તેલ બનાવી શકાય છે. ફટકડી મા રહેલ તત્વો ને કારણે વાળ ને કાળા બનાવવા ઉપયોગી છે. આદૂ મા રહેલ જિન્જોઇલ નામ નુ દ્રવ્ય વાળ ની લંબાઈ મા ઝડપ થી વધારો કરે છે. તેમજ વાળ ફાટવા ની ક્રિયા ને રોકે છે. કુવારપાઠુ વાળ ને ચમકદાર બનાવે છે. એરંડીયુ વાળ ને મજબુતાઈ તેમજ વિકાસ કરવામા ઉપયોગી સાબિત થાય છે.

તેલ બનાવવા અપનાવો આ રીત:

પહેલા આદુ ને વાટી પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ એક પાત્ર મા તેલ લઈ તેમા ફટકડી , વાટેલ આદુ , કુવારપાઠુ મિક્સ કરો. તમારુ તેલ બની ને તૈયાર થઈ ગયુ.

આ તૈયાર તેલ ને એક બોટલ મા ભરી દો. એક વાત યાદ રાખવી કે તેને સુર્ય પ્રકાશ થી દુર રાખવુ જેથી તેમા રહેલ તત્વો નાશ ન પામે. દર ચાર દિવસે એક વાર આ તેલ ના પ્રયોગ થી તમને એક અઠવાડિયા મા જ તેનુ રિઝલ્ટ પ્રાપ્ત થશે. આ તેલ ના વપરાશ થી તમારા વાળ તંદુરસ્ત બનશે તેમજ તેની લંબાઈ મા વધારો થશે. તેમજ વાળ કાળા અને રેશમી બનશે.

આ તેલ કોઈપણ જાત ના હાનિકારક તત્વો ના મિલાવટ વગર નુ હોય છે. જે તમારા વાળ ને સુંદર બનાવશે.

Comments

comments


5,167 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + 2 =