“ભૂખ્યું પેટ” એક એવી લઘુકથા કે જેને વાંચીને તમારી આંખોમા પણ આવી જશે આંસુ…

લગભગ ૧૦ વર્ષ ની ઉમર નો એક નાના છોકરો રાધાના ઘરનો દરવાજો ખખડાવી રહ્યો હતો. આ સાંભળી રાધા એ બહાર આવીને પૂછ્યું, કે શુ છે? બાળક બોલો આન્ટી હું તમારા ઘરનું આ ગાર્ડન સાફ કરી દઉં ? રાધાબોલી ના અમારે નથી કરાવવું. પેલો છોકરો હાથ જોડીને દયનીય લય થી બોલ્યો,પ્લીઝ આન્ટી કરાવી લોને, હું બરાબર સાફ-સફાઈ કરીશ બસ.

આ જોઈને રાધાને દયા આવી, તેને પુછયુ ઠીક છે, પરંતુ પૈસા કેટલા લઈશ તું? પેલો બાળક બોલ્યો પૈસા નથી જોઈતા આન્ટી મારે, મને ફક્ત જમવાનું આપી દેશો તો પણ ચાલશે. રાધા એ કહ્યું ઓક પણ કામ બરાબર કરજે હો, બાળક તરત જ સાફ-સફાઈ કરવા લાગ્યો. આ જોઈને રાધાને વિચાર આવ્યો, કે છોકરો ભૂખ્યો લાગે છે, પહેલા તેને થોડું જમવાનું આપી દઉં.

રાધા જમવાનું લાવી, પેલા છોકરાને બોલાવીને જમવા માટે આગ્રહ કર્યો, પણ બાળકે ના પાડી, હું પહેલા કામ કરી લઉં પછી જ તમે મને જમવાનું આપજો. ઠીક કહી ને રાધા પોતાના કામ માં લાગી ગઈ. થોડા સમય માં છોકરાએ કામ પતાવી દીધું અને કહ્યું, આન્ટી જી જોઈ લો સફાઈ બરાબર થઈ છે કે નહી. રાધા એ જોયું અને કીધું અરે વાહ તે તો બહુ સરસ રીતે સાફ સફાઈ કરી છે, માટીના કુંડા પણ એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવી દીધા છે. હવે તું તારા હાથ-પગ ધોઈ લે હું તારા માટે જમવાનું લઈ આવું.

રાધા જમવાનું લાવી અને છોકરાનું વર્તન જોઈને એને આશ્ચર્ય પણ થયું, કે છોકરો એના કપડાંના થેલામાંથી એક થેલી કાઢીને જમવાનું ભરી રહ્યો હતો. આ જોઈને રાધાએ કહ્યું તે ખાધા-પીધા વગર જ કામ કર્યું છે તો પહેલા અહીં બેસી ને જમી લે. જો તારે વધારે જોઈતું હશે તો હું તને બીજું આપીશ. પેલો બાળક બોલ્યો નહિ આન્ટી મારી મા ઘરે બીમાર છે. મને સરકારી દવાખાનામાં દવા તો મળી ગઈ પણ ડૉકટર સાહેબે કહ્યું છે કે ખાલી પેટ દવા ના લેવી.

આ સાંભળી ને રાધા ની આંખો માથી આસું ની ધાર છૂટી. તેને પોતાના હાથે જ બાળકની માતા હોય તેમ પોતાના હાથે જ બાળકને ખવડાવ્યું, પછી રાધા એ બાળકની બીમાર મા માટે પણ રોટલી બનાવી અને બાળકની સાથે જઈને એની માતાને જમવાનું આપવા ગઈ. રાધા એ કહ્યું બહેન, તમે ગરીબ નથી પણ બહુ શ્રીમંત છો. જે સંસ્કાર તમે બાળકને આપ્યા છે એ અમે ક્યારે પણ નહીં આપી શકીયે.

Comments

comments


5,042 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − = 4