Facebookએ એન્ડ્રોઇડ યુઝર્સ માટે લોન્ચ કરી ફ્રિ caller ID એપ

Facebook has launched a free caller ID app for Android users

દુનિયાની સૌથી મોટી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવી કોલર આઇડી એપ લોન્ચ કરી છે. ફેસબુક પોતાના યુઝર્સને આકર્ષવા માટે દિવસે ને દિવસે નવી અપડેટ્સ અને ફિચર્સ લોન્ચ કરી રહ્યુ છે જેવામાં ફેસબુક એ એન્ડ્રોઇડ યુઝર્સને ધ્યાનમાં રાખીને નવી કોલર આઇડી એપ લોન્ચ કરી છે. ફેસબુકની આ એપનુ નામ Hello રાખવામાં આવ્યુ છે જેમાં યુઝર કોલરનુ નામ જાણી શકશે.સાથે સાથે યુઝર અનવોન્ટેડ કોલ્સને બ્લોક પણ કરી શકશે. ફેસબુકની આ એપ યુઝર્સના ફેસબુક એકાન્ટની મદદથી ચાલશે જે યુઝરની ઇનકમિંગ આઉડગોઇંગની જાણકારી આપશે.

એક રિપોર્ટ પ્રમાણે આ એપમાં યુઝર્સ કોલને બ્લોક કરી શકશે અને કોઇ નંબર સર્ચ પણ કરી શકશે. ફેસબુકનુ આ ફિચર ફક્ત એવા જ નંબર શેયર કરશે જે સર્ચ થઇ શકે છે ઉદાહરણ તરીકે જો કોઇ યુઝરે પોતાના નંબરની ડિટેલ્સ ફેસબુક પ્રોફાઇલમાં પબ્લિકલી રાખી હશે તોજ તેના નામની જાણકારી સર્ચ કરી શકાશે. જો કે હાલમાં ફેસબુક અમેરિકા, બ્રાઝિલ અને નાઇઝિરિયામાં આ એપ્લિકેશનનુ પબ્લિક ટેસ્ટિંગ કરી રહ્યુ છે. એન્ડ્રોઇડ યુઝર્સ આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ફ્રિમાં ડાઉનલોડ કરી શકશે.

Facebook has launched a free caller ID app for Android users

કેવી રીતે કરશે કામ

આ એપનો ઉપયોગ કરવા માટે યુઝર્સ સૌ પ્રથમ આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની રહેશે. ત્યાર બાદ એપને ઓપન કરીને ફેસબુક આઇડીથી તેમાં સાઇન ઇન થવાનુ રહેશે. ત્યાર બાદ યુજર્સે પોતાના સ્માર્ટફોનની અંદર રહેલા કોન્ટેક્ટ્સને ફેસબુક અને કોલ સાથે ઇન્ટરેક્ટ કરવા માટે સિન્ક્રોનાઇઝ કરવાના માટેની પરમિશન આપવાની રહેશે.

ત્યાર બાદ જ્યારે પણ યુઝરના સ્માર્ટફોનમાં કોઇ કોલ કરશે ત્યારે ફેસબુક મેસેન્જર ટીમ ડિસ્પ્લે પર જાણકારી આપશે કે કોણ તમને કોલ કરી રહ્યુ છે. યુઝરને એવા પણ નંબરની જાણકારી મળી શકે છે જે તેના સ્માર્ટફોનમાં સેવ નથી, જોકે બીજા યુઝર્સને તેની ડિટેલ્ટને ફેસબુકમાં પબ્લિક શેયર કરેલી હોવી જોઇએ.

Facebook has launched a free caller ID app for Android users

HELLO એપના ફિચર્સ

– અનવોન્ટોડ કોલ્સને કરો બ્લોક

જો તમે કોઇ નંબરથી કંટાળી ગયા હોવ તો આ એપ ઇંસ્ટોલ કરીને તે નંબરને બ્લોક કરી શકો છો.

ફક્ત એક ક્લિકથી કોઇ પણ નંબર સર્ચ કરો.

આ એપની મદદથી તમે ફક્ત એક ક્લિકે કોઇ પણ વ્યક્તિ કે બિઝનેસ નંબર શોધી શકો છો.

– ફ્રિ કોલિંગ ફિચર

જો કે ફેસબુકે આ ફ્રિ કોલિંગ ફિચર છેલ્લા કેટલાય સમય થી લોન્ચ કર્યુ છે જેમાં યુઝર ઇન્ટરનેટ કે વાઇ-ફાઇની મદદથી ફેસબુક ટુ ફેસબુક યુઝરને ફ્રિમાં કોલ કરી શકે છે.

– અન્ય ફિચર

આ એપમાં યુઝર પોતાનુ મન પસંદ પ્રોફાઇલ પિક્ચર સેટ કરી શકે ચે અને બીજી ઇન્ફોર્મેશન જેવી કે કોન્ટેક્ટ ડિટેલ્સ પણ સેટ કરી શકે છે સાથે સાથે તે ઇન્ફોર્મેશનમાં પરમિશન પણ આપી શકે છે.

સાથે સાથે આ એપ્લિકેશનમાં યુઝર્સને ફોનબુકનુ એડવાન્સ વર્જન પણ મળે છે જેમાં યુઝર કોઇ પણ ફ્રેન્ડ્સની કે વધારાની ડિટેલ એડ કરી શકે છે. તમને જણાવી દઇએ કે ફેસબુક દ્વારા લોન્ચ કરાયેલી આ એપ્લિકેશન કેટલાક અંશે કોલર આઇડી એપ્લિકેશન TrueCaller ને મળતી આવે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,655 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 3