ચાના રસિયાઓએ મસાલા ચા, બ્લેક ટી, ગ્રીન ટી, રોસ ટી એ બધી તો સાંભળી જ હશે. પણ આ ડુંગળીની ચા પીવાની તો વાત દૂર રહી, નામ પણ નહિ સાંભળ્યું હોય !
આજે અમે ડુંગળીની ચા બનાવવાની રીત લાવ્યાં છીએ જે સ્વાદમાં તો બેસ્ટ હોય જ છે પણ સાથે સાથે સ્વાસ્થ્યને લગતા પણ અઢળક ફાયદાઓ હોય છે.
૧. ડુંગળીને કાપી તેને પાણીમાં ઉકાળો.. આ પાણી ઉકળી જાય પછી તેમાં લીંબુનો રસ અને ગ્રીન ટી બેગ નાખો.
ગણણીથી તેને કપમાં નાખો.. હવે તેમાં મધ નાખો અને બસ, હવે ડુંગળીની ચાની મજા લો.
ફાયદાઓ:
૧. ડુંગળીમાં હાજર રહેલું ક્વેરસેટીન નામનું તત્વ લોહીમાંના એન્ટી ઓક્સિડન્ટસની ગતિવિધિ વધારે છે. સાથે સાથે ડુંગળીમાં વિટામીન C ભરપુર માત્રામાં હોય છે જે શરદી-ખાંસીના પપ્રાથમિક લક્ષણોને વધતા અવરોધે છે.
૨. ડુંગળી ચા કેન્સરના કોશોને વધતા રોકે છે. કારણ કે તેમાં ઊંચા પ્રમાણમાં ફાઈબર હોય છે જે કોલોનને સાફ કરે છે. અને આ જ કારણે તે કોલોન કેન્સરને ઉપર પોઝીટીવ અસર બતાવે છે. આ ઉપરાંત, તેમાં હાજર રહેલું ફાઈબર તવ્ચા અને શરીરના અંદરના ભાગમાંથી ઝેરી તત્વો શરીરની બહાર પણ નીકળી શકે છે.
૩. જો કોઈ વ્યક્તિને ઊંઘની બીમારી હોય, તો તેઓએ ઊંઘતા પહેલા આ ચા પીવી. થોડા સમયમાં ઊંઘની સમસ્યા દૂર થઈ જશે. અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
૪. આ ચા સળંગ ૨ અઠવાડિયા પીવાથી શરીરમાંની વધારાની ચરબી દૂર થાય છે. શરીરની પાચનશક્તિ વધે છે તેમજ પેટમાં ઇન્ફેકશન પણ થતું અટકાવે છે.
૬. ડુંગળીમાં રહેલા કેટલાક પીગમેન્ટ બ્લડ કલોટ બનતા રોકે છે જેનાથી હાઈપર ટેન્શનનો ખતરો ઘટાડી શકાય છે.
લેખન સંકલન : યશ મોદી
આપના દરેક મિત્રો સાથે શેર કરો આ રસપ્રદ અને સ્વાસ્થ્ય સંબંધિત માહિતી દરરોજ વાંચો ફક્ત આપણા પેજ પર.