ડુંગળીના ફોતરાને કચરામાં નાખતા પહેલા આ વાચી લેજો

જમવાનું સ્વાદિષ્ટ બનાવવા માટે ડુંગળી નો ઉપયોગ ભરપુર કરવામાં આવે છે. કોઈ પણ વાનગી માં ડુંગળી નાખવામાં આવે તો તેનો સ્વાદ બમણો થઇ જાય છે. સલાડ માં પણ ડુંગળી નો ઉપયોગ થતો હોય છે. જયારે આપણે ડુંગળી નાખીએ ત્યારે આપણે તેના ફોતરા ને નાખી દેતા હોઈએ છે. અને તેના ફોતરા ને કચરા માં નાખી દેતા હોય છે. જો તમે પણ આવું કરતા હોય તો તમારે આ ટેવ બદલી નાખવી જોઈએ. આજે આ પોસ્ટ માં અમે તમને  ડુંગળીના ફોતરા ના ફાયદા વિષે જણાવીશું જે વાચી ને તમે ફોતરા ને ક્યારેય કચરા માં નહી નાખો.

ઘણી વાર એવું બનતું હોય છે કે અવાજ બંધ થઇ જતો હોય છે. આપણું ગળું બળતું હોય છે. અને તેના લીધે બોલવામાં ઘણી તકલીફો થાય છે. માટે ઘણી દવાઓ પણ લોકો કરતા હોય છે. આજે અમે તમને ડુંગળી ના ફોતરા દ્વારા કરવામાં આવતા ઈલાજ વિષે જણાવીશું. ડુંગળીના ફોતરા ને પાણી માં નાખી અને તેને ઉકાળો અને પછી  તે પાણી ને ગાળી અને તેનું સેવન કરો. આવું કરવાથી ગળું બળવાનું સમસ્યા થી રાહત મળશે.  અને અવાજ પણ ખુલી જશે.

જેઓ ના વાળ ખરાબ બની ગયા હોય તો સુંદર વાળ માટે લોકો ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે. અને ઘણી દવાઓ પણ કરતા હોય છે. પણ આજે અમે તમને વાળ ને સુંદર બનાવવા માટે ડુંગળી ના ફોતરા નો ઉપાય જણાવીશું. વાળ ને ચમકદાર બનાવવા માટે તમે  ડુંગળી ના ફોતરા ના પાણી ને કંડીશનર ની જેમ ઉપયોગ માં લઇ શકો છો. આવું કરવાથી તમારા વાળ ચમકદાર અને મુલાયમ બની જશે.

જો તમે તમારા ચહેરા પર રહેલા દાગ ધબ્બા થી છુટકારો મેળવવા માંગતા હોવ. તો એવા માં તમે ડુંગળી ના ફોત્તરા નો ઉપયોગ કરી શકો છો. આ ઉપાય કરવા માટે ડુંગળીના ફોતરા માં હળદર ઉમેરો. અને પછી જે જગ્યા એ દાગ ધબ્બા હોય તે જગ્યા એ લગાવો થોડા દિવસ લગાતાર તેનો ઉપયોગ કરવામાં આવે તો તમને ફર્ક દેખાશે. અને દાગ ધબ્બા દુર થશે.

Comments

comments


3,267 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 9