પતંજલિ જેવું જ એલોવેરા જેલ ઘરે બનાવતાં શીખો….
એલોવેરાના ફાયદાથી આજકાલ કોઈ અજાણ નથી. વાળ, સ્કિન અને હેલ્થ માટે એલોવેરા કોઈ જાદુઈ છોડથી કમ નથી. આથી જ આજે મોટાભાગની આયુર્વેદિક કે કોસ્મેટિક કંપનીઓ એલોવેરાના ફાયદાઓને વટાવી ખાવા મોંઘી મોંઘી એલોવેરા પ્રોડક્ટસ બજારમાં મૂકી રહી છે. એલોવેરા જેલ પણ એક એવી જ વસ્તુ છે જે બજારમાં ખૂબ ઊંચી કિંમતે મળે છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે બજારમાં મળતા નેચરલ એલોવેરા જેલમાં પણ આર્ટીફિશિયલ રંગ, રસાયણ અને સુગંધી દ્રવ્યોનો ઉપયોગ થાય છે. પણ થોડીક જ મહેનતથી આ જેલ ઘરે જ બનાવી શકાય છે.
એલોવેરા જેલ બનાવવાની સામગ્રી
- બે એલોવેરાના પાન
- બે વિટામિન ઈ કેપ્સુલ
- વિટામીન સી તરીકે જરુરી એસેંશીયલ ઓઈલ (ઓપ્શનલ)
એલોવેરા જેલ બનાવવાની રીત
સૌપ્રથમ એલોવેરાના છોડના બે જાડાં પાન તોડી બરાબર ધોઈ સાફ કરી લો. ત્યારબાદ એક સાફ ચપ્પુની મદદથી તેની બંને સાઈડની કાંટાળી ધાર કાઢી નાખો.
જેલ બનાવતી વખતે આપણા હાથ અને ઉપયોગમાં લેવાતી બધી સામગ્રી જેમ કે ચપ્પુ, ચમચીકે બાઉલ એકદમ સ્વચ્છ હોય જેથી જેલ લાંબો સમય સારુ રહે.
સાઈડની ધાર કાઢયા પછી ઉપરની લીલી છાલ દુર કરી અંદરથી ચપ્પુ કે ચમચીની મદદથી અંદરનું જેલ એક બાઉલમાં કાઢો.
જો પાન પાતળા હશે તો જેલ પાતળુ જ નીકળશે પણ જો જેલ મોટાં ટુકડામાં નીકળે તો તેને મિક્સરમાં થોડી સેકંડસ માટે ફેરવવું કરવું અને બાઉલમાં કાઢી લેવું.
હવે આ જેલને વધુ અસરકારક બનાવવા ‘વિટામીન ઈ’ની કેપ્સુલ તોડી તેની અંદરનું તેલ જેલમાં ઉમેરી બરાબર હલાવી મિક્સ કરવું. તેનાથી સ્કિન અને વાળને ખૂબ જ ફાયદો થાય છે આ કેપ્સુલ કોઈ પણ મેડિકલ સ્ટોરમાંથી મળી જાય છે.
આ જેલને વધારે સમય સાચવવા તેમાં ‘વિટામીન સી’ ઉમેરવામાં આવે છે. તેના માટે તેમાં ગ્રેપસીડ, લેમન અથવા ઓરેંજનું એસેંસીયલ ઓઈલ ત્રણથી ચાર ટીપા જેટલું ઉમેરવું અને હલાવવું. આ ઓઈલ રીંકલ્સ, હેર ફોલ, ડેંડ્રફ અને એજીંગની સમસ્યામાં ફાયદો કરે છે અને કોઈ પણ કેમિસ્ટની દુકાન પર સહેલાઈથી મળી જાય છે.
તો તૈયાર છે એલોવેરા જેલ. જેને પ્લાસ્ટિક કે કાચની બોટલમાં ભરીને સ્ટોર કરી ફ્રીજમાં બે કલાક સેટ કર્યા પછી ઉપયોગમાં લઈ શકાય છે અને ફ્રીજમાં 7થી 10 દિવસ સુધી સારું રહે છે.
જ્યારે પણ જેલનો ઉપયોગ કરો ત્યારે જેલ કાઢવા માટે ચમચીનો ઉપયોગ કરવો, હાથથી જેલ કાઢવાથી જેલ જલ્દી ખરાબ થઈ જાય છે.
આ જેલનો તમે દરરોજ તમે તમારા વાળ અને સ્કીન માટે ઉપયોગ કરી શકો છો.
ફાયદા
- જેલનો નિયમિત ઉપયોગ કરવાથી સનબર્ન થયેલી સ્કીન ઝડપથી રીપેર થઈ જાય છે.
- રોજ રાત્રે જેલ સાથે બદામનું તેલ મીક્સ કરી લગાડવાથી નેચરલ મોઈસ્ચરાઇઝર બને છે જે ત્વચાને નિખાર આપે છે.
- આ જેલના ઉપયોગથી ચહેરા પર થતી ફોલ્લીઓ, ખીલ અને ડાઘા દૂર થાય છે.
- આ જેલ સ્કીન સેલ ઝડપથી વધારે છે તેથી સ્કીનની ડલનેસ, રફનેસ, દૂર થાય છે અને ચહેરો ચમકે છે.
- રેગ્યુલર આ જેલનો વાળમાં ઉપયોગ કરવાથી સ્કાલ્પની ડ્રાયનેસ દૂર થાય છે, ડેંડ્રફ અને માથામાં આવતી ખજવાળથી છૂટકારો મળે છે.
- વાળની લંબાઈ અને ગ્રોથ વધારી શકાય છે.
- વાળ વધારે ચમકદાર, સિલ્કી અને બાઉન્સી બને છે.
- રોજ રાત્રે જેલ આઈબ્રો પર લગાવવાથી આઈબ્રો ઘાટી અને કાળી બને છે.
સંકલન : નિશા રાઠોડ
આ માહિતી બીજા મિત્રો સાથે પણ અચૂક શેર કરજો અને મદદરૂપ થાવ.