શું તમે ક્યારેય વિચાર્યું છે કે મુસાફરો થી ખચોખચ ભરેલા એરોપ્લેન મા એક એર હોસ્ટેસ ને કેવી પરિસ્થિતિ માંથી પસાર થવું પડે છે? મોટેભાગે એવું વિચારતા હોય છે કે એક ફ્લાઇટ અટેન્ડન્ટ કે કેબિન ક્રૂ ની જોબ વિમાન ના ઉપડતા પહેલા કે બાદ માત્ર પીણાં પોહ્ચાડવા અથવા તો સફાઈ ની હોય છે પરંતુ તેમનું કામ અને સ્થિતિ આનાથી વિપરીત છે.
ડેરી લિન નામ ની એક ચીફ ફ્લાઇટ અટેન્ડન્ટ છે કે જેમણે પોતાની નૌકરી વિશે ની અગંત વાતો જાહેર કરી છે અને તેમને જણાવ્યું છે કે જયારે પણ કોઈ વિમાન મા મુસાફરી કરે તો તે પેસેન્જરે વિમાન મા ઉડાન વખતે શું ન કરવું જોઈએ…
વિમાન ના દરવાજા ખુલે અથવા તો બંધ થાય એ સમય સિવાય નો પગાર મળતો નથી. તો કોઈપણ કામ કે જયારે એર હોસ્ટેસ વિમાન મા રહીને કરે છે તેમજ લોકો ને આવકારો આપે છે તેના માટે પગાર નથી મળતો. તેમને જેટલા દિવસ કામ કર્યું હોય તેટલા જ દિવસ નો પગાર આપવામાં આવે છે. કોઈપણ આલીશાન હોટેલ કે પછી સામાન્ય જગ્યાએ રહેવાનું તે એરલાઇન પર આધાર રાખે છે, જેથી તેઓ કેટલું કમાય છે તે પૂછવાનો સવાલ જ નથી ઉઠતો.
કોઈપણ એરહોસ્ટેસ જો નાના અંતર ના વિમાનો માટે કામ કરતી હોય તો તેને પોતાના પગાર સિવાય બીજે પણ ઓછા મા ઓછી ચાર થી પાંચ કલાક ની નૌકરી કરવી પડે છે. તેમાય જો વિમાન મોડું પડ્યું હોય તો તો તેમના માટે વધુ તકલીફ ઉભી થાય છે કેમકે આરામ કરવા નો સમય રેહતો નથી. તેમજ બીજા ઉડાન ભરવા માટે તૈયાર થતા વિમાન મા જવાનું હોય છે.
એક ફ્લાઇટ અટેન્ડન્ટ વિમાન મા પ્રાથમિક ધોરણે મુસાફરો ની સુરક્ષા માટે હાજર હોય છે અને સર્વિંગ કે બીજા કામ તો ત્યારબાદ ની જવાબદારી છે. તેમની સવ થી મહત્વ ની જવાબદારી છે કે વિમાન ઉપાડ્યા પહેલા તેમજ પછી બધા સુરક્ષિત નિયમો નુ પાલન મુસાફરો દ્વારા કરવામાં આવે તે જોવાનું છે. કેમકે કોઇપણ વિમાન મા હાજર બધા કર્મચારીઓ મા ફ્લાઇટ અટેન્ડન્ટ ને સુરક્ષા થી લગતી બધી જ પ્રક્રિયાઓ તેમજ આપાતકાલીન સ્થતિ મા કે વિમાન મા સર્જાતી દુર્ઘટના સમયે કેવી રીતે વિમાન મા રહેવું તેની બધી જ જાણકારી તેમને જ હોય છે.
ફ્લાઈટ અટેન્ડન્ટ ડેરી ના જણાવ્યા પ્રમાણે વિમાન મા આપવામા આવતું પાણી બહુ જ ખરાબ હોય છે કારણ કે જે ટેન્કર મા પાણી લાવવામા આવે છે તેને ક્યારેય સાફ કરવામા આવતું નથી. આ જ પાણી થી ત્યાં વિમાન મા ચા કે કોફી બનાવવા મા પણ આવે છે. જેથી વિમાન મા ક્યારેય પણ ચા કે કોફી ન પીવી જોઈએ કે જ્યાં સુધી સીલ પેક બોટલ ના પાણી લઈ ને તમારી નજર સામે તે બનાવવા મા ન આવે.
વિમાન મા રહેલ બાથરૂમ નો પણ જરૂર ના પડે ત્યાં સુધી ઉપયોગ ના કરવો જોઈએ. વધુ જરૂર ના જણાતી હોય ત્યાં સુધી ફ્લાઈટ અટેન્ડન્ટ પણ તેનો ઉપયોગ કરવાનું ટાળે છે. એક ફલાઈટ અટેન્ડન્ટ પાસે મુસાફર જો સતત રિંગ કે બેલ વગાડ્યા વિના સામે થી પીણાં કે પછી શરાબ કે બીયર લેવા જાય તો તે વધુ ખુશ થાય છે. તે લોકો માત્ર તમને સર્વિસ આપવા કે પછી કમ્ફર્ટ આપવા માટે હોય છે, તેમની પાસે એક નૌકર ની જેમ કામ ના કરાવવું જોઈએ.