ફક્ત ૫ લાખના રોકાણમા માત્ર ૨ વર્ષમા મેળવ્યો ૪ કરોડનો નફો, જાણો આ માટી વિનાની ખેતી વિષે…

ભારત એક ખેતી પ્રધાન દેશ છે તે છતાં અત્યાર ના યુવાનો ખેતી ને પસંદ નથી કરતા. ગામડા માંથી પણ લોકો શહેર તરફ વળવા લાગ્યા છે અને ખેતી મેલીને રોજગાર કે ધંધા કરવા લાગ્યા છે. પરંતુ હજુ એવા લોકો છે કે જેને ખેતી ને જ રોજગાર બનાવ્યો અને તેમાંથી ઘણો નફો મેળવ્યો.

તો વાત કરવી છે ચેન્નાઈ ના રહેવાસી શ્રી રામ ગોપાલ ની કે જેમને માટીના ઉપયોગ વગર ની આ રીત આટલા હદે ગમી કે તેને જીવન નિર્વાહ માટે આ પદ્ધતિ ને અપનાવી લીધું. આ વ્યક્તિએ માટી વગર ની ખેતી માટે એક શરૂઆત કરી અને તેનું વાર્ષિક આવક બે કરોડ સુધી પહોચી ગયું.

તેમને જણાવ્યું કે આજ થી લગભગ પાંચ વર્ષ પેહલા તેમના એક દોસ્તએ તેમને એક વિડીયો દેખાડ્યો કે જેમાં માટી વગર ખેતી ની પદ્ધતિ બતાવવા મા આવી હતી અને ત્યાં થી પ્રેણના લીધી. આ પદ્ધતિ મા ખેતર ની જરૂર હોતી નથી. આ માટી વગર ની ખેતી ને હાઈડ્રોપોનિકસ કેહવામાં આવે છે. તેમજ આ ખેતી ની શરૂઆત તેમને પોતાના પિતા ના કારખાના થી કરી.

શરૂવાત કરી ધાબા ઉપર થી:

હાઈડ્રોપોનિકસ ની પદ્ધતિ મા હર્બ્સ ને ઉગાડવા મા આવે છે. તેના છોડ માટે જરૂરી પોષકતત્વો ને માત્ર પાણી થી છોડ ના મૂળ સુધી પહોચાડવામાં આવે છે. આ છોડ ને ઘણા બધી ફ્રેમ ના ટેકે એક પાઈપ મા ઉગાડવામાં આવે છે અને તેના મુળિયા ને પાઈપ ની અંદર પોષકતત્વો થી ભરેલા પાણી મા મૂકી દેવા મા આવે છે. તેમજ આમાં માટી ન હોવાથી ધાબા ઉપર વજન પણ વધતો નથી. તેમાં એક જુદી રીત નો ઉપયોગ કરવામાં આવે છે જેથી ધાબા મા પણ કોઈ જાત નો ફેરફાર કરવો પડતો નથી.

માત્ર પાંચ લાખ રૂપિયા થી શરુ કર્યો વેપાર:

શ્રીરામે કહ્યા પ્રમાણે કે તેમણે માત્ર પાંચ લાખ રૂપિયા મા પોતાના મિત્રો સાથે મળી ને ફ્યુચર ફાર્મસ ની શરૂઆત કરી. તેમના પિતા ની એક જુના કારખાના મા ઘણી જગ્યા પડી હતી. ત્યાં તેમણે હાઈડ્રોપોનિકસ પદ્ધતિ થી ખેતી કરવાનું વિચાર કર્યાં. તેના પિતા ના કારખાના મા ફોટા ફ્રેમ બનાવવા મા આવતી પણ અત્યાર ની ડીઝીટલ ફોટોગ્રાફી આવવાથી ફેક્ટરી બંધ થઇ ગઈ હતી. આજ ની તારીખ મા તેમનું વાર્ષિક ટનઓવર આઠ કરોડ રૂપિયા પહોચવા ની તેમને આશા છે.

હાઈડ્રોપોનિકસ ને આપી રહ્યા છે પ્રોત્સાહન :

શ્રીરામ મુજબ આ ખેતી મા ૯૦ ટકા ઓછું પાણી વપરાય છે. હાલ તેમની કંપની હાઈડ્રોપોનિકસ ના કીટ્સ બનાવી વેચે છે. આ કીટ્સ ની કિંમત ૯૯૯ રૂપિયા થી શરુ કરવામાં આવી છે. અહિયાં ક્ષેત્રફળ મુજબ હિસાબ કરી તેની કિંમત નક્કી કરવામાં આવે છે. આ પદ્ધતિ મા એક એકર મા ફીટ કરવાનો ખર્ચ ૫૦ લાખ રૂપિયા થાય છે અને જો ઘર મા ૮૦ સ્ક્વેર ફૂટ મા આનો ખર્ચો ૪૫ થી ૫૦ હજાર રૂપિયા થાય છે. તેમાં ૧૬૦ છોડ ઉગાડી શકાય છે.

વાર્ષિક ૩૦૦ ટકા ના દર થી વધે :

શ્રીરામે વાત કરી કે ૨૦૧૫-૧૬ મા આ કંપની નું ટનઓવર ૩૮ લાખ રૂપિયા હતું અને તેમાં વાર્ષિક વધારો કરીને ૨ કરોડ રૂપિયા સુધી કરવામાં આવે છે. તેમના મુજબ આ આંકડો ૩૦૦ ટકા વાર્ષિક દરે વધે છે. અત્યારે તેમનો ટનઓવર ૨ કરોડ રૂપિયા હતો અને હવે તેમને આશા છે આ આવનાર વર્ષે ટનઓવર ૬ કરોડ રૂપિયા સુધી પહોચી શકે છે.

Comments

comments


4,592 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − = 3