ફક્ત ભારતનું જ નહિ પણ આખા વિશ્વનું સૌથી મોટું રસોડું છે આ, જાણો એના વિષે

જયારે આપણે નવું ઘર બનાવતા હોય છે ત્યારે આપણે સૌથી પેહલા રસોડા નો વિચાર કર્યે છે. કે આપણું રસોડું કેવું હશે. કારણ કે સૌથી વધુ ઉપયોગ આપણે રસોડા નો જ કરીયે છીએ.  આજ કાલ મોઘવારી ખુબજ વધી ગઈ છે. એટલા માટે બધાનું ભારણ પોસણ કરવું ખુબજ અઘરું પડી જાય છે. એમાં પણ જે લોકો ની પરિસ્થિતિ ખુબજ નબળી હોય તે લોકો ને તો ઘરના સભ્ય નું ભારણ પોસણ કરવું ખુબજ અઘરું પડી જાય છે. આજે અમે આ લેખ દ્વારા એક એવા રસોડા વિશે વાત કરવાના છે  કે જ્યાં ત્રણ કલાક માં એક લાખ લોકો નું જમવાનું બને છે. આ રસોડું ભારત નું જ નહિ આખા વિશ્વ નું સૌથી મોટું રસોડું છે.

અમે વાત કરીયે છીએ પંજાબ માં આવેલું એક નાનકડું ગામ જેનું નામ છે અમ્રિતસર, અમ્રિતસર માં એક એવું ગુરૂદ્વારા છે કે  જ્યાં ત્રણ કલાક માં ઓછામાં ઓછા એક લાખ લોકો ની રસોઈ બને છે. આ ગુરૂદ્વારા ને પંજાબ ના લોકો ‘ શ્રી હરી મંદિર સાહેબ ‘ ના નામ થી ઓળખે છે. ‘ શ્રી હરી મંદિર સાહેબ ‘ નું ગુરૂદ્વારા  સૌથી પવિત્ર ,સુદ્ધ અને ધાર્મિક સ્થળ મનાય છે.

આ ગુરૂદ્વારા માં લોકો દુર દુર થી દર્શન કરવા માટે આવે છે. તમને ખબર છે કે દુનિયાની સૌથી મોટી પંગત ક્યાં પડે છે ? દુનિયા ની સૌથી મોટી પંગત પંજાબ માં આવેલા ‘ શ્રી હરી મંદિર સાહેબ ‘ ના ગુરૂદ્વારા માં પડે છે. આ પંગત એટલી મોટી હોય છે કે તમને દુર દુર સુધી  ખબર જ પડે નહિ કે આ ગુરૂદ્વારા માં કેટલા માણસો છે. આ ગુરુદ્વારા માં જે કોય પણ વ્યક્તિ આવે છે તે ક્યારેય ભૂખ્યા જાતા નથી. આ ગુરુદ્વાર માં સતત જમણવાર ચાલુ હોય છે.

આ મંદિર માં ફક્ત ત્રણ કલાક માં જ એક લાખ થી પણ વધારે લોકો નું જમવાનું બને છે. અને પંગત પાડતી વખતે ભોજન ગૃહ માં 500 થી પણ વધારે કર્મચારીઓ કામ કરતા હોય છે. જયારે તમને મોકો મળે ત્યારે એક વાર જરૂર જાજો આ ‘ શ્રી હરી મંદિર સાહેબ ‘ ના ગુરૂદ્વારા માં.

Comments

comments


3,238 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × = 36