આ ફેસપેક સાથે થોડી ખોરાકમાં કાળજી, વ્યાયામ, અને થોડી સ્કિનની દરકાર કરી ચોક્કસથી તમે તમારી સ્કિન ચમકતી ને સુંદર રાખી શકો છો.

દરેક યુવતી ની એક જ ઈચ્છા હોય છે કે એની સ્કિન હમેંશા યુવાન રહે અને ચમકતી રહે. કોઈપણ ઉંમર હોય પણ હંમેશા સુંદર દેખાય.

આજકાલ માર્કેટમાં બહોળા પ્રમાણ માં સૌંદર્ય પ્રસાધનો મળે છે જે ઘણા મોંઘા હોય છે અને કેમિકલ વાળા હોય છે. જે ઘણીવાર આપણી સ્કિન ને અનુરૂપ નથી હોતા. અને એવું શક્ય નથી કે આપણે બધું જ અલગ અલગ ઉપયોગમાં લઇ એ.

એવું કહેવાય કે આપણી સ્કિન આપણી જીવન શૈલી દેખાડે છે.

અને જો આપણે થોડું રોજીંદા જીવન માં એનું ધ્યાન રાખીએ તો ચોક્કસ થી હંમેશા આપણી સ્કિન સુંદર રહી શકે છે.

થોડી ખોરાક માં કાળજી, વ્યાયામ, અને થોડી સ્કિન ની દરકાર કરી ચોક્કસ થી તમે તમારી સ્કિન ચમકતી ને સુંદર રાખી શકો છો.

આજની ફાસ્ટ લાઈફ માં બધા નો એક જ પ્રોબ્લેમ છે કે કેવી રીતે ઓછા સમય માં અને કેમિકલ વિનાનું કાંઈક એવું ઉપયોગ માં લઈએ કે જેનાથી આપણી સ્કિન સારી રહે ને કંઈ પણ નુકસાન ન થાય.

આજે હું એક All In one ફેસપેક લઇ ને આવી છું . જેનો ઉપયોગ હું મારા રોજીંદા જીવન માં પણ કરું છું. આ ફેસપક કોઈ પણ ઉમર ની વ્યક્તિ કરી શકે છે એ પણ કંઈ નુકસાન થયા વિના..

આ ફેસપક થી ખીલ, ડાઘ- ધબ્બા, સન ટેન, નિસ્તેજ સ્કિન,કરચલી, સ્કિન નો કલર એકસરખો ના હોવો , ખૂબ ઓઈલી સ્કિન, વધુ પડતી રૂંવાટી ,નાની વયે સ્કિન માં એજિંગ સ્પોટસ, વધુ પડતી ડ્રાય સ્કિન વગેરે સમસ્યાઓ રોજીંદા વપરાશ થી દૂર કરી શકાય છે.

આ ફેસપક નો સૌથી મોટો ફાયદો એ છે કે બધી જ સામગ્રી તમારા રસોડા માં જ મળી રહે છે. બસ જરૂર છે 10 મિનિટ તમારા માટે ફાળવવાની. તો ચાલો બધી રસોઈ ની રાણી 10 મિનિટ નીકાળી ને બનાવી લો તમારા માટે આ ફેસ પેક.

આ પેક ની બધી સામગ્રી જ્યારે ભેગી થાય ત્યારે એકબીજા સાથે મળી ને એક પરફેક્ટ ફેસપક બનાવે છે. જેનાથી સ્કિન ના મોટા ભાગ ની તકલીફ દૂર કરી શકાય છે. એટલે જ મેં આનું નામ All in One ફેસ પેક આપ્યું છે. તો આજ થી જ લગાવો આ ફેસપેક અને પછી જણાવો કે તમને કેવો લાગ્યો?

All in One ફેસપેક માટેની સામગ્રી:-

  • 1 ચમચી ચોખાનો લોટ,
  • 1 ચમચી ચણા નો લોટ,
  • 1 ચમચી મધ,
  • 1/2 ચમચી હળદર,
  • 1 ચમચી દહીં,
  • 4-5 ટીપાં કોપરેલ,
  • 3-4 ટીપાં લીંબુ,

જો તમારી સ્કિન ખૂબ જ ડ્રાય હોય તો 1 ચમચી મલાઈ ઉમેરો અને 10 ટીપાં કોપરેલના ઉમેરો.

બધું જ મિક્સ કરી લો અને 5- 10 મિનિટ રેહવા દો.પછી તમારી આંગળીઓ ની મદદ થી આખા ચહેરા પર લગાવી દો. અને 1 – 2 મિનિટ હળવા હાથે માલિશ કરો અને રહેવા દો.આંખો ની આસપાસ ના લગાવવું.

હવે 15-20 મિનીટ અથવા તો સુકાય જાય એટલે હુંફાળા પાણી થી ફેસ ધોઈ લો. જો તમને હળદરના લીધે સ્કિન પીળી લાગે તો માઈલ્ડ સાબુ થી ફેસ વોશ કરો.

જો ચહેરા પર બહુ રૂંવાટી હોય તો ફેસપેક ડ્રાય થાય એટલે હળવા હાથે વાળ ની વિરુદ્ધ દિશા માં ઘસો. અને પછી હુંફાળા પાણી થી ચહેરો ધોઈ લો.

આ ઉબટનનો ઉપયોગ નાહવામાં પણ લઈ શકાય છે.

આ ફેસપેક અઠવાડિયામાં 3-4 વાર વાપરો. અને પછી જોવો તમારી ચહેરા ની રંગત… તમને પેહલા 2 -3 વપરાશ માં જ ફરક દેખાશે.

રોજીંદા વપરાશ થી બધી સમસ્યાઓ ધીરે ધીરે દૂર થઇ જશે.

ચાલો આ ફેસપક માં વપરાતી સામગ્રીઓ કઈ રીતે ફાયદો કરે છે એ જાણી લઈએ.

1. ચોખાનો લોટ. :

ખૂબ જ પ્રાચીન સમય થી આ લોટ સૌંદર્ય નિખારવા માટે વપરાય છે. આ લોટ ઓઈલી સ્કિન માટે તો આશીર્વાદ જ છે. ચાઇના ના લોકો ચોખા નો ઉપયોગ ખૂબસૂરતી માટે બહોળા પ્રમાણ માં કરે છે. આ લોટ મુલાયમ સ્ક્રબ જેવું કામ કરે છે અને મૃત ત્વચા નીકાળી ને સ્કિન નો કલર નિખારે છે. સન બર્ન દૂર થાય છે. સૌથી મોટો ફાયદો એ છે કે કરચલીઓ થાતી અટકાવી ને ત્વચા ને હમેંશા યુવાન રાખે છે.

2. ચણાનો લોટ:

ખીલ દૂર કરવામાં મદદ કરે છે. સ્કિન પર ઝાંય  પડી હોય એને દૂર કરે છે.સ્કિન સાફ કરે છે. ચહેરા પર ના પાતળાં વાળ પણ દૂર કરે છે.

3. મધ :-

મધ એન્ટીબેકટેરિયલ હોય છે એટલે ખીલ માટે અને બીજા ચામડી ના વિકાર માટે ખૂબ જ ફાયદાકારક છે.
એ સ્કિન ની ભીનાશ જાળવી ને ગ્લોઈગ સ્કિન બનાવે છે.

મધ એન્ટી ઓક્સિડેન્ટ થી ભરપૂર છે જે તમારી સ્કિનની એજિંગ પ્રોસેસ અટકાવે છે અને કરચલીઓ નથી થવા દેતું. એના રેગ્યુલર ઉપયોગ થી સ્કિન નો કલર પણ નિખરે છે.

4. હળદર :-

ખીલ અને કાળા ડાઘ વગેરે ની સમસ્યાઓ દૂર કરે છે. સ્કિન પર આવેલા pores ઓછા કરે છે અને ખાડા બનતા અટકાવે છે. જેથી સ્કિન વધુ મુલાયમ બને છે.

5. દહીં :-

દહીં માં લેક્ટિક એસિડ અને કુદરતી આલ્ફા હાઇડ્રોક્સિ એસિડ આવેલું હોય છે જે તમારો રંગ નિખારે છે અને સ્કિન ને વધુ ચમકતી અને સોફ્ટ બનાવે છે. નાની ઉમર માં આવતી કરચલીઓ અટકાવે છે. એજિંગ સ્પોટ પણ દૂર કરે છે.

6. કોપરલ :-

કોપરેલ માં એન્ટી બેકટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ આવેલા હોવાથી તમારી સ્કિન માટે વરદાન રૂપ બની રહે છે. કોઈ પણ પ્રકાર ની સ્કિન વાળા લોકો આ તેલ ને બીજી સામગ્રી સાથે મિક્સ કરી ને લગાવે તો સ્કિન ને બહુ જ ફાયદા થાય છે. તમારી સ્કિન ને ચમકીલી બનાવે છે. અને કરચલીઓ નથી પડતી. ખીલ થતા હોય એ લોકો પણ આ પેક માં મિક્સ કરી ને લગાવે તો ખીલ માં પણ ફાયદો થાય . ડ્રાય સ્કિન વાળા માટે તો આ તેલ નો ઉપયોગ ઉત્તમ છે. ઓઈલી સ્કિન વાળા માટે પણ આ તેલ બહુ ફાયદાકારક બની જાય છે જ્યારે બાકી બઘી સામગ્રી સાથે મિક્સ કરી ને લગાડવામાં આવે છે.

7. લીંબુ :

ખીલ થતા અટકાવે છે. સ્કિન ના ડાઘ દૂર કરે છે. સ્કિન નો કલર લાઈટ બનાવે છે વિટામિન C થી ભરપૂર હોવાથી સ્કિન ને તાજગી આપે છે.

લેખન સંકલન : જલ્પા મિસ્ત્રી

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

Comments

comments


3,852 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 1