પરીક્ષા આવતા જ વિદ્યાર્થીને ટેન્શન આવી જાય છે. પણ, હવે તમારે ગભરાવવાની સહેજ પણ જરૂર નથી કેમકે આજે જ માર્કેટમાં આ ચમત્કારી પેન આવી ગઈ છે, જેણે સરળતાથી લોકો ખરીદી શકે છે.
પરીક્ષામાં સારા માર્ક લાવવાનું તો દુર પણ અમુક નબળા વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ નથી થઇ શકતા તેઓને આ ભારે કામમાં આવે તેવી વસ્તુ છે. અમે એવું નથી કહેતા કે તમે આ ખરીદો કારણકે અમારું કામ છે નવી નવી જાણકારીઓ અમારા યુઝર્સ ને આપવાનું.
કષ્ટભંજન મંદિર, જે આપણા ગુજરાતના પંચમહાલ જીલ્લામાં આવેલ છે. આ મંદિરનો દાવો છે કે તેમની પેન જે વિદ્યાર્થી ખરીદશે તે સારા નંબર સાથે પરીક્ષામાં પાસ થઇ જશે.
મંદિરના હનુમંત સેવક દુષ્યંતજી બાપજીનું જણાવવું છે કે હનુમાન, સરસ્વતીના યજ્ઞ બાદ આ પેનમાં અલૌકિક શક્તિ આવી ગઈ છે. આ ચમત્કારી ‘પેન’ ની પ્રાઈઝ ૧૯૦૦ રૂપિયા છે. સાથે જ એવું પણ જણાવાયું છે કે જો તમે એક્ઝામ માં નાપાસ થશો તો તમારા પૈસા પરત કરવામાં આવશે.
આ પેન એટલી પણ સસ્તી નથી. મતલબ કે તમે દુકાનમાંથી સામાન્ય પેન ખરીદો તેમ આને ફટાકથી ન ખરીદી શકો. આને ખરીદવા માટે તમારે જે જગ્યાએ વહેચાઈ ત્યાં તમારો ફોન નંબર, બોર્ડના એક્ઝામ ની રસીદ, કોલેજની ID વગેરે જેવા ડોકયુમેન્ટ જમા કરાવવા પડે.
હાલમાં આ પેન નો ટોપિક સોશિયલ મીડિયામાં ટ્રેન્ડીંગ બની ગયો છે. ઉલ્લેખનીય છે કે આના વિષે જાણીને તમને પણ એવું થયું હશે કે જયારે અમારી પરીક્ષા હતી ત્યારે કેમ માર્કેટમાં ન આવી આ પેન ખરું ને? નીચેની તસ્વીર માં આ પેન વિષે પૂરેપૂરી જાણકારી આપી છે.