વિશ્વના સૌથી નાના શહેર, ફરવા માટે લાગશે ફક્ત એક દિવસ…

હરવા ફરવાની વાત આવે તો આપણે સૌ ઓછામાં ઓછા 2થી 3 દિવસ ફરવા મળે તેવી ઈચ્છા રાખીએ છીએ. પરંતુ ફરવા માટે દર વખતે 3 – 4 દિવસનો સમય મળે તેવું શક્ય બનતું નથી. તો પછી કરવું શું ? આ સમસ્યાનું નિરાકરણ એટલે ફરવાની એવી જગ્યા જ્યાં ઓછામાં ઓછા સમયની જરૂર પડે.

આજે તમને દુનિયા એવા શહેરો વિશે જાણકારી મળશે જ્યાં ફરવામાં માત્ર કલાકોનો જ સમય લાગે છે. આ શહેર દુનિયાના સૌથી નાના શહેર છે જ્યાં તમે ફરવાની મજા માણી શકો છો. આ શહેર માટે તો એક દિવસની રજા પણ પૂરતી સાબિત થાય છે.

મોનાકો, યૂરોપ૧મોનાકો માત્ર 2 સ્કેવફૂટ કિલોમીટરમાં પથરાયેલું છે. આ શહેર કસીનો અને રેસ ટ્રેક્સ માટે વધારે પ્રખ્યાત છે. આ સુંદર શહેરમાં તમે એક દિવસ કરતાં ઓછા સમયમાં ફરી શકો છો.

સેંટ જોન્સ, અમેરિકા૨દુનિયાના સૌથી નાના શહેરોમાં આ સ્થળનો પણ સમાવેશ થાય છે. જ્યાં 2 લાખની વસ્તી છે. અહીંની ખાસ વાત એ છે કે અહીં દરેક સીઝનમાં ઝાકળ છવાયેલી રહે છે. આ સ્થળ તેના દરિયા કિનારા માટે પ્રખ્યાત છે. અહીં તમે બીચના સૌંદર્યની મજા માણી શકો છો.

નાઉરૂ, ઓસ્ટ્રેલિયા૩ઓસ્ટ્રેલિયાના ઉત્તર-પૂર્વમાં માઈક્રોનેશિયામાં આ ટાપુ આવેલો છે. આ ટાપુનો સમાવેશ દુનિયાના સૌથી નાના ટાપુમાં થાય છે. નાઉરૂ 53 કિલોમીટરમાં ફેલાયેલો છે. અહીં સુંદરતા એકવાર જે જોઈ લે છે તેને ભુલી શકે નહીં.

ગ્રેનાડા૪ગ્રેનાડા ટાપુ પણ તેના બીચ, ઝરણાં, અન્ડર વોટર પાર્ક અને હાઉસ ઓફ ચોકલેટ મ્યૂઝિયમ માટે પ્રખ્યાત છે.

માલદીવ

માલદીવ હોટ ફેવરીટ ટુરિસ્ટ પ્લેસ તરીકે પ્રખ્યાત છે. માલદીવ વીકેન્ડ માણવા માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. સુંદર બીચની મજા લેવા માટે ફિલ્મ સ્ટાર્સ પણ આ જગ્યાને પસંદ કરે છે.

માલ્ટા, આફ્રીકા

316 વર્ગ ક્ષેત્રફળવાળી આ જગ્યાએથી યૂનેસ્તોની 10 સાઈટ્સ જોવા મળે છે. સમુદ્ર સાથે અહીં અનેક જગ્યાઓ જોઈ શકાય છે.

વેટિકન સિટી

2 કિલોમીટર ક્ષેત્રફળમાં ફેલાયેલી આ જગ્યા દુનિયાની સૌથી નાની ફરવાની જગ્યા છે. અહીં લોકોને ફરવા માટે વાહનની જરૂર પડતી નથી, પગપાળા ચાલીને પણ આ સ્થળની સુંદરતા માણી શકાય છે.

લેખ સંકલન : અશ્વિની ઠક્કર

Comments

comments


3,714 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + = 13